પરમવીર ચક્ર

વિકિપીડિયામાંથી
પરમવીર ચક્ર
પરમવીર ચક્રનીં રીબિન

પરમવીર ચક્ર (PVC) એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માનોની સમકક્ષ ગણાય છે. આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે.

આ પદકની રચના ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ (પ્રથમ ગણતંત્ર દીવસ) ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલ, જેનો અમલ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ (પ્રથમ સ્વતંત્રતા દિવસ) થી ગણવાનું ઠરાવવામાં આવેલ. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓને આપવામાં આવે છે. આ ખિતાબ ભારત સરકારના ભારત રત્ન પછીનો દ્વિતિય ક્રમનો ગણાય છે, જે આઝાદી પૂર્વેના બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસનું સ્થાન લે છે.

આ એવોર્ડની સાથે, લેફ્ટનેન્ટ અથવા તેની સમકક્ષથી નીચેની પદવી ધરાવનાર જવાનને કે તેમનાં વારસદારોને રોકડ પૂરસ્કાર (રૂ. ૧૫૦૦/માસ) આપવામાં આવે છે. તે ઉપરાંત ઘણા રાજ્યો પોતાના તરફથી પણ વિવિધ રોકડ પુરસ્કાર કે પેન્શન પણ આપે છે.

રચના[ફેરફાર કરો]

પરમવીર ચક્રની ડીઝાઇન સાવિત્રી ખાનોલકર નામના મહિલાએ બનાવેલ. તેઓનું મુળ નામ "ઇવા વૉન લિન્ડા મેડે-ડી-મેરોસ" (Eva Yuonne Linda Maday-de-Maros) હતું, અને તે મુળ સ્વિસ નાગરીક હતાં. પરંતુ, ભારતીય સૈન્યના અધીકારી 'કેપ્ટન વિક્રમ ખાનોલકર'ને પરણી અને પુરા ભારતીય બની રહ્યા હતાં. તેમણે લગ્ન પછી પટણા યુનિવર્સિટીમાં હિન્દી અને સંસ્કૃતનો તથા ઉપનિષદ અને વેદાંતનો અભ્યાસ કર્યો. આઝાદી પછી ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરુની ઇચ્છા મુજબ સૈન્યનાં મદદનીશ સેનાપતિ મેજર જનરલ હિરાલાલ અટલે સાવિત્રી ખાનોલકરની લાયકાત ઓળખી અને તેમને પરમવીર ચક્રની ડીઝાઇન બનાવવાનું કામ સોપ્યું, જે તેઓએ બખુબી નિભાવ્યું.

આ ગોળાકાર ૩.૫ સે.મી.ના કાંસાના બનેલ મેડલની વચ્ચોવચ્ચ ભારતની રાજમુદ્રા અને ચારે બાજુ ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર વજ્જ્ર છે. મેડલની પાછલી બાજુપર ફરતી કિનારીએ હિન્દી અને અંગ્રેજી ભાષામાં "પરમવીર ચક્ર" લખેલ છે.

ત્રણ જીવિત પરમવીર ચક્ર વિજેતા

આ મેડલને ૩.૨ સે.મી.પહોળી જાંબલી રંગની રિબિનમાં લટકાવવામાં આવે છે.

આ ચક્રની રચના વખતે દધીચિ ઋષીને આદર્શ તરીકે રાખવામાં આવેલ છે, જેમણે દેવરાજ ઇન્દ્રને વૃત્રાસુર નામના અસુરનો વધ કરવા માટે વજ્જ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવા પોતાના દેહનું બલિદાન આપી, પોતાનાં અસ્થિ ઇન્દ્રને આપ્યા, બીજાને જીવતદાન મળે તે માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આમ આ પુરસ્કાર દેશ અને સમાજ માટે ઉચ્ચતમ "વીરતા","ત્યાગ" અને "બલિદાન"ની ભાવનાનું પ્રતિક છે.

એક યોગાનુયોગ એ છે કે દેશના પ્રથમ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર વીર સપૂત મેજર સોમનાથ શર્મા, સાવિત્રી ખાનોલકરનાં જમાઇનાં ભાઈ હતા.

પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર જવાનોની યાદી[ફેરફાર કરો]

અર્ધપ્રતિમા નંબર નામ રેન્ક રેજીમેન્ટ તારીખ સ્થળ નોંધ
Major Somnath Sharma statue at Param Yodha Sthal Delhi.jpg IC-521 સોમ નાથ શર્મા મેજર ૪ થી બટાલીયન,કુમાઊ રેજીમેન્ટ ૩/૧૧/૧૯૪૭ બદગામ, કાશ્મીર મરણોપરાંત
Lance Naik Karam Singh statue at Param Yodha Sthal Delhi.jpg IC-22356 કરમસિંહ લાન્સ નાયક ૧ લી બટાલીયન, શીખ રેજિમેન્ટ ૧૩/૧૦/૧૯૪૮ તીથવાલ, કાશ્મીર
Second Lieutenant R R Rane statue at Param Yodha Sthal Delhi.jpg SS-14246 રામ રાઘોબા રાણે સેકન્ડ લેફટ. એન્જીનિયરીંગ કોર ૮/૪/૧૯૪૮ નૌશેરા, કાશ્મીર
Naik Jadunath Singh statue at Param Yodha Sthal Delhi.jpg 27373 જદુનાથસિંહ નાયક ૧ લી બટાલીયન, રાજપુત રેજીમેન્ટ -/૨/૧૯૪૮ નૌશેરા, કાશ્મીર મરણોપરાંત
Piru Singh statue at Param Yodha Sthal Delhi.jpg 2831592 પીરૂ સિંઘ કંપની હવાલદાર મેજર ૬ ઠી બટાલીયન, રજપૂતાના રાયફલ્સ ૧૮/૭/૧૯૪૮ તિથવાલ, કાશ્મીર મરણોપરાંત
Captain Salaria statue at Param Yodha Sthal Delhi.jpg IC-8497 ગુરબચ્ચન સિંહ સલારીઆ કેપ્ટન ૩ જી બટાલીયન, ૧ લી ગુરખા રાયફલ્સ(મલાઉ રેજીમેન્ટ) ૫/૧૨/૧૯૬૧ એલીઝાબેથ વિલે, કાટંગા, કોંગો મરણોપરાંત
Major Dhan Singh Thapa statue at Param Yodha Sthal Delhi.jpg IC-7990 ધન સિંઘ થાપા મેજર ૧ લી બટાલીયન, ૮ મી ગુરખા રાયફલ્સ ૨૦/૧૦/૧૯૬૨ લદાખ, ભારત
Subedar Joginder Singh statue at Param Yodha Sthal Delhi.jpg JC-4547 જોગીન્દર સિંહ સુબેદાર ૧ લી બટાલીયન, શીખ રેજિમેન્ટ ૨૩/૧૦/૧૯૬૨ તોંગ પે લા, નોર્થ ઇસ્ટ ફ્રંટીયર એજન્સી, ભારત મરણોપરાંત
Major Shaitan Singh statue at Param Yodha Sthal Delhi.jpg IC-7990 સૈતાન સિંઘ મેજર ૧૩ મી બટાલીયન, કુમાઊ રેજીમેન્ટ ૧૮/૧૧/૧૯૬૨ રેઝાંગ લા મરણોપરાંત
CQHM Abdul Hamid statue at Param Yodha Sthal Delhi.jpg 2639885 અબ્દુલ હમીદ કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર ૪ થી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ ૧૦/૯/૧૯૬૫ ચીમા, ખેમકરણ સેક્ટર મરણોપરાંત
Lt Col A B Tarapore statue at Param Yodha Sthal Delhi.jpg IC-5565 અરદેશીર તારાપોર લેફ્ટ.કર્નલ ૧૭ મી પૂના હોર્સ ૧૫/૧૦/૧૯૬૫ ફીલોરા, સિયાલકોટ સેક્ટર, પાકિસ્તાન મરણોપરાંત
Lance Naik Albert Ekka statue at Param Yodha Sthal Delhi.jpg 4239746 આલ્બર્ટ એક્કા લાન્સ નાયક ૧૪ મી બટાલીયન, બિહાર રેજીમેન્ટ ૩/૧૨/૧૯૭૧ ગંગાસાગર મરણોપરાંત
N J Sekhon statue at Param Yodha Sthal Delhi.jpg 10877 F(P) નિર્મલ જીત સિંઘ સેખોં ફ્લાઇંગ ઓફિસર ૧૮ નં.સ્કોડ્રન, ભારતીય વાયુ સેના ૧૪/૧૨/૧૯૭૧ શ્રીનગર, કાશ્મીર મરણોપરાંત
Second Lieutenant Arun Khetarpal statue at Param Yodha Sthal Delhi.jpg IC-25067 અરૂણ ખેતરપાલ લેફ્ટનન્ટ ૧૭ મી પૂના હોર્સ ૧૬/૧૨/૧૯૭૧ જર્પાલ, શક્કર ગઢ સેક્ટર મરણોપરાંત
Major Hoshiar Singh statue at Param Yodha Sthal Delhi.jpg IC-14608 હોશિયાર સિંહ મેજર ૩ જી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ ૧૭/૧૨/૧૯૭૧ બસંતર નદી, શક્કર ગઢ સેક્ટર
Naib Subedar Bana Singh statue at Param Yodha Sthal Delhi.jpg JC-155825 બાના સિંઘ નાયબ સુબેદાર ૮ મી બટાલીયન, જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી ૨૩/૬/૧૯૮૭ સિયાચીન ભૂશીર, કાશ્મીર
Major R Parameswaran statue at Param Yodha Sthal Delhi.jpg IC-32907 રામાસ્વામી પરમેશ્વરન મેજર ૮ મી બટાલીયન, મહાર રેજીમેન્ટ ૨૫/૧૧/૧૯૮૭ શ્રીલંકા મરણોપરાંત
Lieutenant M K Pandey statue at Param Yodha Sthal Delhi.jpg IC-56959 મનોજ કુમાર પાંડે લેફ્ટનન્ટ ૧ લી બટાલીયન, ૧૧ મી ગુરખા રાયફલ્સ ૩/૭/૧૯૯૯ જુબેર ટોપ, બટાલીક સેક્ટર, કારગીલ વિસ્તાર, કાશ્મીર મરણોપરાંત
Grenadier Yoginder Singh Yadav statue at Param Yodha Sthal Delhi.jpg 2690572 યોગેન્દ્ર સિંહ યાદવ ગ્રેનેડીયર ૧૮ મી બટાલીયન, બોમ્બે ગ્રેનેડીયર્સ ૪/૭/૧૯૯૯ ટાઇગર હીલ, કારગીલ વિસ્તાર
Rifleman Sanjay Kumar statue at Param Yodha Sthal Delhi.jpg 13760533 સંજય કુમાર રાયફલમેન ૧૩ મી બટાલીયન, જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ ૫/૭/૧૯૯૯ ફ્લેટ ટોપ, કારગીલ વિસ્તાર
Captain Vikram Batra statue at Param Yodha Sthal Delhi.jpg IC-57556 વિક્રમ બત્રા કેપ્ટન ૧૩ મી બટાલીયન, જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ ૬/૭/૧૯૯૯ પોઇંટ ૫૧૪૦,પોઇંટ ૪૮૭૫, કારગીલ વિસ્તાર મરણોપરાંત

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]