સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર | |||||||
— શહેર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°43′12″N 71°38′58″E / 22.720132°N 71.649536°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | સુરેન્દ્રનગર જિલ્લો | ||||||
નજીકના શહેર(ઓ) | વઢવાણ | ||||||
નગર નિગમ | સુરેન્દ્રનગર નગરપાલિકા | ||||||
વસ્તી • ગીચતા |
૧,૭૭,૮૫૧[૧] (૨૦૧૧) • 3,952/km2 (10,236/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૯૧૯ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૮૪.૮% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
45 square kilometres (17 sq mi) • 98 metres (322 ft) | ||||||
કોડ
|
સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.
સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છે.[સંદર્ભ આપો] સુરેન્દ્રનગર અને વઢવાણ લગભગ જોડીયા શહેરો ગણાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]હાલનું સુરેન્દ્રનગર આઝાદી પહેલા બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું. વઢવાણના રાજવીને એજન્ટે ૧૯૪૬માં સોંપેલા આ કેમ્પને રાજવી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ અપાયું. ૧૯૪૮થી સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક બની રહ્યું છે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ શહેર ભોગાવો નદીના કિનારા પર વસેલું છે.
વહીવટ
[ફેરફાર કરો]સુરેન્દ્રનગર શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Surendranagar Dudhrej Population, Caste Data Surendranagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |