માર્ચ ૨

વિકિપીડિયામાંથી

૨ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૪૯૮ – વાસ્કો દ ગામાનો કાફલો મોઝામ્બિક ટાપુ પર પહોંચ્યો.
  • ૧૭૯૭ – ધ બેંક ઓફ ઇંગ્લેન્ડે એક પાઉન્ડ અને બે પાઉન્ડની પ્રથમ ચલણી નોટ બહાર પાડી.
  • ૧૮૮૨ – રાણી વિક્ટોરિયા વિન્ડસરમાં રોડરિક મેકલિન દ્વારા હત્યાના પ્રયાસથી માંડ માંડ બચ્યા.
  • ૧૯૭૦ – રહોડેશિયા બ્રિટીશ તાજ સાથેનું જોડાણ તોડી પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.
  • ૧૯૭૮ – ચેક વ્લાદિમીર રેમેક અવકાશમાં જનારા પ્રથમ બિન-રશિયન અથવા બિન-અમેરિકન બન્યા.
  • ૧૯૭૮ – દિવંગત અભિનેતા ચાર્લી ચેપ્લિનની શબપેટી સ્વિટ્ઝરલેન્ડમાં તેમની કબરમાંથી ચોરી કરવામાં આવી.
  • ૧૯૯૦ – નેલ્સન મંડેલાને આફ્રિકન નેશનલ કોંગ્રેસના ઉપ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા.
  • ૧૯૯૧ – રુમાઇલા ખનીજ ક્ષેત્રની લડાઈથી ૧૯૯૧ના અખાતી યુદ્ધનો અંત આવ્યો.
  • ૧૯૯૨ – ભૂતપૂર્વ સોવિયેટ પ્રજાસત્તાક રાષ્ટ્રો આર્મેનિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, મોલ્ડોવા, સાન મરિનો, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન (સાન મરિનો સિવાય) સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
  • ૧૯૯૫ – ફર્મિલેબના સંશોધકોએ ટોપ ક્વાર્કની શોધની જાહેરાત કરી.
  • ૧૯૯૮ – ગેલિલિયો અવકાશયાનમાંથી ગુરુનો ચંદ્ર યુરોપા બરફના જાડા પોપડા હેઠળ પ્રવાહી સમુદ્ર ધરાવતો હોવાની માહિતી મોકલવામાં આવી.
  • ૨૦૦૨ – અફઘાનિસ્તાન પર યુ.એસ.નું આક્રમણ: ઓપરેશન એનાકોન્ડા શરૂ થયું. (૧૯ માર્ચના રોજ ૫૦૦ તાલિબાન અને અલ-કાયદાના લડવૈયાઓને માર્યા ગયા બાદ સમાપ્ત થયું હતું, જેમાં ૧૧ પશ્ચિમી સૈનિકો માર્યા ગયા હતા).
  • ૨૦૦૪ – ઇરાક યુદ્ધ: અલ-કાયદાએ ઇરાકમાં અશોરા હત્યાકાંડને અંજામ આપ્યો હતો, જેમાં ૧૭૦ લોકો માર્યા ગયા હતા અને ૫૦૦થી વધુ ઘાયલ થયા હતા.
  • ૨૦૧૭ – મોસ્કો, રશિયામાં એક કોન્ફરન્સમાં આવર્ત કોષ્ટકમાં મોસ્કોવિયમ, ટેનેસીન અને ઓગેનેસન તત્વો સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૦૨ – સૂર્યનારાયણ વ્યાસ, ભારતની આઝાદીના ચોક્કસ સમયનું મુહુર્ત કાઢનાર જ્યોતિષી. (અ. ૧૯૭૬)
  • ૧૯૩૩ – આનંદજી વીરજી શાહ, ભારતીય સંગીત નિર્દેશક

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]