ચર્ચા:શ્રી દક્ષિણામૂર્તિ (સંસ્થા)
સ્ટબ ટેગ હટાવવા વિનંતિ
[ફેરફાર કરો]પ્રબંધક શ્રીઓને જત જણાવવાનું કે હવે લેખ થોડો મોટો થયો હોવાથી જો સ્ટબના માપદંડની બહાર આવ્યો હોય એવું લાગે તો સ્ટબ ટેગ હટાવવા વિનંતિ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૧૫, ૨૭ જૂન ૨૦૧૫ (IST)
શ્રી દક્ષિણામૂર્તિ કે દક્ષિણામૂર્તિ??
[ફેરફાર કરો]મારા મતે આ સંસ્થાના નામમાં શ્રી એ અંગ્રેજીના honorific તરીકે ન હોતા નામના ભાગ રુપે છે માટે લેખનું નામ શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા હોવું જોઈએ. કેમકે દક્ષિણામૂર્તિ એ તો શિવનું એક નામ છે, એટલે જો આ લેખ શિવ વિષે હોય તો એમાં શ્રી દક્ષિણામૂર્તિને બદલે ફક્ત દક્ષિણામૂર્તિ શીર્ષક હોય તો તે યોગ્ય ગણાય પરંતુ સંસ્થાનું નામ જો શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા એમ હોય તો આપણું પાનું પણ એ જ નામે હોવું જોઈએ. જેમ આઇઆઇએમના લેખમાં ભારતીય પ્રબંધન (સંસ્થાન) એમ નથી લખતા કેમ કે Indian Institute of Managementમાં Institute એ નામનો ભાગ છે માટે ભારતીય પ્રબંધન સંસ્થાન એમ આખેઆખું કૌંસ વગર લખીએ છીએ તેમ આ સંસ્થાના નામમાં પણ જો સંસ્થા શબ્દ આવેલો હોય તો તેને પણ કૌંસમાં ન રાખવો જોઈએ.
જેમ શ્રીહરિકોટા વિષે લેખ બનાવીએ તો તેમાંથી શ્રી કાઢી નાખી ને હરિકોટા નામે લેખ ન બનાવી શકીએ તે જ રીતે આ નામમાંથી પણ શ્રી ન કાઢવું જોઈએ એવું મારું માનવું છે. જો મારી એ નામ વિષે ગેરસમજ હોય અને સંસ્થાનું નામ ફક્ત દક્ષિણામૂર્તિ જ હોય તો આ વિનંતિને અવગણવી. ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૨૧ જૂન ૨૦૨૪ (IST)
- તમારી વાત ખરી છે. અહી શ્રી એ નામનો ભાગ છે. માન સુચક નથી. એટલે દુર ન કરી શકાય. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)
- @Aniket @Dsvyas જોડણી કઈ સાચી છે? દક્ષિણામૂર્તિ કે દક્ષિણામુર્તિ? અનિકેતભાઈએ 'મુર્તિ'વાળો ફેરફાર પૂર્વવત કર્યો છે પણ આ જોડણી ખોટી લાગે છે. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૯:૪૧, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)
- @બૃહસ્પતિ જોડણી તો શ્રી દક્ષિણામૂર્તિ સાચી છે. દક્ષિણામૂર્તિ માંથી દક્ષિણામુર્તિ વાળો ફેરફાર મારાથી ભુલમાં થયો લાગે છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૪૮, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)
- એ ભૂલને સુધારી લીધી છે. આશા છે હવે યોગ્ય હશે. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૦:૨૫, ૧૯ નવેમ્બર ૨૦૨૪ (IST)