જુલાઇ ૨૬
Appearance
૨૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૪૫ – ઇંગ્લેન્ડના ગિલ્ડફોર્ડ નજીક પ્રથમ નોંધાયેલ મહિલા ક્રિકેટ મેચ રમાઇ.
- ૧૭૭૫ – દ્વિતીય મહાદ્વિપીય કોંગ્રેસ દ્વારા યુ.એસ. પોસ્ટલ સિસ્ટમ ની સ્થાપના કરવામાં આવી છે, બેન્જામિન ફ્રેન્કલિન તેના પ્રથમ પોસ્ટમાસ્ટર જનરલ બન્યા.
- ૧૭૮૮ – ન્યૂયોર્ક રાજ્ય યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપી યુનાઇટેડ સ્ટેટ્સનું ૧૧મું રાજ્ય બન્યું.
- ૧૮૦૩ – સરે આયર્ન રેલવે, વિશ્વની પ્રથમ જાહેર રેલવે દક્ષિણ લંડન, યુનાઇટેડ કિંગડમમાં ખુલ્લી મૂકાઈ.
- ૧૮૪૭ – લાઇબેરિયાએ તેની સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૮૯૨ – દાદાભાઈ નવરોજી બ્રિટનમાં પ્રથમ ભારતીય સંસદ સભ્ય તરીકે ચૂંટાયા.
- ૧૮૯૭ – એંગ્લો-અફઘાન યુદ્ધ: પશ્તુન ફકીર સૈદુલ્લાહ ભારતના ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતની મલકંદ એજન્સીમાં બ્રિટિશ ગેરિસનની ઘેરાબંધી શરૂ કરવા ૧૦,૦૦૦થી વધુ સૈનિકો સાથે કૂચ શરૂ કરી.
- ૧૯૪૪ – પ્રથમ જર્મન 'વી-૨ રોકેટ' બ્રિટન પર ઝીંકાયું.
- ૧૯૪૫ – ઇંગ્લેન્ડના મજૂર પક્ષે ૫ જુલાઈની બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી વિન્સ્ટન ચર્ચિલને સત્તામાંથી હટાવ્યા.
- ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ:'એપોલો ૧૫' યાનનું પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૯૯ – કારગિલ સંઘર્ષનો સત્તાવાર અંત આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને સંપૂર્ણપણે ખદેડી મૂક્યાની જાહેરાત કરી.
- ૨૦૦૫ – સ્પેસ શટલ પ્રોગ્રામ: એસટીએસ-૧૧૪ મિશન: ડિસ્કવરી અભિયાન, ૨૦૦૩માં કોલંબિયા ડિઝાસ્ટર પછી નાસાનું પ્રથમ અનુસૂચિત ઉડાન મિશન.
- ૨૦૦૫ – મુંબઇ, ૨૪ કલાકમાં ૩૯.૧૭ ઇંચ (૯૯.૫ સેમી.) વરસાદને કારણે શહેરનો તમામ વ્યવહાર બે દિવસ માટે ઠપ્પ થઇ ગયો.
- ૨૦૦૮ – ભારતમાં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં ૬૬ લોકો માર્યા ગયા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા.
- ૨૦૧૬ – હિલેરી ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે પ્રથમ મહિલા ઉમેદવાર બન્યા.
- ૨૦૧૬ – સૌર આવેગ ૨ (Solar Impulse) પૃથ્વીની પરિક્રમા કરનાર સૌર ઊર્જા સંચાલિત પ્રથમ વિમાન બન્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૬ – જ્યૉર્જ બર્નાડ શો (George Bernard Shaw) આયરિશ નાટ્યકાર, વિવેચક, અને રાજકીય કાર્યકર્તા (અ. ૧૯૫૦)
- ૧૮૬૫ – રજનીકાંત સેન, (Rajanikanta Sen) ભારતીય કવિ અને સંગીતકાર (અ. ૧૯૧૦)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૯૪ – મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ
- ૨૦૦૪ – કુમારી કંચન દિનકરરાવ માળી, ગુજરાતી મૂળના હિન્દી ફિલ્મોના ગાયિકા (જ. ૧૯૫૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર July 26 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.