એપ્રિલ ૨૪
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોયનો ઘોડો)નો ઉપયોગ કરી ટ્રોયમાં પ્રવેશ્યા. (પારંપારિક તારીખ)
- ૧૭૦૪ – બોસ્ટન,અમેરિકામાં પ્રથમ નિયમિત અખબાર,'ધ ન્યુ-લેટર' પ્રકાશિત થયું.
- ૧૯૬૭ – અવકાશયાત્રી 'વ્લાદિમિર કોમરોવ'નું 'સોયુઝ-૧' અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
- ૧૯૬૮ – મોરિશિયસ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
- ૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝ ઉપગ્રહ,'ડોંગ ફેંગ હોંગ ૧' (Dong Fang Hong I)નું પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૯૩ – ભારતમાં,પંચાયતી રાજની સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૯૨ - ચાંપશી ઉદેશી (‘ચંદ્રાપીડ’), ગુજરાતી સાહિત્યકાર. (અ.૧૯૭૪)
- ૧૯૧૫ - નાનાભાઈ ભટ્ટ, ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા (અ. ૧૯૯૯)
- ૧૯૨૯ – ડો.રાજકુમાર, કન્નડ અભિનેતા.
- ૧૯૭૩ – સચિન તેંડુલકર, ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- નેપાળ - પ્રજાસત્તાક દિન, ૨૦૦૬માં સંસદની પુનઃસ્થાપનાની ઉજવણી.