લખાણ પર જાઓ

અરદેશીર તારાપોર

વિકિપીડિયામાંથી
લેફ્ટનન્ટ કર્નલ
અરદેશીર તારાપોર
PVC
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે અરદેશીર તારાપોરની અર્ધપ્રતિમા
જન્મ(1923-08-18)૧૮ ઓગસ્ટ ૧૯૨૩
મુંબઈ, બોમ્બે પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૫(૧૯૬૫-૦૯-૧૬) (ઉંમર 42)  
છવિંડા, પાકિસ્તાન
દેશ/જોડાણહૈદરાબાદ પ્રાંત
 India
સેવા/શાખાહૈદરાબાદ આર્મી
 ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૪૦–૧૯૫૧ (હૈદરાબાદ આર્મી)
૧૯૫૧–૧૯૬૫ (ભારતીય ભૂમિસેના)
હોદ્દો લેફ્ટનન્ટ કર્નલ
સેવા ક્રમાંકIC-5565[][]
દળહૈદરાબાદ લાન્સર્સ
પૂના હોર્સ
યુદ્ધો
  • છવિંડાનું યુદ્ધ
  • ફિલોરાનું યુદ્ધ
પુરસ્કારો પરમવીર ચક્ર

લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બુરઝોરજી તારાપોર (જન્મ ઓગસ્ટ ૧૮, ૧૯૨૩ ના રોજ મુંબઈ[]) એ જનરલ રતનજીબા ના પરિવારમાંથી આવે છે. જનરલ રતનજીબાએ શિવાજીના સૈન્યનું સુકાન સંભાળ્યું હતું અને તેમને ૧૦૦ ગામ ઈનામરૂપે મળ્યાં હતાં જેમાં તારાપોર મુખ્ય ગામ હતું. તારાપોર નામ તે ગામ પરથી આવે છે. પાછળથી તેમના દાદાજી હૈદરાબાદ ખાતે સ્થાયી થયા અને હૈદરાબાદના નિઝામ હેઠળ તેઓ આબકારી વિભાગમાં કામ કરતા હતા. તેમના મૃત્યુ બાદ બુરઝોરજી પણ તે જ કામ કરતા હતા.

અરદેશીરે ખૂબ જ નાની ઉમરમાં તેમની બહેન યાદગારને તેમના જ પરિવારની એક ભાગી રહેલી ગાયથી બચાવી હતી. તેઓ સાત વર્ષના થયા ત્યારે તેમને સરદાર દસ્તુર શાળા, પૂણે ખાતે શિક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા. તેમણે ૧૯૪૦માં મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા. શાળા બાદ તેમણે સૈન્યમાં જોડાવા અરજી કરી અને તેઓ પસંદગી પામ્યા. તેમણે શરૂઆતની તાલીમ ગોલકોન્ડા ખાતેની અફસર તાલીમ કેન્દ્રમાં મેળવી. તે પૂર્ણ થયા બાદ તેમણે બેંગલોર ખાતે ૭મી હૈદરાબાદ પાયદળમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાયા.

હૈદરાબાદ રાજ્યની સેના

[ફેરફાર કરો]

તેઓનું હુલામણું નામ અદી હતું. તેઓ પાયદળમાં જોડાવાથી ખાસ ખુશ નહોતા કારણ કે તેમને તોપખાનામાં જોડાવું હતું. એક દિવસ જ્યારે તેમની ટુકડીનું મેજર જનરલ ઈદ્રુસ દ્વારા નિરક્ષણ કરાતું હતું ત્યારે હાથગોળા ફેંકવાના મેદાનમાં અકસ્માતે એક હાથગોળો પ્રેક્ષકગણ પાસે પડ્યો. અદીએ ઝડપથી તેને ઉઠાવી અને દૂર ફેંકી દીધો. પરંતુ હાથગોળો ફાટ્યો અને તેમાં તેઓ ઘાયલ થયા. મેજર જનરલ ઈદ્રુસે આ ઘટના પ્રત્યક્ષ નિહાળી. તેઓ આ બહાદુરીથી ખૂબ ખુશ થયા અને અરદેશીરને પોતાની કચેરી ખાતે બોલાવી અને તેમની કાર્યવાહી માટે અભિનંદન આપ્યાં. અરદેશીરે આ મોકાનો ફાયદો ઉઠાવી અને પોતાને તોપખાનામાં બદલી આપવા વિનંતી કરી. જનરલે સહમતી આપી અને અદીને ૧લી હૈદરાબાદ ઈમ્પિરીયલ સર્વિસ લાન્સરમાં નિયુક્તિ આપી. જોગાનુજોગે ઑપરેશન પોલો દરમિયાન અદીની ટુકડી પૂના હોર્સ સામે લડી હતી.

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમ એશિયામાં તેમણે સક્રિય રીતે ભાગ લીધો.

ભારતીય ભૂમિસેના

[ફેરફાર કરો]

હૈદરાબાદ રાજ્ય બાદમાં ભારતમાં વિલય પામ્યું અને તેની સાથે ભારતીય ભૂમિસેનામાં પણ જોડાયું. અરદેશીરને પૂના હોર્સ ખાતે બદલી અપાઈ અને ૧ એપ્રિલ ૧૯૫૧ના રોજ તેમને પૂના હોર્સમાં નિયુક્ત કરાયા. તેઓ તેમની ટુકડીના વડા તરીકે બાદમાં નિયુક્તિ પામ્યા અને ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેઓએ પૂના હોર્સની કમાન સંભાળી હતી.[] તેમની રેજિમેન્ટને પાકિસ્તાનમાં એક લક્ષ્યાંક સિદ્ધ કરતાં લડાઈ દરમિયાન જ તેમની સેન્ચ્યુરીઅન રણગાડીમાં લેફ્ટનન્ટ કર્નલ તારાપોર શહીદ થયા. યુદ્ધમાં તેમની કાર્યવાહી માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા. વાયકા એમ કહે છે કે તેમના અગ્નિસંસ્કાર સમયે પાકિસ્તાની રણગાડીઓએ પણ ગોલંદાજી રોકી દીધી હતી.[]

સપ્ટેમ્બર ૧૧, ૧૯૬૫ના રોજ ૧૭ પૂના હોર્સે ચાવીન્દાની લડાઈ દરમિયાન સિયાલકોટ વિસ્તારમાં આવેલ ફિલ્લોરા પર હુમલો કર્યો. દક્ષિણ દિશામાંથી કરેલો હુમલો તારાપોરની આગેવાની હેઠળ હતો અને તે જમણી તરફે આગળ વધ્યો. ફિલોરા અને ચાવીન્દા વચ્ચે વઝીરવાલી તરફથી પાકિસ્તાની સૈન્યના ભારે તોપના હુમલા સાથે તે આમને સામને આવ્યો. તારાપોરે પીછેહઠ ન કરી અને ફિલ્લોરા ઉપર દુશ્મન રણગાડીઓ અને તોપખાનાના સતત ગોલાબારી વચ્ચે હુમલો કર્યો. તેઓ ઘાયલ થવા છતાં બચાવ માટે સ્પષ્ટ ના પાડતા રહ્યા. તેમણે પોતાની ટુકડીનું નેતૃત્વ કરી અને ૧૪ સપ્ટેમ્બરે વઝીરવાલી અને ૧૬ સપ્ટેમ્બરે બુટુર-ડોગરાન્ડી કબ્જે કર્યા.

તેમની પોતાની રણગાડી પર અનેક ગોળાઓ પડવા છતાંય તેઓ ડગ્યા અને પાયદળને ચાવીન્દા પર હુમલો કરવા માટે સહાય કરતા રહ્યા. તેમના નેતૃત્વથી પ્રેરિત થઈ અને તેમની ટુકડીએ પાકિસ્તાની રણગાડીઓ પર હુમલો કર્યો અને આશરે ૬૦ પાકિસ્તાની રણગાડીઓનો નાશ કર્યો. તેમની ટુકડીએ માત્ર ૯ જ રણગાડી ગુમાવી. જોકે આમાં તારાપોરની રણગાડીનો પણ સમાવેશ થતો હતો અને તેઓ શહીદી પામ્યા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Chakravorty 1995, p. 77.
  2. "Lt Col Ardeshir Burzorji Tarapore". Gallantry Awards, Ministry of Defence. Government of India. મૂળ સંગ્રહિત માંથી 19 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 17 May 2018. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. The Param Vir Chakra Winners, Official website of the Indian Army, indianarmy.gov.in
  4. Chhibber, Anuraag (૨૦૧૫). "Lieutenant Colonel Ardeshir Burzorji Tarapore, PVC, The Poona Horse" (PDF). Scholar Warrior. મૂળ (PDF) માંથી 2015-12-11 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  5. "'Pak tanks stopped shelling as mark of respect to my father' - Times of India". The Times of India. મેળવેલ 2018-08-18. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]