લખાણ પર જાઓ

દાહોદ જિલ્લો

વિકિપીડિયામાંથી
દાહોદ જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકદાહોદ
વસ્તી
 (૨૦૧૧[])
 • કુલ૨૧,૨૬,૫૫૮
 • ગીચતા૩૫૯/km2 (૯૩૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
દાહોદ જિલ્લા પંચાયત ભવન

દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.

આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.

આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.

દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩,૮ર,૦૪,ર૦૪ હેકટર છે. આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લાની નદીઓમાં ચિબોટા નદી, દુધમતી નદી, પાનમ નદી, માછણ નદી, હડફ નદી, કાળી નદી, ખાન નદીનો સમાવેશ થાય છે.

દાહોદ જિલ્લાના કુલ ગામોની સંખ્યા ૬૯૬ છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. ર૦૧૧ મુજબ) ૨૧,૨૬,૫૫૮ જેટલી થાય છે.[] આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી ૧૧,૮ર,પ૦૯ તેમ જ અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે. આ જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ ૩પ૯ જેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા જેટલું છે.

તાલુકાઓ

[ફેરફાર કરો]

દાહોદ જિલ્લામાં કુલ ૯ તાલુકાઓ આવેલા છે.

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાન સભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૨૯ ફતેપુરા (ST) રમેશભાઇ કટારા ભાજપ
૧૩૦ ઝાલોદ (ST) મહેશભાઇ ભુરિયા ભાજપ
૧૩૧ લીમખેડા (ST) શૈલેશભાઇ ભાંભોર ભાજપ
૧૩૨ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી ભાજપ
૧૩૩ ગરબાડા (ST) મહેન્દ્રભાઇ ભાભોર ભાજપ
૧૩૪ દેવગઢબારિયા બચુભાઇ ખરાડ ભાજપ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  2. "Singvad becomes latest taluka in Gujarat". DeshGujarat (અંગ્રેજીમાં). 2017-04-19. મેળવેલ 2018-09-25.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]