ગણદેવી તાલુકો
Appearance
ગણદેવી તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
મુખ્ય મથક | ગણદેવી |
વસ્તી | ૨,૪૯,૨૬૪[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૭૦ ♂/♀ |
સાક્ષરતા | ૯૦.૦૧% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ગણદેવી તાલુકો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો છે. ગણદેવી આ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઈ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલીયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે. અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, જે પૈકી અહીંની હાફુસ કેરી અને ચીકુ પ્રસિદ્ધ છે.
ગણદેવી તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- સોમનાથ મંદિર (બીલીમોરા)
- અંધેશ્વર મહાદેવ (અમલસાડ)
- ગાંધીઘર (કછોલી)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gandevi Taluka Population, Religion, Caste Navsari district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-05-17 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગણદેવી તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |