બીલીમોરા

વિકિપીડિયામાંથી
બીલીમોરા
—  શહેર  —
બીલીમોરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
વસ્તી ૫૩,૧૮૭[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 4 metres (13 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

બીલીમોરા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું પશ્ચિમ રેલ્વે પર આવેલું એક મહત્વનું શહેર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બીલીમોરાનું નામ બે અલગ ગામો બીલી અને ઓરિઆમોરાનાં નામોથી બન્યું છે. અહીં આઝાદી સુધી ગાયકવાડ રાજ હતું. સોનીવાડ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસ હજુ પણ એ વાત ની સાક્ષી પૂરે છે. ગાયકવાડી શાસનકાળ દરમ્યાન બીલીમોરા એક મહત્વનુ બંદર હતું.[૨] વર્ષો પહેલાંથી અહીં નળીયાંનું ઉત્પાદન થતું તેમ જ આ નળીયાંની બંદર પરથી વહાણો દ્વારા નિકાસ કરવામાં આવતી હતી. નૌકાઓના બાંધકામ માટે પણ બીલીમોરા એક સમયે દૂર દેશાવરમાં જાણીતું હતું. ગાયકવાડી રાજના શાસન દરમ્યાન અંહીથી ઉનાઇ તેમ જ વઘઇ જતી નેરોગેજ રેલ્વેનું નિર્માણ થયું હતું. આ રેલ્વે બંદર સુધી જતી હોવાથી ડાંગના જંગલોમાંથી લાવવામાં આવેલું ઇમારતી લાકડું વહાણો દ્વારા નિકાસ થતું. એ સમયમાં બીલીમોરા ઇમારતી લાકડાંના વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

અહીં બંદર, ગંગામાતાનું મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી માતાનું મંદિર, જલારામ મંદિર, સ્મશાન ભૂમિ વગેરે જોવાલાયક સ્થળો છે. અહીં ખ્રિસ્તી દેવળ, મસ્જિદ અને દરગાહ પણ આવેલા છે. ગામમાં જૈવ વિવિધતા પરીપુર્ણ રહે તે માટે વન્યજીવ સંરક્ષણ માટે વાઈલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી નામની સંસ્થા કાર્ય કરે છે.

શિક્ષણ[ફેરફાર કરો]

  • વી.એસ. પટેલ કોલેજ
  • વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bilimora Population, Caste Data Navsari Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-03.
  2. "280 years ago, Baroda had its own Navy". The Times of India. Sep 27, 2010. મૂળ માંથી 2012-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-03.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]