રણછોડલાલ છોટાલાલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રણછોડલાલ છોટાલાલ (ઓગત્રીસમી એપ્રિલ, ૧૮૨૩–છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮) એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી, જેથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે[૧]. તેમને અંગ્રેજ સરકારે "રાવબહાદુર"નો ખિતાબ આપ્યો હતો.

આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ[૨] અને આરોગ્ય[૩] ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી. તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી. ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Makrand Mehta (1991). Indian merchants and entrepreneurs in historical perspective. Academic Foundation. p. 171. ISBN 978-81-7188-017-1. Check date values in: |year= (મદદ)
  2. Census of India, 1961 - Volume 5, Issue 1 - Page 187
  3. Victoria Jubilee Hosptial Trust

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]