લખાણ પર જાઓ

લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા

વિકિપીડિયામાંથી

લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા સંસ્થા મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી હતી. તેની સ્થાપના નાનાભાઈ ભટ્ટ દ્વારા ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર ના હસ્તે ખુલ્લી મુકાઇ હતી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

આ સંસ્થા ભાવનગર જિલ્લાના સણોસરા ગામમાં આવેલી છે.

ઉપલબ્ધિઓ

[ફેરફાર કરો]

ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે લોકવન) અહીં શોધવામાં આવી હતી, જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "જેમણે શોધેલું અન્ન આપણા મોંમાં છે તેમને જાણો છો?". www.divyabhaskar.co.in. મેળવેલ 2018-10-29.