હાલાર
હાલાર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છના અખાતને અડીને નવાનગર (હાલમાં જામનગર)ની ઉત્તર-પશ્ચિમે આવેલો ઐતહાસિક વિસ્તાર છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે.[૧]
બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓનો આવેલા હતા જેમાં નવાનગર, મોરબી, ગોંડલ, વાંકાનેર, ધ્રોળ અને રાજકોટ રજવાડાંઓનો સમાવેશ થતો હતો.[૨]
૧૯૦૧માં આ વિસ્તાર ૧૯,૩૬૫ ચોરસ કિમી વિસ્તાર ધરાવતો હતો અને તેની વસ્તી ૭,૬૪,૯૯૨ વ્યક્તિઓની હતી.
સંસ્કૃતિ
[ફેરફાર કરો]જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે.
ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે ૧૫૭૪ થી ૧૬૨૨ વચ્ચે બાંધવામાં આવ્યા હતાં.[૭]
જામનગરના બાલા હનુમાન મંદિરને "રામ ધૂન" (૧ ઓગસ્ટ ૧૯૬૪થી) ના લાંબા સમય સુધી સતત જાપ કરવા માટે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સૂચિબદ્ધ કરાયું છે. ગિનીસ બુક રેકોર્ડ્સમાં જામનગરના શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટો રોટલા, જેનું વજન ૬૩.૯૯૯૯ કિગ્રા છે, નો સમાવેશ થાય છે. જે ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ બનાવવામાં આવ્યો હતો. જામનગર શહેરના ઘણાં મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે "છોટી કાશી" તરીકે પ્રખ્યાત છે.[૮]
આચાર્ય શ્રી મનહરલાલજી મહારાજશ્રી દ્વારા સ્થાપિત ગીતા વિદ્યાલયની 5 શાખાઓ અહીં આવેલી છે. જે શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ વગેરેના ઉપદેશો વડે ૮ થી ૧૮ વર્ષના બાળકોના સંતુલિત શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Jadeja Rajputs". મૂળ માંથી 2016-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-21.
- ↑ Imperial Gazetteer of India, v. 13, p. 9.