કાવેરી નદી (દક્ષિણ ગુજરાત)
Appearance
કાવેરી નદી | |
---|---|
સ્થાન | |
જિલ્લો | નવસારી, સુરત |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | અંબિકા નદી |
બંધ | જૂજ ગામ |
કાવેરી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાંથી વહે છે. જો કે આ નદીનો કેટલોક ભાગ સુરત જિલ્લામાં થઈને પણ પસાર થાય છે. મહારાષ્ટ્ર રાજ્ય સાથેની ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકામાં આવેલ ટેકરીઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે.[૧] આ નદી બીલીમોરા નજીક અંબિકા નદીમાં મળી જાય છે.
આ નદી પર જૂજ ગામ નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ વાંસદા તેમ જ મહુવા તાલુકામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે. કાવેરો નદી આ નદીની ઉપનદી છે, જેનો સંગમ અનાવલ ખાતે શુકલેશ્વર મહાદેવ મંદિર પાસે આ નદીમાં થાય છે.
કાવેરી નદીના કાંઠા પર આવેલાં ગામો
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "અંબિકા નદી". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૭.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |