હનુમાન મંદિર, સાળંગપુર

વિકિપીડિયામાંથી
શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર, સાળંગપુર
મંદિરના અધિષ્ઠાતા દેવ, શ્રી કષ્ટભંજન હનુમાન

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.[૧]

પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

સ્થાન[ફેરફાર કરો]

આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મહંત પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા). "સારંગપુર હનુમાનજી મંદિર". સંસ્થા વેબસાઇટ. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર. મૂળ માંથી 2017-02-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.