લખાણ પર જાઓ

ચરોતર

વિકિપીડિયામાંથી

ચરોતર અથવા ચરુતરગુજરાત રાજ્યના આણંદ અને ખેડા જિલ્લામાં આવેલા અમુક ગામોના સમુહરુપ ભૌગોલિક વિસ્તાર છે. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની જેમ જ ચરોતર કોઈ શાસકિય કે રાજકીય પ્રદેશ નથી. બહોળા અર્થમાં મહી અને સાબરમતી નદી વચ્ચેના રસાળ પ્રદેશને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે[૧] અને ચોક્કસ રીતે જોવા જઈએ તો વાસદ નજીકના મહીકાંઠાથી લઈને વાત્રક નદીના કાંઠે વસેલા મહેમદાવાદ સુધીનો વિસ્તાર ચરોતર કહેવાય છે[૨]. ખંભાતના અખાત વિસ્તારમાં પથરાએલો ભાલ પ્રદેશ ચરોતરને અડોઅડ આવેલો છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ચરોતર શબ્દ ચરુ+તર એમ બે શબ્દોની સંધિથી બનેલો છે, આમ ચરુતર/ચરોતરનો એક અર્થ સોનામહોરોથી છલોછલ ભરેલો ચરુ એવો થાય છે[૨], જે નામ આ પ્રદેશની ફળદ્રુપતાને કારણે પડ્યું હોઈ શકે. ભગવદ્ગોમંડલમાં તેના અર્થ સારામાં સારી જમીનનો પ્રદેશ; રસાળ રમણીય ભૂમિ; વંશપરંપરા માટે આજીવિકા ચલાવવાને અપાયેલો પ્રદેશ; ભાયાત વગેરેને આજીવિકા માટે અપાયેલી જમીન એવા પણ કરવામાં આવ્યા છે[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ સર ભગવતસિંહજી ગોહિલ (૧૯૫૧). "ચરોતર". જ્ઞાનકોશ. ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ "History of Anand District". વેબસાઇટ (અંગ્રેજીમાં). આણંદ જિલ્લા પંચાયત. ૯ મે ૨૦૧૭. મૂળ માંથી 2019-03-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.