ખોપાળા (તા.ગઢડા)

વિકિપીડિયામાંથી
ખોપાળા (તા.ગઢડા)
—  ગામ  —
ખોપાળા (તા.ગઢડા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°54′57″N 71°40′00″E / 21.915776°N 71.66678°E / 21.915776; 71.66678
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો ગઢડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સવલતો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક

ખોપાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામિના) તાલુકામાં આવેલું ગામ છે.[૧] ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા ઉપરાંત માધ્યમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેંક પણ ઉપલબ્ધ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, હીરા ઉદ્યોગ તથા પશુપાલન છે.

વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે. રેલ માર્ગે ખોપાળા પહોંચવા માટે અમદાવાદ-બોટાદ રેલ્વે માર્ગ પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ દ્વારા પહોંચી શકાય છે તથા ઉજ્જળવાવ સ્ટેશને ઉતરતા ત્યાંથી ખોપાળા ગામનું અંતર પાંચ કિલોમીટર જેટલું થાય છે. ખોપાળામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. ગામમાં લોકભાગીદારીથી તળાવ અને બંધપાળાનું નિર્માણ થયેલું છે.

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ ની એક વાર્તા વાલીમામદ આરબ માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૨]

ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. "સૌરાષ્ટ્રની રસધાર ૧/૩. વાલીમામદ આરબ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-02.