શિયાળ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
શિયાળ (golden jackal)ના ફેલાવાનો વિસ્તાર દર્શાવતું માનચિત્ર
શિયાળ
Golden wolf small.jpg
શિયાળ
સ્થાનિક નામ શિયાળ,
અંગ્રેજી નામ GOLDEN JACKAL
વૈજ્ઞાનિક નામ Canis aureus
આયુષ્ય ૮ થી ૧૨ વર્ષ
લંબાઇ ૧૦૦ સેમી.
ઉંચાઇ ૪૦ સેમી.
વજન ૧૦ કિલો
સંવનનકાળ આખું વર્ષ
ગર્ભકાળ ૬૩ દિવસ
પુખ્તતા ૧૨ માસ
દેખાવ કુતરા કરતાં નાનું કદ,લાંબુ મોઢું, ગુચ્છાદાર પુંછડી,રંગ ભુખરો અને બદામી.
ખોરાક મૃતોપજીવી પ્રાણી છે,પક્ષીઓ,નાના પ્રાણીઓ,મુડદાલ માંસ તથા ફળ અને કંદમુળ.
વ્યાપ સમગ્ર ગુજરાતમાં,પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં વધુ પ્રમાણમાં.
રહેણાંક આછી ઝાડીવાળું જંગલ, ઘાંસીયા મેદાન.
ઉપસ્થિતિ ના ચિન્હો હગારમાં બોર તથા અન્ય ફળોનાં ઠળીયાથી ઓળખી શકાય.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૪ ના આધારે અપાયેલ છે.


વર્તણુક[ફેરફાર કરો]

શિયાળની ખોપરી

સાંજનાં સમયે જંગલ આસપાસનાં ગામોમાં ફરે છે. મોટા પ્રાણી દ્વારા કરેલ શિકાર તથા મરેલ ઢોરોની આસપાસ માંસ ખાવા માટે ફરતા જોઇ શકાય છે. બોરની ઝાડીમાં ફળ આવે ત્યારે બોર ખાતા જોઇ શકાય છે. સાંજનાં સમયે ગામના પાદરમાં એકસાથે અવાજ કરે છે,જેને 'લાળી' કહેવાય છે. સંકટ સમયે કલાકનાં ૪૦ કિમી.ની ઝડપે દોડી શકે છે.