રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Lippenbaer-24.jpg
Lua error in વિભાગ:Location_map at line 502: Unable to find the specified location map definition. Neither "Module:Location map/data/Map_Guj_Nat_Parks_Sanctuary.png" nor "Template:Location map Map_Guj_Nat_Parks_Sanctuary.png" exists.
સ્થળદાહોદ જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરઅમદાવાદ
વિસ્તાર૫૫.૬૮ ચો કિમી
સ્થાપિત૧૯ માર્ચ ૧૯૮૨
નિયામક સંસ્થાForest Department of Gujarat

રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલું એક અભયારણ્ય છે.[૧] આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં ઓગણીસમી માર્ચના દિવસે રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ અભયારણ્ય કુલ ૫૫.૬૮ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે

વનસ્પતિઓ[ફેરફાર કરો]

આ અભયારણ્યના વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વનસ્પતિની કેટલીય પ્રજાતિઓ મળે છે. અહીં સાગ, સીસમ, મહુડો, ગરમાળો, બીલી, શીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિઓ જોવા મળે છે.

પ્રાણી વૈવિધ્ય[ફેરફાર કરો]

ભારતીય રીંછનો ફેલાવો દર્શાવતો નક્શો

આ અભયારણ્ય ખાતે સસ્તન પ્રાણીઓ તથા સરીસૃપ પ્રાણીઓ તેમજ પક્ષીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. આ જંગલમાં રીંછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માકડાં, સસલાં, નોળિયો, શાહુડી જેવાં સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતાં સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચીંડા પણ જોવા મળે છે.

આ સિવાય અહીં ભાતભાતનાં રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે. જેમાં લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી અને બીજાં ઘણાં પક્ષીઓ જોવા મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ratanmahal Sloth Bear Sanctuary". Retrieved ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]