લખાણ પર જાઓ

ઓગસ્ટ ૧૨

વિકિપીડિયામાંથી

૧૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૩૩ – અમેરિકાના શિકાગો શહેરનો પાયો નંખાયો.
  • ૧૮૫૧ – આઇઝેક સિંગર (Isaac Singer)ને સિલાઇ મશીનના પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
  • ૧૯૬૦ – 'ઇકો ૧' નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૬૪ – રંગભેદની નીતિઓને કારણે દક્ષિણ આફ્રિકા પર ઓલિમ્પિક રમતોમાં પ્રતિબંધ મૂકાયો.
  • ૧૯૭૭ – અવકાશ યાન 'એન્ટરપ્રાઇઝ'નું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું.
  • ૧૯૯૦ – અત્યાર સુધી નું સૌથી મોટું અને સંપૂર્ણ ટાયરેનોસોરસ (ડાયનાસોરની એક જાતિ) હાડપિંજર સાઉથ ડાકોટામાં સુ હેન્ડ્રિક્સન દ્વારા શોધી કાઢવામાં આવ્યું.
  • ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' બજારમાં મુક્યું.
  • ૧૯૯૨ – કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સે ઉત્તર અમેરિકન મુક્ત વેપાર સમજૂતી (NAFTA) માટે વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]