નવનીત મદ્રાસી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નવનીત મદ્રાસી
જન્મ(1919-01-27)January 27, 1919
ચેન્નાઈ, ભારત
મૃત્યુMay 17, 2006(2006-05-17) (ઉંમર 87)
વ્યવસાયઅનુવાદક, લેખક, પ્રકાશક

નવનીત મદ્રાસી ‍(૨૭ જાન્યુઆરી ૧૯૧૯ - ૧૭ મે ૨૦૦૬) સ્વાતંત્ર્ય સેનાની અને લેખક હતા.

તેમનો જન્મ મદ્રાસ (હાલનું ચેન્નાઈ)માં થયો હતો. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી પણ વધુ પુસ્તકોનો અનુવાદ કરીને તેને ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવી છે. ખાસ કરીને તેમનું દક્ષિણ ભારતીય ભાષાઓ પરનું કાર્ય વધુ જાણીતું છે. તેમણે ચારેય દક્ષિણ ભારતીય ભાષાઓમાંથી (તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ) પુસ્તકોનું ભાષાંતર કર્યું. આ ઉપરંત તેઓએ અંગ્રેજી અને ઉર્દૂ પુસ્તકોનું પણ ભાષાંતર કર્યું છે. તેમના ભાષાંતરિત કેટલાક પુસ્તકો નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સાહિત્ય અકાદમી-દિલ્હી અને ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા પણ પ્રકાશિત થયા છે.

તેઓએ ૧૯૪૩માં 'આદર્શ પુસ્તક ભંડાર' નામે પોતાનું પ્રકાશન ગૃહ શરું કર્યું હતું જે આજે 'આદર્શ પ્રકાશન' તરીકે ઓળખાય છે અને અમદાવાદમાં ગાંધી માર્ગ પર બાલા હનુમાન પાસે કાર્યરત છે.

નવનીત મદ્રાસીનું સંપૂર્ણ જીવનચરિત્ર 'પડકાર સામે પુરુષાર્થ' પુસ્તક આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

૧૭ મે ૨૦૦૦૬ના રોજ તેમનું અવસાન થયું હતું.