કેસલી
Appearance
કેસલી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ગણદેવી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
કેસલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. કેસલી ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]કેસલી ગામ બીલીમોરાથી ચિખલી રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલા નાંદરખા ગામની ઉત્તર દિશામાં આશરે ૫ કિલોમીટરના અંતરે તેમ જ તાલુકા મથક ગણદેવીથી આશરે ૪ કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત નવસારીથી વાંસદા વાયા ગણદેવી થઈ જતા રાજ્ય ધોરી માર્ગ પર આ ગામ આવેલું છે.
કેસલી ગામ કુલ ત્રણ ફળિયામાં વહેંચાયેલું છે:
- મંદિર ફળિયું,
- પોશર ફળિયું,
- પટેલ ફળિયું
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]મંદિર ફળિયામાં રેણુકા માતા (રામબાઇ માતા)નું મંદિર આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |