ગઢડા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગઢડા
—  નગર  —
ગઢડાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°58′04″N 71°34′35″E / 21.967803°N 71.576257°E / 21.967803; 71.576257
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો ગઢડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

ગઢડા ગુજરાતનાં બોટાદ જિલ્લાનું નગર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે.

પરિવહન[ફેરફાર કરો]

વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ-બોટાદ ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડાથી રેલ્વેલાઇન નજીકમાં નીંગાળા અને ઢસામાં છે.

મહત્વ[ફેરફાર કરો]

ભગવાન સ્વામિનારાયણે અહિં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તિર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું અને ઘેલો નદીને કાંઠે આવેલું શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર શાસ્ત્રીજી મહારાજે બંધાવ્યું હતું જેનુ ખાતમુહર્ત બોટાદ નરેશ શ્રી કૃષ્ણકુમારસિહજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગોપીનાથજી મંદિર[ફેરફાર કરો]

આ મંદિરમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. જે મકાનો ઉતરાદા બારના ઓરડા તથા દક્ષીના બારના ઓરડા તરિકે ઓળખાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તે અક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે.

ગઢડા તાલુકો[ફેરફાર કરો]