અસ્મા જહાંગીર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અસ્મા જહાંગીર
Asma Jahangir (33308430296).jpg
જન્મAsma Jilani Edit this on Wikidata
૨૭ જાન્યુઆરી ૧૯૫૨ Edit this on Wikidata
મૃત્યુ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળUniversity of the Punjab, Kinnaird College for Women Edit this on Wikidata
પુરસ્કાર
  • United Nations Prize in the Field of Human Rights (૨૦૧૮) Edit this on Wikidata

અસ્મા જીલાની જહાંગીર (Urdu: عاصمہ جہانگیر‎, ૨૭ જાન્યુઆરી ૧૯૫૨ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮) પાકિસ્તાનના માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર હતા. તેઓ પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશનના સ્થાપકોમાંના એક હતા.[૧] તેમણે વકીલોની ચળવળમાં એક અગ્રણી ભૂમિકા ભજવી હતી અને યુનાઈટેડ નેશન્સમાં તેમણે ધાર્મિક સ્વતંત્રતા માટેના એક ખાસ સંવાદદાતા તરીકે સેવા આપી હતી.[૨][૩][૪]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અને ઉછેર પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેમણે જિસસ એન્ડ મેરી કોન્વેન્ટમાંથી પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો અને પછી ૧૯૭૮માં તેમણે વિનયન શાખામાં સ્નાતકની પદવી કિનારિડ કોલેજ ફોર વીમેનમાંથી મેળવી અને ૧૯૮૦માં પંજાબ યુનિવર્સિટી, પાકિસ્તાનમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારપછી તેમણે લાહોર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેવા આપી. ૧૯૮૦ના દાયકામાં, અસ્મા એક લોકશાહી ચળવળકાર બન્યા અને ૧૯૮૩માં તેમને ચળવળમાં ભાગ લેવા માટે કેદ કરવામાં આવ્યા હતા. ઝિયા-ઉલ-હકના લશ્કરી શાસન વિરુદ્ધ તેમણે લોકશાહીની પુનઃસ્થાપના માટે ચળવળ ચલાવી હતી.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Leading human rights lawyer Asma Jahangir passes away in Lahore". DAWN.COM (અંગ્રેજી માં). ૨૦૧૮-૦૨-૧૧. મૂળ સંગ્રહિત થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. Retrieved ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
  2. Ijaz, Saroop. "Asma Jahangir (1952-2018): The human rights icon from Pakistan was a feisty street fighter". Scroll.in (અંગ્રેજી માં). Retrieved ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  3. Asma Jahangir's victory is a cause for celebration Archived ૨૫ ડિસેમ્બર ૨૦૧૪, at the Wayback Machine.
  4. "Asma Jahangir: Executive Profile & Biography - Businessweek". Businessweek.com. મૂળ સંગ્રહિત થી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |access-date=, |archivedate= (મદદ)
  5. "DCI calls for the release of political prisoner, Ms Asma Jahangir, former member of DCI's International Executive Council" (PDF). મૂળ સંગ્રહિત (PDF) થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)