લખાણ પર જાઓ

પિંગળશી બ્રહ્માનંદ ગઢવી

વિકિપીડિયામાંથી
પિંગળશી ગઢવી
જન્મપિંગળશી બ્રહ્માનંદ ગઢવી
(1914-07-27)27 July 1914
છત્રાવા, બ્રિટિશ ભારત (વર્તમાન પોરબંદર) ગુજરાત
મૃત્યુ31 May 1998(1998-05-31) (ઉંમર 83)
જામનગર, ગુજરાત
વ્યવસાયલોકસાહિત્યકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોસંગીત નાટક અકાદમી પુરસ્કાર (૧૯૯૦)

પિંગળશી બ્રહ્માનંદ ગઢવી (૨૭ જુલાઈ ૧૯૧૪ - ૩૧ મે ૧૯૯૮) એ ભારત ગુજરાતના લોક ગાયક અને ગુજરાતી ભાષામાં લખતા લોકસાહિત્યકાર હતા.

તેમનો જન્મ ૧૯૧૪ની ૨૭ જુલાઈ માં જુનાગઢ નજીક આવેલા છત્રાવા ગામમાં થયો હતો. તેમણે થોડું ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું.

તેમણે વિવિધ પ્રકારનું લોકસાહિત્ય લખ્યું હતું અને ગુજરાતી ટેલિવિઝન ચેનલો અને રેડિયો કાર્યક્રમોમાં તે લોકસાહિત્ય નિયમિત પ્રસારિત કરવામાં આવતું હતું. ૩૧ મે ૧૯૯૮ ના દિવસે ગુજરાતના જામનગર ખાતે તેમનું અવસાન થયું.[]

તેમણે ખમીરવંત માનવી (૧૯૭૨), ચંદા દર્શન (૧૯૯૧), વેણુદાદા (૧૯૭૮), ગાંધીકુલા (૧૯૬૯), (મહાત્મા ગાંધીના પૂર્વજો વિશે અને કેટલાક ગીતો), ખમીરવંતી કથાઓ (૧૯૯૬), ભવની ભેટ (૧૯૯૮), બહારવટિયો ભૂપત (૧૯૭૮) જીવતરના જોખ (૧૯૯૬), મૃત્યુનો મલકાટ (૧૯૯૬) જેવી ટૂંકી વાર્તાઓ લખી છે.

સૌરાષ્ટ્ર: સત્યમ્ શિવમ્ સુંદરમ્ (૨૦૦૦) નામનું પુસ્તક, તેમના સન્માનમાં, તેમના પુત્ર લક્ષ્મણ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

સન્માન

[ફેરફાર કરો]

ગુજરાતી લોકસંગીતમાં ફાળો આપવા બદલ તેમને ૧૯૯૦ માં સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]