બોટાદ જિલ્લો

વિકિપીડિયામાંથી
બોટાદ જિલ્લો
ગુજરાતમાં સ્થાન પાણવી ,તા રાણપુર ,જી ,બોટાદ
ગુજરાતમાં સ્થાન પાણવી ,તા રાણપુર ,જી ,બોટાદ
દેશભારત
રાજ્યગુજરાત
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬,૫૨,૦૦૦
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટbotad.gujarat.gov.in

બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે. બોટાદ તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લો હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.

સ્થાપના[ફેરફાર કરો]

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી.[૧] બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે.[૨][૧] ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું.

બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લાની ઉત્તરમાં સુરેન્દ્રનગર જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લો, દક્ષિણમાં ભાવનગર અને અમરેલી જિલ્લા તથા પૂર્વે અમદાવાદ જિલ્લો આવેલા છે. સુકભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે. કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે. જિલ્લો ૭૧ પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પૂર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલો છે.[૩]

તાલુકાઓ[ફેરફાર કરો]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  1. અંબાજી મંદિર (ગામ દેવી)
  2. વરીયાદેવી
  3. મોક્ષ મંદિર
  4. વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ
  5. હનુમાન મંદિર, સાળંગપુર
  6. અક્ષરપુરુષોતમ મંદિર, સાળંગપુર
  7. સ્વામિનારાયણ મંદિર, બોટાદ
  8. સ્વામિનારાયણ મંદિર, ગઢડા
  9. હરિકૃષ્ણ મહારાજનું મંદિર, સરવઈ
  10. કુષ્ણસાગર તળાવ
  11. તાજિયો
  12. સંત રોહીદાસ મંદિર, નાના ભડલા
  13. ભીમનાથ મહાદેવ મંદીર, ભીમનાથ

રાજકારણ[ફેરફાર કરો]

વિધાનસભા બેઠકો[ફેરફાર કરો]

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૦૬ ગઢડા (SC) મહંત ટુંડિયા ભાજપ
૧૦૭ બોટાદ ઉમેશભાઇ મકવાણા આપ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ગૌરાંગ વસાણી. બોટાદ (૦૪ ઓક્ટોબર ૨૦૧૨). "બોટાદ જિલ્લો બનતાં વિકાસ વધશે : લોક હાલાકી ઘટશે". સમાચાર. દિવ્ય ભાસ્કર. મૂળ સંગ્રહિત માંથી 2015-10-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |date= (મદદ)
  2. http://vtvgujarati.com/ (૧૩ ઓગષ્ટ ૨૦૧૩). "ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ વિધિવત રીતે કાર્યરત". સમાચાર. V tv News. મૂળ સંગ્રહિત માંથી 2015-10-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |date= (મદદ)
  3. "બોટાદ વિષે". સરકારી. જિલ્લા કલેક્ટરેટ, બોટાદ. મૂળ સંગ્રહિત માંથી 2015-10-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]