એપ્રિલ ૨૯
Appearance
૨૯ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૫૧ - તિબેટ પર ચીનના કબજા વિશે હંગામી સંધિ સાથે, તિબેટિયન પ્રતિનિધિ મંડળ ચીનની સરકારને મળ્યું.
- ૧૯૬૫ – 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' (SUPARCO) દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમા રોકેટનું (rocket) સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૮૬ – લોસ એન્જેલસની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં લાગેલી આગથી ૪,૦૦,૦૦૦ પુસ્તકો અને અન્ય વસ્તુઓને નુકસાન થયું.
- ૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં ૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું, જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
- ૧૯૯૭ – રાસાયણિક શસ્ત્ર સંમેલન ૧૯૯૩નો અમલ કરવામાં આવ્યો. જે અંતર્ગત રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
- ૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૨૩ – રણછોડલાલ છોટાલાલ, અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક. (અ. ૧૮૯૮)
- ૧૮૪૮ – રાજા રવિ વર્મા, મલયાલી મૂળના પ્રખ્યાત ચિત્રકાર. (અ. ૧૯૦૬)
- ૧૮૯૧ – ભારતીદાસન, તમિલ સાહિત્યકાર. (અ. ૧૯૬૪)
- ૧૯૩૬ – ઝુબિન મહેતા (Zubin Mehta), ભારતીય મુળનાં વાદ્યવૃંદ સંચાલક.
- ૧૯૬૬ – ફિલ ટફનેલ, ઇંગ્લીશ ક્રિકેટર.
- ૧૯૭૦ – આન્દ્રે અગાસી, અમેરીકન ટેનિસ ખેલાડી.
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૨૦ – ઇરફાન ખાન, અભિનેતા. (જ. ૧૯૬૭)