હરજી લવજી દામાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હરજી લવજી દામાણી
જન્મનું નામ
હરજી લવજી દામાણી
જન્મહરજી લવજી દામાણી
(1892-10-24)ઓક્ટોબર 24, 1892
પીપળી, ગુજરાત
મૃત્યુMay 31, 1962(1962-05-31) (aged 69)
મુંબઈ
ઉપનામશયદા
વ્યવસાયકવિ, વાર્તા લેખક, નવલકથાકાર, નાટ્યકાર, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણધોરણ ૪
લેખન પ્રકારોગઝલ, ટૂંકી વાર્તા, નવલકથા
નોંધપાત્ર સર્જનો
  • ગુલ્ઝારે-શાયરી-શયદા (૧૯૬૧)
  • દિપકના ફૂલ (૧૯૬૫)
  • ચિતા (૧૯૬૮)
સક્રિય વર્ષો૧૯૧૨ - ૧૯૬૨

હરજી લવજી દામાણી, જેઓ તેમના ઉપનામ શયદા વડે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર હતા. તેઓ ગઝલ સમ્રાટ તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલ સ્વરૂપની કવિતાની શરુઆત કરી હતી.

જીવન[ફેરફાર કરો]

શયદાનો જન્મ ૨૪ ઓક્ટોબર ૧૮૯૨માં ધંધુકા નજીક પીપળી ગામમાં લવજીભાઇ અને સંતોકબહેનને ત્યાં થયો હતો. તેમનુ કુટુંબ ખોજા શિયા ઇશ્ના અશેરી સમુદાય સાથે જોડાયેલો હતો. તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઇ.સ. ૧૯૧૨માં પ્રથમ વખત તેમની કવિતા મુંબઇ સમાચારમાં પ્રગટ થઇ હતી. ત્યારબાદ, તેમણે ગઝલો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું. કુમળી કળી તેમના વખણાયેલા નાટકોમાંનું એક હતું. તેઓ બે ઘડી મોજ (૧૯૨૪) ના સ્થાપક તંત્રી હતા, જેનાથી ગુજરાતી ગઝલની સ્થાપના ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે થઇ. તેમણે ગુજરાતી કવિતાના સામયિક ગઝલ માં પણ તંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ ૩૧ મે, ૧૯૬૨ના રોજ મુંબઈ ખાતે મૃત્યુ પામ્યા હતા.[૧][૨]

સર્જન[ફેરફાર કરો]

શયદાનો અર્થ ઉર્દૂમાં 'પ્રેમ સાથે પાગલ' થાય છે.

તેમના સર્જનમાં ગુજરાતી કવિતા અને ગઝલોનો સમાવેશ થાય છે. જેમાં જય ભારતી (૧૯૨૨), ગુલ્ઝારે-શાયરી-શયદા (૧૯૬૧), દિપક ના ફૂલ (૧૯૬૫), ચિતા (૧૯૬૮) અને અશ્રુ ચાલ્યા જાય છે (૧૯૯૯)નો સમાવેશ થાય છે. જય ભારતી એક લાંબી કથા કવિતા છે, જે દલપતરામ શૈલીમાં છે. તેમની નવલકથાઓમાં મા તે મા (૧-૨), અમીના, છેલ્લી રોશની (૧-૨), બહાદુરશાહ ઝફર (૧-૨), આઝાદીની શમા (૧-૨), ખમ્મા ભાઇને (૧-૨), દુખિયારી, ચાંદની રાત, મુમતાઝ, સૌંદર્યપુજા, નવો સંસાર, જમાનાની ઝલક, લૈલા, ભાદરિયે, અંધારી રાત (૧-૨), સેંથીમાં સિંદુર (૧-૨), અમાનત (૧-૨), સાબિરા (૧-૨), મોટી ભાભી, વાંઝણી વાવ, વિરહાક (૧-૨), જ્યોતિ તોરણ, બેઠો બોલાવે, લક્ષ્મીનંદન, ડો.અનુપમ, શમશીરે આરબ (૧-૨), પુનિત ગંગા, લાખેણી લાજ (૧-૨), જીવતા સૂર, નાની નંદી, આગ અને અજવાળા, શહજાદી કાશ્મિરા, રાજહંસ (૧-૨), સૂરસમાધિ (૧-૨), દેવ દુલારી (૧-૨), હમિદા, માયાનું મન, રાજેશ્વરી, રાજબાઅનાવરી, માસૂમા અને દોશીઝાનો સમાવેશ થાય છે. અમરજ્યોત (૧૯૫૬), સંસારનૌકાકર્મપ્રભાવ, વસંતવિણા, કુમળી કળી, નારીહૃદય, પુજાર, કોઇકનું મીંઢળ કોઇકના હાથે તેમના નાટકો છે, જ્યારે પંખીડો (૧૯૩૮), અમીઝરણા, કેરીની મોસમ અને બીજી વાતો તેમના વાર્તા સંગ્રહો છે.[૩]

શયદા પુરસ્કાર[ફેરફાર કરો]

તેમની યાદમાં ઇન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈ યુવા ગુજરાતી ગઝલકાર-કવિઓને વાર્ષિક શયદા પુરસ્કાર આપે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Vyas, Rajnee (૨૦૦૯). Moothi Uncheran Gujaratio (A collection of biographies). Ahmedabad: Gurjar Granth Ratna Karyalay. pp. ૬. ISBN 978-81-8480-286-3. Check date values in: |year= (મદદ)
  2. "Harji Luvji Damani Shayada Shayda- Gujarati Kavi Poet". Kavilok. ૩૧ ડિસેમ્બર ૨૦૦૬. Retrieved ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "Damani, Harji Lavji". Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature). Ahmedabad: Gujarati Sahitya Parishad. ૧૯૯૦. Check date values in: |year= (મદદ)