અજરાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અજરાઈ
—  ગામ  —

અજરાઈનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

અજરાઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. અજરાઈ ગામમાં પ્રાથમિક શાળા, આશ્રમશાળા (હળપતિ સેવા સંઘ સંચાલિત), આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

અજરાઈ ગામ અંબિકા નદીના કિનારા ઉપર, ગણદેવીથી નવસારી જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર ગણદેવીની ઉત્તર દિશામાં આશરે ૨ કિલોમિટરના અંતરે આવેલું છે. ગામમાં કુળદેવી માતાનું મંદિર આવેલું છે, જયાં દર વર્ષે કારતક વદ બીજના દિવસે મેળો ભરાય છે.

આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.