છાપર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
છાપર
—  ગામ  —
છાપરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

છાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. છાપર ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામ બીલીમોરાથી અમલસાડ જતા માર્ગ ઉપર આવેલા કલમઠા ગામની પશ્ચિમ દિશામાં આવેલું છે, જે બીલીમોરા રેલ્વે સ્ટેશનથી ૭ (સાત) કિલોમીટર અને અમલસાડ રેલ્વે સ્ટેશન થી ૫ (પાંચ ) કિલોમીટર જેટલા અંતરે છે.


આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. દરિયા-કાંઠા વિભાગનું ગામ હોય અહીંના લોકો ખુબ જ સાહસિક પણ છે. વારંવાર પુરની પરિસ્થિતિનું નિર્માણ થતાં અહીંની પ્રજા વધારે સાહસિક બની ગઇ છે. ભણતરનું પ્રમાણ પણ અહીં સારું છે. રસ્તા વગેરેની પણ સારી સગવડો છે.

ફળિયા[ફેરફાર કરો]

  • નિશાળ ફળીયા
  • પટેલ ફળિયા
  • દેસાઈ ફળિયા
  • ભાઈલા ફળિયા