જાન્યુઆરી ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૧૮૮૦ – થોમસ એડિસનને તેમના વીજળીના ગોળા માટે પેટન્ટ અધિકારો મળ્યા.
 • ૧૯૭૩ – પેરિસ શાંતિ સમજૂતીથી સત્તાવાર રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો.
 • ૨૦૧૦ – એપલે આઇપેડ (iPad) ની જાહેરાત કરી.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૭૫૬ – વોલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટ, ઓસ્ટ્રિયન પિયાનોવાદક અને સંગીતકાર (અ. ૧૭૯૧)
 • ૧૭૮૨ – તિતુમીર, બંગાળી ક્રાંતિકારી (અ. ૧૮૩૧)
 • ૧૮૮૬ – રાધાવિનોદ પાલ, ભારતીય શિક્ષણવિદ્ અને કાયદાશાસ્ત્રી (અ. ૧૯૬૭)
 • ૧૮૮૮ – જિનવિજયજી, પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ (અ. ૧૯૭૬)
 • ૧૯૦૯ – સવિતા આંબેડકર, ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની (અ. ૨૦૦૩)
 • ૧૯૧૯ – નવનીત મદ્રાસી, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક (અ. ૨૦૦૬)
 • ૧૯૨૮ – માઇકલ ક્રેગ, ભારતીય મૂળના અંગ્રેજી અભિનેતા અને પટકથા લેખક
 • ૧૯૪૦ – વિનાયક મહેતા, ગુજરાતી લેખક અને નાટ્યકાર (જ. ૧૮૮૩)
 • ૧૯૫૨ – અસ્મા જહાંગીર, પાકિસ્તાની માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર (અ. ૨૦૧૮)

અવસાન[ફેરફાર કરો]

 • ૨૦૦૯ – આર. વેંકટરામન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૮મા રાષ્ટ્રપતિ (જ. ૧૯૧૦)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

 • આંતરરાષ્ટ્રીય યહૂદી નરસંહાર (હોલોકાસ્ટ) સ્મરણ દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]