ઓગસ્ટ ૬

વિકિપીડિયામાંથી

૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૯૦ – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.
  • ૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.
  • ૧૯૪૦ – એસ્ટોનિયા સોવિયેત યુનિયનનો ભાગ બન્યું.
  • ૧૯૪૫ – દ્વિતીય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદ્‌ભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.
  • ૧૯૬૨ – જમૈકા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
  • ૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ "વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.
  • ૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે "ALH 84001" નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.
  • ૨૦૧૦ – ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના મોટા ભાગમાં પૂરથી તારાજી સર્જાઈ, ૭૧ શહેરોને નુકસાન થયું અને ઓછામાં ઓછા ૨૫૫ લોકો માર્યા ગયા.
  • ૨૦૧૨ – નાસાનું ક્યુરિઓસિટી રોવર મંગળની સપાટી પર ઉતર્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]