કારગિલ યુદ્ધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

 

કારગિલ યુદ્ધ
the Indo-Pakistani wars and conflicts and the Kashmir conflict નો ભાગ
તિથિ ૩ મે - ૨૬ જુલાઇ ૧૯૯૯
સ્થાન કારગિલ જિલ્લો, જમ્મુ અને કાશ્મીર (હવે, લદ્દાખમાં), ભારત
પરિણામ Decisive Indian victory[૧][૨][૩][૪][૫]
 • India regains possession of Kargil
ક્ષેત્રીય
બદલાવ
Status quo ante bellum
યોદ્ધા
ભારત ભારત પાકિસ્તાન Pakistan
સેનાનાયક
ભારત K. R. Narayanan
(President of India)
ભારત Atal Bihari Vajpayee
(Prime Minister of India)
Gen Ved Prakash Malik
(Chief of the Army Staff)
Lt Gen Chandra Shekhar
(Vice Chief of the Army Staff)
Air Force Ensign of India.svg ACM Anil Yashwant Tipnis
(Chief of the Air Staff)
Muhammad Rafiq Tarar
(President of Pakistan)
Nawaz Sharif
(Prime Minister of Pakistan)
Gen Pervez Musharraf
(Chief of the Army Staff)
Lt Gen Muhammad Aziz Khan
(Chief of the General Staff)
Pakistani Air Force Ensign.svg ACM Pervaiz Mehdi Qureshi
(Chief of the Air Staff)
શક્તિ/ક્ષમતા
30,000 5,000
મૃત્યુ અને હાની
Indian official figures

Pakistani claims

Independent figures

Pakistani figures

Other Pakistani claims

Indian claims

કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક "વિજય") તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું.[૨૨]આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો.[૨૩] આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી આતંકવાદીઓ જેવો વેશ ધારણ કરીને એલઓસી( જે બે દેશો વચ્ચેની ડે ફેક્ટો, de facto બોર્ડર છે.) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી, જે આખરે યુદ્ધમાં પરિણમી.[૨૪] યુદ્ધની શરૂઆતમાં પાકિસ્તાને, પાકિસ્તાનથી તદ્દન સ્વતંત્ર એવા કાશ્મીરી વિદ્રોહીઓને આ લડત માટે દોષી ઠેરવ્યા, પરંતુ યુદ્ધમાં મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોના દસ્તાવેજો પરથી પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સંડોવણી સામે આવી, પછીથી પાકિસ્તાની વડાપ્રધાન અને મુખ્ય સૈન્ય અધિકારીના નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઇ.[૨૫][૨૬][૨૭] પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આગેવાન જનરલ અશરફ રશીદ હતા.[૨૮] એલઓસીની ભારતીય બાજુ પરની ટેકરીઓ પર પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી, ભારતીય ભૂમિદળે વાયુસેનાના સહયોગ વડે મોટા ભાગની ટેકરીઓ પર ફરીથી કબ્જો કર્યો. આંતરરાષ્ટીય સ્તરે રાજદ્વારી વિરોધનો સામનો કરી રહેલા પાકિસ્તાને બાકીના ભારતીય વિસ્તારમાંથી પીછેહઠ કરી.

આ યુદ્ધ પર્વતીય ભૂપ્રદેશમાં ઉચ્ચ ઊંચાઈ પર લડાયેલ યુદ્ધનું સૌથી તાજેતરનું ઉદાહરણ છે, જેણે યુદ્ધના બંને દળો માટે નોંધપાત્ર લોજિસ્ટિક સમસ્યાઓ ઉભી કરી હતી. પરમાણુ રાજ્યો (એટલે કે, પરમાણુ શસ્ત્રો ધરાવતા લોકો) વચ્ચે સીધો, પરંપરાગત યુદ્ધનો પણ આ એકમાત્ર દાખલો છે. ભારતે 1974 માં તેનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું, પાકિસ્તાને, તે જ સમયથી ગુપ્ત રીતે તેની પરમાણુ ક્ષમતા વિકસાવવા માંડી હતી, ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના માત્ર બે અઠવાડિયા પછી પાકિસ્તાને 1998 માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

સ્થાન[ફેરફાર કરો]

સંઘર્ષનું સ્થાન

1947 ભારતના ભાગલા પેહલા કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વના ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. 1947-1948 ના ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા(એલઓસી) આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો.(જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે)[૨૯] 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી બંને દેશોએ શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને દેશોએ એલઓસી સીમાનું પાલન કરી સશસ્ત્ર સંઘર્ષ ટાળવા માટે વચન આપ્યું.[૩૦]

કારગિલ શહેર શ્રીનગરથી 205 કિમી (127 માઇલ) પર સ્થિત છે, કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ બાલ્ટીસ્તાનનો વિસ્તાર આવેલો છે.[૩૧] હિમાલયના અન્ય વિસ્તારોની જેમ જ કારગિલનું વાતાવરણ વિષમ છે, ઉનાળામાં પણ ઠંડી અને રાતમાં તો થીજી જવાય એવી ઠંડી હોય છે, જયારે શિયાળો લાંબો અને અત્યંત વિષમ હોય, શિયાળામાં તાપમાન ઘણીવાર − 48° સેલ્સિયસ(−54 ° ફે) જેટલું નીચું હોય.[૩૨]

શ્રીનગરને લેહથી જોડતો એકમાત્ર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) કારગિલથી પસાર થાય છે. જે વિસ્તારોમાં ઘૂસણખોરી અને લડાઈ થઇ એ 160 કિલોમીટર લાંબો વિસ્તાર પર્વતોની એક હારમાળા જેવો હતો, જ્યાંથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ 1) ને અવલોકી શકાતું હતું.[૨૪] આ પર્વતોની હારમાળા ઉપર ગોઠવાયેલી લશ્કરી ચોકીઓની સરેરાશ ઊંચાઈ 5,000 મીટર હતી, ઘણી ચોકીઓ તો 5,485 મીટર જેટલી ઊંચાઈ પર હતી.[૩૩] યુદ્ધરેખા નજીકના અને વસ્તી ધરાવતા વિસ્તારોમાં જિલ્લા પાટનગર કારગિલ સિવાય મુશ્કો ખીણ, દ્રાસ, દક્ષિણ-પશ્ચિમ કારગિલ, બટાલિક અને ઉત્તર-પૂર્વ કારગીલનો સમાવેશ થતો હતો.

ઘૂસણખોરી માટે કારગિલ વિસ્તાર પસંદ કરાયો તેને પાછળ કારણ એ હતું કે, ભારતને ભાળ ન પડે એ રીતે આ વિસ્તારની ઘણી ખાલી પડેલી ચોકીઓ પર કબ્જો કરી શકાય એમ હતો.[૩૪] વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે, શિખરોની ટોચ પર રક્ષણાત્મક ચોકીઓ ચણીને ગોઠવાયેલ પાકિસ્તાની સૈન્ય રક્ષણાત્મક ભૂમિકામાં હતું, એક કિલ્લા જેવી સંગીન રક્ષણાત્મક સ્થિતિ તેમના પક્ષે હતી. જયારે આ ચોકીઓ ફરીથી કબ્જે કરવા માંગતા ભારતીય સૈન્યએ પર્વતીય યુદ્ધ કરવાનું હતું અને મોટા ગુણોત્તરમાં સૈનિકોની જરૂર પડવાની હતી,[૩૫] ઉત્તુંગ શિખરો અને વિષમ ઠંડી તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાની હતી.[૩૬]

પાકિસ્તાની નિયંત્રણ હેઠળના સ્કર્દુથી કારગિલ માત્ર 173 કિમી (107 માઇલ) દૂર છે, જે પાકિસ્તાની લડવૈયાઓને લોજિસ્ટિક અને આર્ટિલરી પૂરા પાડવામાં સક્ષમ હતું. કારગિલને સ્કર્દુ સાથે જોડતો રસ્તો પહેલેથી જ હતો, જે 1949માં બંધ કરવામાં આવ્યો હતો.[૩૭]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

કારગિલ શહેર વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ પછી પરિસ્થિતિ ઘણા સમય સુધી શાંત હતી, સામસામેના સશસ્ત્ર સંઘર્ષ પ્રમાણમાં ખુબ ઓછા હતા. આમ છતાં જયારે 1980ના દશકામાં બંને દેશોએ સિઆચેન હિમનદી વિસ્તારમાં કબ્જો મેળવવા તેની આજુબાજુની પર્વતમાળા પર લશ્કરી ચોકીઓ સ્થાપવાનું શરુ કર્યું ત્યારે લશ્કરી અથડામણ થઇ હતી.[૩૮] 1990ના દશકામાં જયારે કાશ્મીરમાં ભાગલાવાદી પ્રવુત્તિઓ થઇ, જેમાંની કેટલીક પાકિસ્તાન પ્રેરિત હતી,[૩૯][૪૦][૪૧][૪૨][૪૩][૪૪][૪૫] ત્યારબાદ 1998માં બંને દેશોએ પરમાણુ પરીક્ષણો કર્યા, આ તમામ પ્રવૃત્તિઓએ બંને દેશો વચ્ચેનો તણાવ વધાર્યો અને યુદ્ધની સંભાવનાઓ વધી. પરિસ્થિતિને સુધારવા બંને દેશોએ 1999માં લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શાંતિપૂર્ણ અને દ્વિપક્ષીય રીતે લાવવાનું વચન આપ્યું.

1998–1999ના શિયાળા દરમિયાન, પાકિસ્તાની સશસ્ત્ર દળના કેટલાક તત્વો છૂપી રીતે પાકિસ્તાની સૈનિકો અને અર્ધસૈનિક દળોને તાલીમ આપી રહ્યા હતા અને કેટલાકને મુજોહિદ્દીનોના વેશમાં એલઓસી પાર કરાવીને ભારતીય બાજુએ આવેલા પ્રદેશમાં મોકલ્યા હતા. ઘૂસણખોરીના આ ઓપરેશનનું કોડનેમ "ઓપરેશન બદર" હતું,[૪૬][૪૭][૪૮] ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનું જોડાણ કાપી નાખવાનો હતો, તેમ કરવાથી વિખુટા પડતા ભારતીય દળો સિઆચેનમાંથી પીછેહઠ કરી લે, અને છેવટે ભારતને કાશ્મીરના મુદ્દા પર વાટાઘાટો કરવા દબાવ લાવી શકાય. પાકિસ્તાનનું માનવું એમ પણ હતું કે આ વિસ્તારમાં આવતા કોઈ પણ તણાવ કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવશે, જેનાથી ઝડપી નિવારણ લાવવામાં મદદ મળશે. બીજો ધ્યેય એ પણ હતો કે આનાથી કાશ્મીરના દાયકાઓથી ચાલતા બળવાઓને વેગ મળશે.

પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝ અને ત્યારબાદ આઈએસઆઈ એનાલિસિસ વિંગના વડાએ પુષ્ટિ કરી છે કે કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા પાકિસ્તાનના સૈન્યના નિયમિત સૈનિકો હતા કોઈ મુજાહિદ્દીન નહિ.[૪૯] લેફ્ટનન્ટ જનરલ અઝીઝે જાન્યુઆરી, 2013 માં ધ નેશન દૈનિકમાં છપાયેલા તેમના લેખમાં લખ્યું "ત્યાં કોઈ મુજાહિદ્દીન ન હતા, ઝીલેલા વાયરલેસ સંદેશા કોઈને મૂર્ખ ન બનાવી શક્યા, આપણા સૈનિકો હાથમાં હથિયારો અને દારૂગોળો લઈને વેરાન પર્વતમાળા કબ્જે કરવા ગયા હતા".[૫૦]

કેટલાક લેખકોનું અનુમાન એવું પણ છે કે ઓપરેશનનો ઉદ્દેશ 1984 માં ભારતના ઓપરેશન મેઘદૂતનો બદલો લેવા માટેનો હોઈ શકે જેમાં ભારતે સિઆચેન ગ્લેશિયરનો લગભગ તમામ ભાગ કબજે કર્યો હતો.[૫૧]

ભારતના તત્કાલીન સૈન્ય પ્રમુખ વેદપ્રકાશ મલિક અને ઘણા વિદ્વાનોના જણાવ્યા મુજબ,[૫૨][૫૩]લોજિસ્ટિક, સપ્લાય માર્ગોના નિર્માણ સહિતનું પૂર્વ આયોજન યોજના ઘણા સમય અગાઉ હાથ ધરવામાં આવ્યું હતું. 1980 અને 1990 ના દાયકામાં ઘણા પ્રસંગોએ, પાકિસ્તાની સેનાએ નેતાઓને (ઝિયા ઉલ હક અને બેનઝિર ભુટ્ટો) કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી માટેના આવાજ સમાન પ્રસ્તાવો આપ્યા હતા, પરંતુ આ યોજનાઓ બે દેશો વચ્ચે એક ભીષણ યુદ્ધ નોતરી લાવશે એવી બીકે પડતી મુકવામાં આવી હતી.[૫૪][૫૫][૫૬]

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, ઓક્ટોબર 1998 માં પરવેઝ મુશર્રફને સેનાના ચીફ તરીકે નિયુક્ત થયા પછી તરત જ હુમલાની બ્લુપ્રિન્ટ ફરીથી સક્રિય થઈ હતી.[૪૬][૫૭] યુદ્ધની સમાપ્તિ પછી, કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન રહેલા નવાઝ શરીફે દાવો કર્યો હતો કે તેઓ આ યોજનાઓથી અજાણ હતા, અને તેમને પહેલી વાર આ પરિસ્થિતિ અંગેની જાણ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અનપેક્ષિત ફોન કોલ દ્વારા મળી.[૫૮] શરીફે મુશર્રફને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા અને "તેમનાં બે અથવા ત્રણ જાણી દોસ્તો",[૫૯] કેટલાક પાકિસ્તાની લેખકોના મત અનુસાર મુશર્રફ સહિત ફક્ત ચાર જનરલોને આ યોજના અંગેની જાણકારી હતી.[૫૪][૬૦] જોકે મુશર્રફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે શરીફને 20 ફેબ્રુઆરીએ વાજપેયીની લાહોરની યાત્રાના 15 દિવસ અગાઉ કારગિલ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.[૬૧]

યુદ્ધની પ્રગતિ[ફેરફાર કરો]

તારીખ (1999) ઘટના[૬૨][૬૩]
3 મે સ્થાનિક ભરવાડ દ્વારા કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરીની જાણ.
5 મે ભારતીય સૈન્યની પેટ્રોલીંગ ટીમ રવાના કરાઈ; પાંચ ભારતીય સૈનિકને બંદી બનાવવામાં આવ્યા, ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાયા,
9 મે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલ ભારે તોપમારામાં કારગિલ ખાતેનો દારૂગોળાનો ભંડાર નુકસાન પામ્યો.
10 મે સૌપ્રથમ દ્રાસ, કાકસર અને મુશકોહ સેક્ટરમાં ઘુસણખોરી ધ્યાનમાં આવી.
મધ્ય મે ભારતીય સેનાએ વધુ સૈનિકો કાશ્મીર ખીણથી કારગિલ રવાના કર્યા.
26 મે ઘૂસણખોરો પર ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા કર્યા.
27 મે ભારતીય વાયુસેનાના બે મિગ-21 અને એક મિગ-27 વિમાનોને પાકિસ્તાની સૈન્યની એર ડિફેન્સ કોર્પે એન્ઝા એમકે-2(ખભે રાખીને દાગી શકાતી મિસાઈલ) વડે તોડી પાડ્યા;[૬૪] ફ્લાઇટ લેફટનન્ટ કંબામ્પતી નચિકેતાને યુદ્ધકેદી તરીકે બંદી બનાવ્યા
28 મે ભારતીય વાયુસેનાનું મી-17 હેલીકૉપટર પાડવામાં આવ્યું; ચાર યાત્રિકો મૃત્યુ પામ્યા.
1 જૂન પાકિસ્તાને હુમલાઓ વધાર્યા; એનએચ-1 પાર તોપગોળા દાગ્યા.
5 જૂન ભારતીય સેનાએ પાકિસ્તાનની સંડોવણી સૂચવતા ત્રણ પાકિસ્તાની સૈનિકો પાસેથી હસ્તગત કરેલા દસ્તાવેજો પ્રકાશિત કર્યા.
6 જૂન ભારતીય સેનાએ કારગિલમાં મોટા આક્રમણની શરૂઆત કરી.
9 જૂન ભારતીય સેનાએ બટાલિક ક્ષેત્રે બે મુખ્ય શિખરો ફરીથી કબજે કર્યા.
11 જૂન ભારતે પાકિસ્તાનની સેનાની સંડોવણી સૂચવતી વાતચીત જાહેર કરી, જે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ (ત્યારે ચીનની મુલાકાતે હતા) અને ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફટન્ટ જનરલ અઝીઝ ખાન(રાવલપિંડી ખાતે) વચ્ચે થઇ હતી અને ભારતે આંતરી હતી.
13 જૂન ભારતીય સેનાએ દ્રાસ ખાતેનું તોલોલીંગ કબ્જે કયું
15 જૂન યુ.એસ.ના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટેલિફોનિક વાતચીતમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને કારગિલ છોડવા ફરજ પાડી.
29 જૂન પાકિસ્તાની સેનાની ખાદ્યસામગ્રી અને શસ્ત્રોની સપ્લાય લાઇન તેમના જ વડાપ્રધાને કાપી નંખાવી, જેથી તેઓએ પીછેહઠ કરી અને ભારતીય સેના ટાઇગર હિલ તરફ આગળ વધી.
2 જુલાઈ ભારતીય સેનાએ કારગિલમાં ત્રિપક્ષી હુમલો કર્યો.
4 જુલાઈ ભારતીય સેનાએ 11 કલાકની લડત બાદ ટાઇગર હિલ પર કબજો કર્યો.
5 જુલાઈ ભારતીય સેનાએ દ્રાસ સર કર્યું. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ક્લિન્ટન સાથેની મુલાકાત બાદ કારગિલથી પાકિસ્તાની સેનાની વાપસીની ઘોષણા કરી.
7 જુલાઈ બટાલિકમાં ભારતે જુબાર હાઇટ્સ પર કબજો કર્યો.
11 જુલાઈ પાકિસ્તાની સેનાએ વાપસી શરુ કરી, બટાલિકમાં ભારતે મુખ્ય શિખરો કબજે કર્યા.
14 જુલાઈ ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયને સફળ જાહેર કર્યું. સરકારે પાકિસ્તાન સાથે વાતચીત માટે શરતો નક્કી કરી.
26 જુલાઈ કારગિલ સંઘર્ષનો સત્તાવાર અંત આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને સંપૂર્ણ રીતે હાંકી કાઢ્યાની ઘોષણા કરી.

કારગિલ યુદ્ધના ત્રણ મુખ્ય તબક્કાઓ હતા. પ્રથમ તબબકામાં પાકિસ્તાને કાશ્મીરના ભારતીય નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થળો પર કબજો કરી લીધો, જેથી એનએચ-1 પાકિસ્તાની આર્ટિલરી ફાયરની મર્યાદામાં આવી ગયો. આગલા તબક્કામાં ભારતે ઘૂસણખોરોને શોધ્યા અને તેનો જવાબ આપવા માટે સૈન્ય દળો એકત્રિત કર્યા. અંતિમ તબક્કામાં ભારત અને પાકિસ્તાનના સૈન્યો વચ્ચે થયેલી મોટી લડાઈઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતે પાકિસ્તાન સૈન્ય દ્વારા કબ્જે કરાયેલો મોટા ભાગનો પ્રદેશ[૬૫][૬૬] પાછો મેળવ્યો અને છેવટે આંતરરાષ્ટ્રીય દબાવને લીધે પાકિસ્તાને તેનું સૈન્ય એલઓસીની પાછળની તરફ બોલાવી લીધું.

પાકિસ્તાન દ્વારા કબજો[ફેરફાર કરો]

ઘૂસણખોરી અને લશ્કરી જમાવટ.

ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન ભૂમિદળે એલઓસીની ભારતીય બાજુએ આવેલી કેટલીક ચોકીઓ કબજે કરવા સૈન્ય મોકલ્યું.[૬૭] ચુનંદા સ્પેશ્યલ સર્વિસીસ ગ્રુપના જવાનો તેમજ નોર્થન લાઇટ ઇન્ફન્ટ્રીની(અર્ધલશ્કરી દળ, જે તે સમયે નિયમિત પાકિસ્તાની સૈન્યનો ભાગ ન હતું) ચારથી-સાત બટાલિયને[૬૮][૬૯]છુપી રીતે ભારતીય નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ઘુસી 132 અનુકૂળ સ્થાને બેઝ સ્થાપિત કર્યા.[૭૦] કેટલાક અહેવાલો અનુસાર આ પાકિસ્તાની દળોને કાશ્મીરી ગેરીલાઓ અને અફઘાન ભાડૂતીઓનું સમર્થન હતું.[૭૧] જનરલ વેદ મલિકના જણાવ્યા મુજબ, મોટા ભાગની ઘૂસણખોરી એપ્રિલમાં થઇ હતી.[૭૨]

મુશ્કોહ ખીણ નજીકની ઊંચાઈઓ પર, દ્રાસમાં માર્પો લા પાસે, કાકસરમાં કારગિલ પાસે, બટાલિક ક્ષેત્રમાં સિંધુ નદીની પૂર્વમાં, ચોરબાતલા સેક્ટરની ઉંચાઈઓમાં કે જ્યાંથી એલઓસી ઉત્તર તરફ વળાંક લે છે અને સિઆચેન વિસ્તારની દક્ષિણના તુર્રતોક સેક્ટરમાં પાકિસ્તાને ઘૂસણખોરી કરી હતી.

ભારતે ઘુસણખોરોને શોધી કાઢ્યા અને એકત્રિત થયા[ફેરફાર કરો]

શરૂઆતમાં ઘણા કારણોસર ઘુસણખોરોની ભાળ ન મળી. અમુક વિસ્તારોમાં ચોકિયાત-ટુકડી મોકલાઈ ન હતી તો અમુક વિસ્તારોમાં પાકિસ્તાને ભીષણ તોપમારો ચલાવીને ઘુસણખોરોને રક્ષણ આપ્યું. પરંતુ મે ના બીજા અઠવાડિયામાં સ્થાનિક ભરવાડના સૂચન અનુસાર શોધખોળ પર ગયેલી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડીએ બટાલિક ક્ષેત્રના ઘુસણખોરોનો પર્દાફાશ કર્યો.[૭૩] શરૂઆતમાં ઘુસણખોરો તથા તેમની સંખ્યાની વધુ જાણકારીના અભાવે ભારતીય દળોએ માન્યું કે આ ઘૂસણખોરો જિહાદી છે, અને દાવો કર્યો કે તેઓ થોડાક જ દિવસોમાં તેમને હાંકી કાઢશે. પરંતુ ત્યારબાદ એલઓસીની પાસે અન્ય સ્થળોએ ઘૂસણખોરોની ઉપસ્થિતિ, ઘૂસણખોરોએ અપનાવેલી અલગ રણનીતી વગેરેથી ભારતીય સેનાને ખ્યાલ આવ્યો કે લડાઈની યોજના ઘણા મોટાપાયાની છે. ઘૂસણખોરો દ્વારા આંચકી લેવાયેલ કુલ વિસ્તારને સામાન્ય રીતે 130 થી 200 ચોરસ કિમી (50 થી 80 ચોરસ માઇલ) વચ્ચેનો માનવામાં આવે છે.[૬૦][૬૮][૭૪]

ભારત સરકારે તેનો જવાબ ઓપરેશન વિજય થકી આપ્યો, જેમાં 200,000 ભારતીય સૈનિકો એકત્રિત કરાયા; પરંતુ ભૃપુષ્ઠની પ્રકૃતિને કારણે ડિવિઝન અને કોર્પ સ્તરના મોટા ઓપરેશનો અમલમાં ન મૂકી શકાયા, મોટાભાગની લડત બ્રિગેડ કે બટાલિયન સ્તરે લડાઈ. અસલમાં તો ભારતીય ભૂમિદળની બે ડિવિઝન[૭૫](20,000 સૈનિકો), વધુમાં કેટલાક હજાર અર્ધલશ્કરી દળો અને ભારતીય વાયુસેનાને યુદ્ધમોરચે તૈનાત કરાયા હતા. કારગિલ-દ્રાસ સેક્ટરના તમામ સૈન્ય ઓપરેશનમાં જોડાયેલા ભારતીય સૈનિકોની કુલ સંખ્યા 30,000 ની નજીક હતી. લોજીસ્ટીકલ બેકઅપ આપનારા લોકોને ગણીને ઘુસણખોરોની સંખ્યા યુદ્ધની ચરમસીમા વખતે 5,000 અંદાજવામાં આવે છે.[૨૪][૬૦][૭૧] આ આંકડામાં પાકિસ્તાન સંચાલિત કાશ્મીરથી વધારાનો આર્ટિલરી ટેકો પૂરો પાડતા સૈનિકોનો પણ સમાવેશ છે.

26 મે ના રોજ ભારતીય વાયુસેનાએ ભારતીય ભૂમિસેનાના એકત્રીકરણને સહયોગ આપવા ઓપરેશન સફેદ સાગર શરુ કર્યું. યુદ્ધ અનિચ્છનીય ગંભીર સ્વરૂપ ન પકડે માટે, 25 મે ના રોજ ભારત સરકારે વાયુસેનાને માત્ર માર્યાદિત પાવર વાપરવાની મંજૂરી આપી, સાથે ફરમાન કર્યું કે કોઈપણ સંજોગોમાં લડાકુ વિમાનો એલઓસી પાર ન કરે.[૭૬] દુનિયામાં સૌપ્રથમ વખત આટલી ઊંચાઈએ વાયુયુદ્ધ ખેલાયું હતું, જેમાં લક્ષ્યાંકોની ઊંચાઈ 6-18,000 એએમએસએલની વચ્ચે હતી. આ ઉત્તુંગ ઊંચાઈએ ત્રાસદાયક પવન રોકેટ, ડમ્બ બૉમ્બ(વિમાનમાંથી મુક્ત પતન કરાવાતા બૉમ્બ) તથા લેસર ગાઇડેડ બૉમ્બના પ્રક્ષેપિત માર્ગને ખલેલ પહોંચાડતો હતો. સામેની તરફથી પાકિસ્તાનની વાયુસેનાએ કોઈ જવાબી કાર્યવાહી ન કરી, પરિણામે ભારતીય વાયુસેનાએ મુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યા.[૭૭][૭૮] ભારતીય વાયુસેનાનુ સંપૂર્ણ આકાશ પર પ્રભુત્વ હતું, જેને લીધે પાઈલટોને ફાયરિંગ ટેક્નિક, નિશાન સાધવાના સૂચકાંકો વગેરેનુ માપાંકન કરવા પૂરતો સમય મળ્યો, જેનાથી ઊંચાઈ પરના હવાઇયુદ્ધની અસરકારકતા વધી. ખરાબ હવામાન અને રેન્જની મર્યાદાએ વારંવાર બૉમ્બની વહનક્ષમતા અને વાપરી શકાતી હવાઇપટ્ટીઓની સંખ્યા ઘટાડી, મિરાજ-2000 વિમાનોમાં આ તકલીફ નહોતી, જોકે તેના મિશનો 30 મે પછી આરંભાયા.[૭૯]

દરિયાઈ કાર્યવાહી[ફેરફાર કરો]

ભારતીય નૌસેના ઓપરેશન તલવાર અંતર્ગત દરિયાઈ સપ્લાય માર્ગો કાપી નાખવા માટે પાકિસ્તાની બંદરોની (મુખ્યત્વે કરાંચી બંદરની)[૮૦] નાકાબંધી કરવા પણ તૈયાર હતી.[૮૧][૮૨][૮૩][૮૪] ભારતીય નૌકાદળનો પશ્ચિમ અને પૂર્વી બેડો ઉત્તર અરબી સમુદ્રમાં જોડાયો અને આક્રમક પેટ્રોલિંગ શરૂ કર્યું, અને પાકિસ્તાનનો સમુદ્રી વેપારને કાપી નાખવાની ચીમકી આપી, આનાથી દરિયાઈ માર્ગો પર આધારિત પાકિસ્તાનની તેલ અને વેપારની આવનજાવન નાજુક સ્થિતિમાં મુકાઈ.[૮૫] બાદમાં, પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન, નવાઝ શરીફે કહ્યું હતું કે, જો ફૂલ-સ્કેલ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તો પાકિસ્તાન પાસે પોતાને ટકાવી રાખવા માટે ફક્ત છ દિવસનું બળતણ બાકી રહ્યું હતું.[૨૪][૮૬][૮૭][૮૮]

ભારત પાકિસ્તાની હોદ્દા પર હુમલો કરે છે[ફેરફાર કરો]

કાશ્મીરનો પ્રદેશ સાગરસપાટીથી ઘણી ઊંચાઈ પર આવેલો છે અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે, અહીંના શ્રેષ્ઠ એવા શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગને (એનએચ-1) પણ ફક્ત બે જ લેન છે. ઉબડખાબડ પ્રદેશ અને સાંકડા રસ્તાને કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો, ઊંચાઈ પર પાતળી હવાને કારણે વિમાનોની બોજવહન ક્ષમતા પણ ઘટી જતી હતી, માટે એનએચ-1 (જે ભાગ પાકિસ્તાની આક્રમણ હેઠળ હતો) ને સાચવાવું ભારત માટે અત્યંત મહત્વનું હતું, 130થી વધુ નિરીક્ષણ ચોકીઓ પાર છુપી રીતે કબ્જો મેળવીને ગોઠવાયેલા પાકિસ્તાની સૈનિકો એનએચ-1 ને બહુ ચોકસાઈ પૂર્વક અવલોકી શકતા હતા અને તોપગોળા વરસાવી શકતા હતા, જેનાથી ભારતને ભારે જાનહાની થતી હતી.[૮૯] ભારતીય સૈન્ય માટે આ એક ગંભીર સમસ્યા હતી કારણ કે હાઇવે મુખ્ય લોજિસ્ટિક અને સપ્લાય માર્ગ હતો.[૯૦] જોકે લેહ જવા માટે હિમાચલ પ્રદેશથી લેહ-મનાલી ધોરીમાર્ગ ઉપલબ્ધ હતો, છતાં પાકિસ્તાનના એનએચ-1 પરના તોપમારાને લીધે લેહ છૂટું પડી જાય એવો ભય હતો.

કારગિલ યુદ્ધ જીત્યા બાદ ભારતીય સૈનિકો

ઘૂસણખોરો, નાના હથિયારો અને ગ્રેનેડ લોન્ચરો ઉપરાંત, મોર્ટાર, તોપખાના અને એન્ટી એરક્રાફ્ટ ગન (વિમાન વિરોધી તોપો) વડે સજ્જ હતા.[૯૧] એક આઈસીબીએલના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાને ચોકીઓને માઇન્સ બિછાવીને સુરક્ષિત બનાવી હતી, ભારતે પાછળથી એમ પણ જણાવ્યું કે 8,000 એન્ટી-પર્સનલ માઇન્સ હસ્તગત કરાઈ હતી.[૯૨] પાકિસ્તાન જાસૂસી માટે અમેરિકાએ સપ્લાય કરેલા AN/TPQ-36 ફાયરફાઈન્ડર રડાર અને માનવરહિત વિમાનો વાપરતું હતું. [૯૩] ભારતે પ્રારંભિક હુમલો એનએચ-1 હાઇવે પાસે આવેલી ટેકરીઓ કબજે કરવા માટે કર્યો, તથા કારગિલ નજીક ધોરીમાર્ગની અડીને આવેલા પ્રદેશોને અગ્રીમતા આપી. મોટાભાગની ચોકીઓ ધોરીમાર્ગને નિકટવર્તી હતી, માટે ત્યાં ફરીથી કબજો મેળવવાથી ધોરીમાર્ગની સુરક્ષા વધતી હતી અને સાથોસાથ ગુમાવેલો પ્રદેશ પણ હસ્તગત થતો હતો, આ ધોરીમાર્ગનું રક્ષણ કરવું તથા આગળ અને આગળની ચોકીઓ કબજે કરવી એ જ આ સમગ્ર યુદ્ધનો હેતુ રહ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Praagh, David Van (2003). The Greater Game: India's Race with Destiny and China. McGill-Queen's Press. પાનું 253. ISBN 978-0773526396. By then, India had won decisively in the mountains of Kashmir.
 2. MacDonald, Myra (2017). Defeat is an Orphan: How Pakistan Lost the Great South Asian War. Oxford University Press. પાનાઓ 27, 53, 64, 66. ISBN 978-1-84904-858-3. p. 27: It was not so much that India won the Great South Asian War but that Pakistan lost it.
  p. 53: The story of the Kargil War—Pakistan's biggest defeat by India since 1971—is one that goes to the heart of why it lost the Great South Asian War.
  p. 64: Afterwards, Musharraf and his supporters would claim that Pakistan won the war militarily and lost it diplomatically. In reality, the military and diplomatic tides turned against Pakistan in tandem.
  p. 66: For all its bravado, Pakistan had failed to secure even one inch of land.
  Less than a year after declaring itself a nuclear-armed power, Pakistan had been humiliated diplomatically and militarily.
 3. Lavoy, Peter René, સંપાદક (2009). Asymmetric Warfare in South Asia: The Causes and Consequences of the Kargil Conflict. Cambridge University Press. પાનું 180. ISBN 978-0-521-76721-7. The false optimism of the architects of the Kargil intrusion, colored by the illusion of a cheap victory, was not only the main driver of the operation, and hence the crisis, it also was the cause of Pakistan's most damaging military defeat since the loss of East Pakistan in December 1971.
 4. Dettman, Paul R. (2001). India Changes Course: Golden Jubilee to Millennium. Greenwood Publishing Group. પાનાઓ 130, 131, 140, 177. ISBN 978-0-275-97308-7. p. 130: the BJP could go to the people as the party that had undergirded India's victory over Pakistan in the Kargil 'war'.
  p. 131: Another of India's institutions that had benefited from India's victory in the Kargil war was its military establishment.
  p. 140: He went on to take credit for the conduct of a "war" effort that had led to a diplomatic as well as a military victory.
  p. 177: For India, Vajpayee had led the military and diplomatic effort that had won the Kargil "war." For the world, he had done so while keeping India's armed forces on their own side of the LOC in Kashmir and he had prevented the outbreak of a multi-front general war with Pakistan.
 5. Perkovich, George (2002). India's Nuclear Bomb: The Impact on Global Proliferation. University of California Press. પાનું 479. ISBN 978-0-520-23210-5. The Kargil war ended as had previous wars, with an Indian victory.
 6. Chakraborty, A. K. "Kargil War Brings into Sharp Focus India's Commitment to Peace". Press Information Bureau, Government of India. મેળવેલ 23 May 2014. CS1 maint: discouraged parameter (link)
 7. "Breakdown of casualties into Officers, JCOs, and Other Ranks". Parliament of India Website. મૂળ માંથી 2 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 8. "Complete Roll of Honour of Indian Army's Killed in Action during Op Vijay". Indian Army. મૂળ માંથી 22 December 2007 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 9. "Official statement giving breakdown of wounded personnel". Parliament of India Website. મૂળ માંથી 16 February 2008 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 10. http://newsd.in/iaf-pilot-nachiketa-kargil-war-hero-who-was-caught-tortured-yet-returned-with-raised-head/
 11. "Musharraf claims Kargil was a big success militarily for Pakistan". Greater Kashmir. 1 February 2013. મૂળ માંથી 29 May 2013 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2013. CS1 maint: discouraged parameter (link)
 12. ૧૨.૦ ૧૨.૧ Tavares, Rodrigo (2006). Understanding Regional Peace and Security. Göteborg University. પાનું 297. ISBN 978-9187380679. the US State Department quoted the Pakistani military casualties at 700, but according to the then PM Nawaz Sharif (quoted in Gulf News, February 2002), the entire Northern Light Infantry of Pakistan was wiped out during the conflict claiming 2,700 lives.
 13. "Pak quietly names 453 men killed in Kargil war". 18 November 2010. મેળવેલ 6 April 2013. CS1 maint: discouraged parameter (link)
 14. "Pakistan Army admits to Kargil martyrs". NDTV. મેળવેલ 19 November 2010. CS1 maint: discouraged parameter (link)
 15. "Musharraf now has Pak's Kargil toll: 357". Indian Express. 7 October 2006. મેળવેલ 2 February 2013. CS1 maint: discouraged parameter (link)
 16. "Kargil probe body had sought Musharraf's court martial". thenews.com. મેળવેલ 2 February 2013. CS1 maint: discouraged parameter (link)
 17. "Over 4,000 soldiers killed in Kargil: Sharif". The Hindu. મેળવેલ 17 January 2013. CS1 maint: discouraged parameter (link)
 18. Malik, V.P. (2006). Kargil from Surprise to Victory. HarperCollins. પાનું 342. ISBN 978-8172236359. According to our intelligence estimates, their Army suffered over 737 casualties, primarily due to our artillery fire.
 19. Pubby, Manu (19 November 2010). "Kargil: Pak suffered most casualties at Batalik". The Indian Express. મેળવેલ 27 June 2018. Indian records say a total of 249 bodies of Pakistani soldiers were recovered during the battle but estimates of total enemy casualties is put around 1000–1200. CS1 maint: discouraged parameter (link)
 20. Kanwal, Gurmeet (2009). "Pakistan's Strategic Blunder at Kargil" (PDF). CLAWS Journal: 72. મેળવેલ 27 June 2018. The army recovered 249 dead bodies of Pakistani regular soldiers from the area of operations in Kargil; 244 dead bodies were buried as per military norms with religious rites; five bodies were accepted by Pakistan and taken back CS1 maint: discouraged parameter (link)
 21. "How artillery changed the tide of the Kargil war". The Economic Times. 25 July 2017. મેળવેલ 27 June 2018. CS1 maint: discouraged parameter (link)
 22. It is also sometimes referred to as Operation Vijay Kargil so as to distinguish it from Operation Vijay, the operation by the military of India that led to the capture of Goa, Daman and Diu and Anjidiv Islands.
 23. http://>.nic.in/content/op-safed-sagar
 24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ ૨૪.૩ "1999 Kargil Conflict". GlobalSecurity.org. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 25. Tom Clancy; Tony Zinni; Tony Koltz (2004). Battle Ready. Grosset & Dunlap. ISBN 0-399-15176-1.
 26. "Pak commander blows the lid on Islamabad's Kargil plot". 12 June 2009. મેળવેલ 13 June 2009.
 27. "Sharif admits he let down Vajpayee on Kargil conflict". The Hindu. Chennai, India. 10 September 2007. મેળવેલ 3 January 2017.
 28. Nawaz, Shuja, Crossed Swords: Pakistan, Its Army, and the Wars Within, p. 420 (2007)
 29. Hussain, Javed (21 October 2006). "Kargil: what might have happened". Dawn. મૂળ માંથી 2 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009.
 30. Cheema, Pervaiz Iqbal (2003). The Armed Forces of Pakistan. Allen & Unwin. પાનું 4. ISBN 1-86508-119-1.
 31. "Profile of Kargil District" Archived 18 May 2009 at the Wayback Machine., Official website of Kargil District
 32. "Climate & Soil conditions". Official website of Kargil District. મૂળ માંથી 10 April 2009 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
 33. "War in Kargil – The CCC's summary on the war" (PDF). મૂળ (PDF) માંથી 27 March 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 34. Chandran, Suba (2004). "Limited War with Pakistan: Will It Secure India's Interests?". ACDIS Occasional Paper. Program in Arms Control, Disarmament, and International Security (ACDIS), University of Illinois. મૂળ માંથી 5 July 2010 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 35. Against the "accepted 3:1 ratio for attacking troops vs defending troops", the ratio over mountain terrain is estimated at 6:1. "Men At War" Archived 6 December 2008 at the Wayback Machine., India Today
 36. Acosta, Marcus P., CPT, U.S. Army, "High Altitude Warfare: The Kargil Conflict & the Future" Archived 28 November 2007 at the Wayback Machine., June 2003. Alternate Link
 37. "Kargil-Skardu Road: Only Connect". Greater Kashmir. 24 May 2015.
 38. "The Coldest War". Outside Magazine. મૂળ માંથી 2 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 39. "Pervez Musharraf admits Pakistan nurtured terrorism". The Free Press Journal. 28 October 2015. મૂળ માંથી 29 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 3 November 2015.
 40. "Pak backed terror groups like LeT to fan militancy: Musharraf". Business Standard. 28 October 2015. મેળવેલ 3 November 2015.
 41. "Pakistan Supported, Trained Terror Groups Like LeT to Fan Militancy: Pervez Musharraf". 28 October 2015. મેળવેલ 3 November 2015.
 42. "Pakistan trained terrorists against India: Pervez Musharraf". India Today. 27 October 2015. મેળવેલ 3 November 2015.
 43. "Pakistan Supported, Trained Terror Groups: Pervez Musharraf". NDTV. 28 October 2015. મેળવેલ 3 November 2015.
 44. "Pervez Musharraf's confession on Pakistan terror groups: Truth finally out, say Indian political parties". DNA India. 28 October 2015. મેળવેલ 3 November 2015.
 45. "Musharraf equates Bal Thackeray with Hafiz Saeed". The Times of India. 28 October 2015. મેળવેલ 3 November 2015.
 46. ૪૬.૦ ૪૬.૧ "Kargil: where defence met diplomacy" Archived 16 December 2012 at the Wayback Machine., India's then Chief of Army Staff VP Malik, expressing his views on Operation Vijay. Hosted on Daily Times
 47. Vikas Kapur and Vipin Narang, "The Fate of Kashmir", Stanford Journal of International Relations
 48. "Book review of The Indian Army: A Brief History by Maj Gen Ian Cardozo" Archived 8 January 2009 at the Wayback Machine., Hosted on IPCS
 49. "No mujahideen, our soldiers took part in Kargil: Pak ex-Gen". The Tribune (Online Edition). 28 January 2013. મેળવેલ 28 June 2014. CS1 maint: discouraged parameter (link)
 50. Shahid Aziz (6 January 2013). "Putting our children in line of fire". The Nation. મૂળ માંથી 13 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 28 June 2014. CS1 maint: discouraged parameter (link)
 51. Robert G. Wirsing (2003). Kashmir in the Shadow of War: regional rivalries in a nuclear age. M.E. Sharpe. પાનું 38. ISBN 0-7656-1090-6.
 52. Ludra, Kuldip S. (2001). Operation Badr:Mussharef's contribution to Pakistan's thousand years war against India. Institute for Strategic Research and Analysis Chandigarh.
 53. Low Intensity Conflicts in India By Vivek Chadha, United Service Institution of India Published by SAGE, 2005, ISBN 0-7619-3325-5
 54. ૫૪.૦ ૫૪.૧ Hassan Abbas (2004). Pakistan's Drift into Extremism: Allah, the Army, and America's War on Terror. M.E. Sharpe. ISBN 0-7656-1497-9.
 55. Musharraf advised against Kargil, says Benazir, 'Musharraf planned Kargil when I was PM' : Bhutto – Previous interview to Hindustan Times, 30 November 2001.
 56. Nawaz, Shuja (2008). Crossed Swords: Pakistan, Its Army, and the Wars Within. Oxford: Oxford University Press. ISBN 978-0195476972.
 57. Kapur, S. Paul (2007). Dangerous Deterrent. Stanford University Press. પાનું 118. ISBN 978-0-8047-5550-4.
 58. "Nawaz blames Musharraf for Kargil". The Times of India. 28 May 2006. મેળવેલ 20 May 2009.
 59. "I learnt about Kargil from Vajpayee, says Nawaz". Dawn. 29 May 2006. મૂળ માંથી 27 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 29 May 2006.
 60. ૬૦.૦ ૬૦.૧ ૬૦.૨ Qadir, Shaukat (April 2002). "An Analysis of the Kargil Conflict 1999" (PDF). RUSI Journal. મૂળ (PDF) માંથી 27 March 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 61. "Kargil planned before Vajpayee's visit: Musharraf". Indian Express. 13 July 2006. મૂળ માંથી 2 January 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 62. "Factfile". The Tribune (Chandigarh). 26 July 2011.
 63. "Kargil conflict timeline". BBC News. 13 July 1999. મેળવેલ 15 June 2012.
 64. "SA-7 GRAIL". FAS. 1999-03-21. મૂળ માંથી 3 February 2009 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-09. CS1 maint: discouraged parameter (link)
 65. Ali, Tariq. "Bitter Chill of Winter". London Review of Books=. મેળવેલ 20 May 2009.
 66. Colonel Ravi Nanda (1999). Kargil: A Wake Up Call. Vedams Books. ISBN 81-7095-074-0. Online summary of the Book Archived 28 September 2007 at the Wayback Machine.
 67. "How I Started A War". Time. 12 July 1999. મેળવેલ 20 May 2009.
 68. ૬૮.૦ ૬૮.૧ Pervez Musharraf (2006). In the Line of Fire: A Memoir. Free Press. ISBN 0-7432-8344-9.
 69. "The Northern Light Infantry in the Kargil Operations". મૂળ માંથી 28 June 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link) by Ravi Rikhye 1999 August 25, 2002 – ORBAT
 70. "Guns and Glory Episode 7: 1999 Indo-Pak War in Kargil, Part 1". 18 January 2014.
 71. ૭૧.૦ ૭૧.૧ It is estimated that around 2,000 "Mujahideen" might have been involved as Musharraf stated on 6 July 1999, to Pakistan's The News; online article, Asia Times quoting the General's estimate. An Indian Major General (retd) too puts the "Number of guerrillas at 2,000", apart from the NLI Infantry Regiment.
 72. Malik, V.P. (Summer 2009), "The Kargil War: Some Reflections", CLAWS Journal, http://www.claws.in/images/journals_doc/1400824315V%20P%20Malik%20%20CJ%20SSummer%202009.pdf 
 73. "Saurabh Kalia's parents waging a lone battle to highlight war crimes". Hindu.com. મેળવેલ 15 June 2012. CS1 maint: discouraged parameter (link)
 74. "War in Kargil" Archived 27 March 2009 at the Wayback Machine. "Islamabad Playing with Fire by Praful Bidwai", The Tribune, 7 June 1999
 75. Gen VP Malik. "Lessons from Kargil". મૂળ માંથી 8 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 76. "All you need to know about Kargil War". The Economic Times.
 77. "How The IAF Dominated the Skies During Kargil War". Indian Defence News.
 78. "PAF Role in Kargil War by PAF Officer". Pakistan Defence.
 79. "The Mirage 2000 in Kargil". Bharat Rakshak.
 80. Grare, Frédéric. "The Resurgence of Baluch nationalism" (PDF). Carnegie Endowment for International Peace. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 81. "Sea Power". Force India. મૂળ માંથી 18 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
 82. Azam Khan, Cdr (Retd) Muhammad. "Exercise Seaspark – 2001". Defence Journal. મેળવેલ 17 August 2013. CS1 maint: discouraged parameter (link)
 83. "Indian Navy celebrates its silent Kargil victory". DNA India. 30 November 2005. મેળવેલ 17 August 2013.
 84. General Ashok K Mehta (5 August 2005). "The silent sentinel". Rediff. મેળવેલ 17 August 2013.
 85. General Ashok K Mehta (5 August 1999). "The silent sentinel". મેળવેલ 19 October 2014.
 86. Riedel, Bruce. Avoiding Armageddon. HarperCollins. ISBN 9350299941.
 87. Lambeth, Benjamin (2012). Airpower at 18,000': The Indian Air Force in the Kargil War (PDF). Carnegie Endowment for International Peace. પાનું 54.
 88. Hiranandani, G. M. (2009). Transition to Guardianship: The Indian Navy 1991–2000. New Delhi: Lancer Publishers. ISBN 978-1935501268.
 89. "Indian general praises Pakistani valour at Kargil". Daily Times. 5 May 2003. મૂળ માંથી 16 January 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2009. CS1 maint: discouraged parameter (link)
 90. Kashmir in the Shadow of War By Robert Wirsing Published by M.E. Sharpe, 2003 ISBN 0-7656-1090-6 p. 36
 91. "Kargil War reiterated India's supremacy over Pakistan". મેળવેલ 15 June 2012. CS1 maint: discouraged parameter (link)
 92. "Landmine monitor – India". Icbl.org. મેળવેલ 15 June 2012. CS1 maint: discouraged parameter (link)
 93. "Indian Army gets hostile weapon locating capability". webindia123.com.