કારગિલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કારગિલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા લદ્દાખ યુનિયન ટેરિટરી કારગિલ જિલ્લાનું એક નગર છે. કારગિલમાં કારગિલ જિલ્લાનું મુખ્યાલય છે.

કારગિલ લદ્દાખ યુનિયન ટેરિટરીનું એક મહત્વનું પર્યટન સ્થળ છે. આમ તો આ સ્થળ મુખ્યત્વે બૌદ્ધ પર્યટન કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. અહીંયાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના ઘણા જાણીતા મઠ આવેલા છે. આ મઠો ઉપરાંત અહીંયાં અન્ય પણ જોવાલાયક સ્થળો આવેલાં છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિનો શોખ ધરાવતા લોકો માટે પણ કારગિલ આકર્ષણનું કેન્દ્ર છે. કારગિલ જિલ્લો કાશ્મીરની ખીણના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો છે. આ સ્થળ લેહથી ૨૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ વિસ્તારમાં ૧૯૯૯માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધને કારણે કારગિલ જાણીતું બન્યું હતું.