નવસારી જિલ્લો
નવસારી જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | નવસારી |
વિસ્તાર | |
• કુલ | ૨,૨૧૧ km2 (૮૫૪ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૩,૩૦,૭૧૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |

નવસારી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે. નવસારી આ જિલ્લાનું મુખ્યમથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]નવસારી જિલ્લાની ઉત્તરમાં સુરત જિલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ જિલ્લો આવેલા છે, જ્યારે પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે. નવસારી જિલ્લામાંથી પુર્ણા નદી, અંબિકા નદી, કાવેરી નદી, ખરેરા નદી, કોસખાડી નદી વગેરે નદીઓ પસાર થાય છે.
તાલુકાઓ
[ફેરફાર કરો]વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નવસારી જિલ્લાની વસી ૧૩,૩૦,૭૧૧ વ્યક્તિઓની છે,[૧] જે મોરિશિયસ દેશ[૨] અથવા અમેરિકાના મેઇને રાજ્યની વસ્તી જેટલી છે.[૩] વસ્તીની દ્રષ્ટિએ નવસારીનો ક્રમ ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ૩૬૬મો છે.[૧] જિલ્લાની વસ્તી ગીચતા 602 inhabitants per square kilometre (1,560/sq mi) છે.[૧] વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન ૮.૨૪% રહ્યો હતો.[૧] નવસારી જિલ્લાનો સાક્ષરતા દર ૮૪.૭૮% છે.[૧]
અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે.
રાજકારણ
[ફેરફાર કરો]વિધાન સભા બેઠકો
[ફેરફાર કરો]મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૭૪ | જલાલપોર | આર. સી. પટેલ | ભાજપ | ||
૧૭૫ | નવસારી | રાકેશ દેસાઇ | ભાજપ | ||
૧૭૬ | ગણદેવી (ST) | નરેશ પટેલ | ભાજપ | ||
૧૭૭ | વાંસદા (ST) | અનંત પટેલ | કોંગ્રેસ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧.
Mauritius 1,303,717 July 2011 est.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમબર ૨૦૧૧.
Maine 1,328,361
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)