લખાણ પર જાઓ

અરૂણ ખેતરપાલ

વિકિપીડિયામાંથી
સેકન્ડ લેફ્ટનન્ટ
અરૂણ ખેતરપાલ
PVC
જન્મ(1950-10-14)14 October 1950
પૂણે, મુંબઈ રાજ્ય, ભારત
મૃત્યુ16 December 1971(1971-12-16) (ઉંમર 21)
બારાપિંડ, શકરગઢ વિસ્તાર
દેશ/જોડાણભારત
સેવા/શાખાભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૭૧ (૬ મહિના)[]
હોદ્દોસેકન્ડ લેફ્ટનન્ટ
સેવા ક્રમાંકIC-25067
દળ૧૭ પૂના હોર્સ
યુદ્ધો૧૯૭૧નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ
બસન્તરની લડાઈ
પુરસ્કારો પરમવીર ચક્ર (મરણોપરાંત)
સહી

સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલનો જન્મ પૂણે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેનામાં અફસર હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત દુશ્મન સામે બતાવેલી વીરતા માટે એનાયત કરાયું હતું. તેઓનું મૃત્યુ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં બસન્તરની લડાઈમાં થયું હતું. જ્યાં તેમની કાર્યવાહીએ તેમને તેમનો ખિતાબ અપાવ્યો હતો.[]

શરૂઆતનું જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૪ ઓક્ટોબર ૧૯૫૦ ના રોજ પૂણે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાળ ભારતીય ભૂમિસેનાની એન્જિનિયર ટુકડીમાં અફસર હતા. તેમના પરિવારનો સૈન્યમાં સેવા આપવાનો લાંબો ઈતિહાસ છે.[] તેઓ ધ લૉરેન્સ સ્કુલ, સાનાવર ખાતે ભણ્યા અને તેમાં શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ જ શક્રિય હતા. તેઓ જૂન ૧૯૬૭માં રાષ્ટ્રિય સુરક્ષા અકાદમિ ખાતે જોડાયા. તેઓ ૩૮મા કોર્સમાં હતા અને ફોક્સટ્રોટ સ્ક્વોડ્રનના કપ્તાન હતા. તેઓ જૂન ૧૯૭૧ ભારતીય સૈન્ય અકાદમિ ખાતે જોડાયા અને બાદમાં ૧૭ પૂના હોર્સમાં કમિશન પામ્યા.[]

૧૯૭૧નું યુદ્ધ

[ફેરફાર કરો]

૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ૧૭ પૂના હોર્સને ૪૭મી પાયદળ બ્રિગેડ સાથે જોડવામાં આવ્યા. આ બ્રિગેડે શકરગઢ વિસ્તારના બસન્તરની લડાઈમાં ભાગ લીધો.

બસન્તરની લડાઈ

[ફેરફાર કરો]

૪૭મી બ્રિગેડને સોંપાયેલ લક્ષ્યાંકોમાંનું એક લક્ષ્યાંક બસન્તર નદી પર પુલ બાંધવાનું હતું. ૧૫ ડિસેમ્બરના રોજ રાત્રે ૯ વાગ્યા સુધીમાં બ્રિગેડે તેના લક્ષ્યાંકો પૂરા પાડી દીધા હતાં. જોકે તે સ્થળ પર ખૂબ મોટા પ્રમાણમાં સુરંગો હતી જેથી પૂના હોર્સની રણગાડીઓને પુલ સુધી લાવવામાં અડચણ પડતી હતી. જ્યારે એન્જિનિયરો સુરંગ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં અધવચ્ચે હતા ત્યારે પુલ પર પહેરો ભરતા ભારતીય સૈનિકોએ સામે પાર દુશ્મન રણગાડીઓની મોટા પ્રમાણમાં હિલચાલ હોવાની જાણ કરી. આ બાબતની જાણ થતાં ૧૭ પૂના હોર્સે સુરંગક્ષેત્રની મધ્યમાંથી આગળ વધવા નિર્ણય કર્યો. વહેલી સવાર સુધીમાં રણગાડીઓ પુલ સુધી પહોંચવમાં સફળ રહી.[]

૧૬ ડિસેમ્બરના રોજ સવારે ૮ વાગ્યે ધુમાડાની આડ હેઠળ જરપાલ ખાતે પાકિસ્તાનની રણગાડીઓએ તેમનો વળતો હુમલો કર્યો. પાકિસ્તાનના ૧૩ લાન્સરની અત્યાધુનિક અમેરિકી બનાવટની પેટન રણગાડીઓએ પૂના હોર્સની 'બી' ટુકડી પર હુમલો કર્યો. તે ટુકડીના આગેવાન અફસરે તુરંત મદદ માટે સંદેશ મોકલ્યો. અરૂણ ખેતરપાળ કે જેઓ 'એ' ટુકડી સાથે નજીકમાં જ હતા તેમણે તેમની 'સેન્ચુરીઅન' રણગાડી સાથે તુરંત જ મદદે આવ્યા. પ્રથમ હુમલો ભારતીય રણગાડી સેના અને તેના વ્યક્તિગત રણગાડી નેતાઓની શાંતિપૂર્વકની નિશાનેબાજીએ નિષ્ફળ બનાવ્યો. ૧૩ લાન્સરે વધુ બે હુમલા કર્યા અને આખરી હુમલામાં તેઓ ભારતીય હરોળ ભેદવામાં સફળ થયા.

ખેતરપાળ તે તરફ ધસી ગયા અને સીધા જ પાકિસ્તાની હુમલાખોરો પર જઈ ચડ્યા. તેમની રણગાડીઓની મદદથી તેઓ દુશ્મનોને આગળ વધતા અટકાવી શક્યા. પરંતુ તેમની બીજી રણગાડીનો આગેવાન આ હુમલામાં મૃત્યુ પામ્યો. એકલા પડી જવા છતાં ખેતરપાળે દુશ્મનો પર હુમલો ચાલુ રાખ્યો. દુશ્મનો પણ બહાદુરીપૂર્વક લડ્યા અને ભારે નુક્શાન છતાં પાછળ ન હટ્યા. અત્યાર સુધી મળેલ નિષ્ફળતાથી નિરાશ થઈ અને ખેતરપાળે ઝનૂનપૂર્વક પાકિસ્તાનીઓ તરફ હુમલો કર્યો અને એક રણગાડીને તોડી પાડી. જોકે પાકિસ્તાનીઓ પણ ફરી ફરી અને હુમલા કરતા રહ્યા. લેફ્ટનન્ટ ખેતરપાળે તેમની બાકી બચેલી બે રણગાડીની મદદથી ૧૦ દુશ્મન રણગાડીઓનો ખાત્મો બોલાવ્યો.

મૃત્યુ

[ફેરફાર કરો]

આ લડાઈમાં દુશ્મનો લેફ્ટનન્ટની રણગાડીનું નિશાન સાધવામાં સફળ રહ્યા. તેમ છતાં તેમણે પોતાની રણગાડી છોડી નહી. તેમની કાર્યવાહીને કારણે પાકિસ્તાની સૈન્યને હરોળ ભેદવાનો મહત્વનો ફાયદો નકામો બન્યો અને પાકિસ્તાની પરિસ્થિતિ મજબૂત બનાવવાને બદલે ભારતીય સ્થિતિ મજબૂત બની. તેમના ઉપરી અધિકારીએ તેમને પાછા હટવા અને રણગાડી છોડવા આદેશ આપ્યો હતો જેના જવાબમાં તેમણે જણાવ્યું કે "ના સાહેબ, હુ મારી રણગાડી નહી છોડું અને મારી ગન કામ કરે છે. આ હરામખોરોને મારીને રહીશ." ત્યારબાદ તેમણે એક પછી એક પાકિસ્તાની રણગાડીઓને ઉડાવવાની શરૂઆત કરી. છેલ્લી રણગાડી જે તેમણે ઉડાવી તે તેમનાથી ફક્ત ૧૦૦ મિટર જ દૂર હતી. આ સમયે તેમની રણગાડી પર બીજો ગોળો પડ્યો અને તેઓ જીવલેણ રીતે ઘાયલ થયા. ખેતરપાળ પાકિસ્તાની સૈન્યને જોઈતા ફાયદાને નકારતાં શહીદી પામ્યા. તેમનું પાર્થિવ શરીર અને તેમની રણગાડી "ફામાગુસ્તા" પાકિસ્તાનીઓએ કબ્જે કરી અને બાદમાં ભારતીય સૈન્યને પાછી આપી. આ રણગાડી આજે દર્શકો માટે ઉપલબ્ધ છે.

દુશ્મનો સામે દર્શાવેલ દેખીતી બહાદુરી માટે ખેતરપાળને યુદ્ધસમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.

અરૂણ ખેતરપાળને ૧૭ ડિસેમ્બરના રોજ સામ્બા જિલ્લો નજીક અગ્નિદાહ અપાયો અને તેમના અસ્થિ તેમના પરિવારને મોકલી અપાયાં જેમને તેમના મૃત્યુની ૨૬ ડિસેમ્બરના રોજ જાણ થઈ.

શ્રદ્ધાંજલિ

[ફેરફાર કરો]

ભારતીય સૈન્યની પરંપરામાં અરૂણ ખેતરપાળ એક પ્રતિકાત્મક પાત્ર છે. એનડીએ ખાતે પરેડ ગ્રાઉન્ડને તેમજ આઈએમએ ખાતે ઑડિટોરિયમને તેમનું નામ આપવામાં આવ્યું છે.

તેમની રણગાડી હાલમાં આર્મડ કોર્પસ સેન્ટર અને સ્કુલ, અહમદનગર ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Archived copy". મૂળ માંથી ૧૭ એપ્રિલ ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૨.CS1 maint: archived copy as title (link)
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2023-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-24.
  3. "Lawrence School to get Khetarpal's statue - Times Of India". Articles.timesofindia.indiatimes.com. મૂળ માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2023-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-24.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]