મહી નદી

વિકિપીડિયામાંથી
મહી નદી
સ્થાન
દેશ
ભૌગોલિક લક્ષણો
સ્રોતવિંધ્યાચલ
 ⁃ સ્થાનમધ્ય પ્રદેશ
નદીનું મુખખંભાતનો અખાત, અરબી સમુદ્ર, ગુજરાત
 • સ્થાન
આણંદ જિલ્લો
લંબાઇ૫૮૦ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનસેવલિયા[૧]
 ⁃ સરેરાશ383 m3/s (13,500 cu ft/s)
 ⁃ ન્યૂનતમ0 m3/s (0 cu ft/s)
 ⁃ મહત્તમ10,887 m3/s (384,500 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેકરડ નદી, ગોમા નદી
મહી નદીનું સ્થાન અન્ય નદીઓ સાથે

મહી પશ્ચિમ ભારતમાં આવેલી એક નદી છે. તે મધ્ય પ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઇને ગુજરાતમાં દાખલ થાય છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે. તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.

મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.

મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં મહીસાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.

બંધો[ફેરફાર કરો]

બાંસવારા બંધ[ફેરફાર કરો]

મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.

કડાણા બંધ[ફેરફાર કરો]

કડાણા બંધ ૧૯૭૯ની સાલમાં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.[૨]

વણાકબોરી બંધ[ફેરફાર કરો]

વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે.[૩] આ ઉપરાંત અહીં વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર પણ આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mahi Basin Station: Sevalia". UNH/GRDC. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૩.
  2. "Narmada, Water Resources, Water Supply and Kalpsar Department- Kadana Dam". મૂળ માંથી 2016-08-06 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-26.
  3. "મહિ તબક્કો-૧ જળાશય યોજના". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]