ધાતરવડી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધાતરવડી નદી
નદી

ધાતરવડી નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી એક નદી છે. આ નદી ગીરના જંગલમાંથી નીકળી રાજુલા પાસેથી પસાર થતી જાફરાબાદ આગળ અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદી અમરેલી જિલ્લાની મહત્વની નદીઓ પૈકીની એક છે. આ નદીને કિનારે રાજુલા ઉપરાંત થોરડી, ખાખબાઈ, વીજપડી વગેરે ગામો આવેલાં છે.

આ નદી પર બે બંધ બાંધવામાં આવેલા છે, જે ધાતરવડી-૧ બંધ અને ધાતરવડી-૨ બંધ તરીકે ઓળખાય છે.