કાળવો નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાળવો નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત

કાળવો નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓઝત નદીની એક ઉપનદી છે. આ નદી ગિરનારના ભાગરૂપ દાતારના ડુંગરની તળેટીમાંથી નીકળી જૂનાગઢ શહેરમાંથી પસાર થતી વંથલી નજીક ઓઝત નદીમાં મળી જાય છે.

આ નદીના મૂળ પાસે, દાતારના ડુંગરની તળેટીમાં, વિલિંગ્ડન ડેમ નામનો જળબંધ આવેલો છે. જેમાંથી પણ જૂનાગઢ શહેરને પાણીનો પુરવઠો આપવામાં આવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આજકાલ દૈનિક". આજકાલ દૈનિક. 10 ઓગસ્ટ 2016. Retrieved 17 જૂન 2017.