મે ૩૧

વિકિપીડિયામાંથી

૩૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૨૨૩ – કુમાનો પર મોંગોલ આક્રમણ: કાલકા નદીની લડાઈ: સુબુતાઈની આગેવાની હેઠળ ચંગેજખાનની મોંગોલ સેનાએ કીવીયાઈ રુસ (મધ્યકાલીન યુરોપીય રાજ્ય) અને કુમાનોને હરાવ્યા.
  • ૧૮૫૯ – ૩૨૦ ફૂટ ઊંચા એલિઝાબેથ ટાવરની ટોચ પર સ્થિત ‘બિગ બેન’ તરીકે જાણીતી પ્રખ્યાત ટાવર ઘડિયાળ પહેલી વાર લંડનના વેસ્ટમિન્સ્ટરમાં શરૂ કરાઈ.
  • ૧૯૦૨ – બીજું બોઅર યુદ્ધ: વેરીનિગિંગની સંધિથી યુદ્ધનો અંત આવ્યો. દક્ષિણ આફ્રિકા બ્રિટિશ નિયંત્રણ હેઠળ આવ્યું.
  • ૧૯૨૭ – છેલ્લી ફોર્ડ મોડેલ ટી (Ford Model T) મોટરનાં ઉત્પાદન સાથે કુલ ૧૫,૦૦૭,૦૦૩ મોટરો આ મોડેલની તૈયાર કરાઇ.
  • ૧૯૩૧ – પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં ૭.૧ ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો,જેમાં ૪૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયા.
  • ૧૯૬૧ – દક્ષિણ આફ્રિકા ગણતંત્રની રચના થઇ.
  • ૨૦૦૭ – ઉસેન બોલ્ટે ૧૦૦ મીટર દોડમાં (૯.૭૨ સેકન્ડ) નવો વિશ્વ કિર્તીમાન સ્થાપ્યો.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૫૭૭ – નુર જહાં, મુઘલ સામ્રાજ્ઞી (અ. ૧૬૪૫)
  • ૧૭૨૫ – અહિલ્યાબાઈ હોલકર, મરાઠા સામ્રાજ્ય હેઠળના માલવા રાજ્યના મહારાણી (અ. ૧૭૯૫)
  • ૧૮૧૯ – વૉલ્ટ વ્હિટમન, અમેરિકન કવિ, નિબંધકાર અને પત્રકાર (અ. ૧૮૯૨)
  • ૧૮૫૨ – જુલિયસ રિચાર્ડ પેટ્રી, પેટ્રી ડિશના શોધક જર્મન માઇક્રોબાયોલોજિસ્ટ (અ. ૧૯૨૧)
  • ૧૮૯૯ – લાલા જગત નારાયણ, હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક (અ. ૧૯૮૧)
  • ૧૯૨૫ – રાજ ખોસલા, હિન્દી ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૯૯૧)
  • ૧૯૩૧ – ભગવતીકુમાર શર્મા, ગુજરાતી સાહિત્યકાર (અ. ૨૦૧૮)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]