નવાનગર રાજ્ય

વિકિપીડિયામાંથી
નવાનગર રાજ્ય
નવાનગર રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૫૪૦–૧૯૪૮
Flag of નવાનગર
Flag
Coat of arms of નવાનગર
Coat of arms

નવાનગર, બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ, ૧૯૦૯
વિસ્તાર 
• 
9,820 km2 (3,790 sq mi)
ઇતિહાસ 
• સ્થાપના
૧૫૪૦
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
આજની સ્થિતિભારતનું ગુજરાત રાજ્ય
નવાગનર (રજવાડું)
જામ રણજી, વિખ્યાત ક્રિકેટર અને નવાનગર રાજ્યના મહારાજા

નવાનગરસૌરાષ્ટ્રના ઐતિહાસિક હાલાર વિસ્તારમાં સ્થિત એક દેશી રાજ્ય હતું. તે કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલું હતું, જેનું કેન્દ્ર જામનગર હતું. તેની સ્થાપની વર્ષ ઇ.સ. ૧૫૪૦માં કરાઈ હતી, અને આ રાજ્ય ભારતની સ્વતંત્રતા સુધી અસ્તિત્વમાં હતુ. વર્ષ ૧૯૪૮માં, તેનું સત્તાવાર રીતે ભારતીય સંઘમાં જોડાણ કરવામાં આવ્યુ હતું. તેની રાજધાની નવાનગર શહેર હતી, જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.[૧]

નવાનગર રાજ્યના વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 3,791 square miles (9,820 km2) જેટલું હતું અને વર્ષ ૧૯૦૧ની જનગણના મુજબ તેની કુલ વસ્તી ૩૩૬૭૭૯ જેટલી હતી. નવાનગર રાજ્ય પર જાડેજા કુળના હિંદુ રાજાઓનું રાજ હતું, જેમને નવાનગરના જામ સાહિબ અથવા જામ સાહેબ તરીકે ઓળખવામાં આવતા હતા. નવાનગર અને કચ્છ સામ્રાજ્યના રાજાઓ એક જ વંશના હતા. બ્રિટીશ રાજના શાસન દરમિયાન નવાનગર રાજ્યને ૧૫ તોપોની સલામીનું માન આપવામાં આવતું હતું[૧]. નવાનગર રાજ્ય અંગ્રેજોના શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી અંતર્ગત આવતું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Nawanagar State". The Imperial Gazetteer of India, v. 18. Oxford Clarendon Press, London. ૧૯૦૯. પૃષ્ઠ ૪૧૯.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]