મનોજ કુમાર પાંડે

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કેપ્ટન મનોજ કુમાર પાંડે (૨૫ જુન ૧૯૭૫ - ૩ જુલાઈ ૧૯૯૯) ભારતીય ભૂમિસેનાના એક અફસર હતા. તેઓ ૧/૧૧ ગુરખા રાઈફલ્સના ભાગ હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. તેમને આ સન્માન પ્રતિકુળ સમયમાં અદમ્ય સાહસ અને નેતાગીરીના ગુણો માટે આપવામાં આવ્યા. તેમનું કારગિલના બટાલિક વિસ્તારમાં આવેલ જુબેર ટોપ, ખાલુબાર હિલ્સ ખાતે એક હુમલામાં નિધન થયું હતું.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

કેપ્ટન મનોજ પાંડે ઉત્તર પ્રદેશનાં સીતાપુર જિલ્લોના રુઢા ગામના વતની હતા. તેમના પિતા શ્રી ગોપી ચંદ પાંડે નાના પાયે વેપાર કરતા હતા અને લખનૌ ખાતે રહેતા હતા. તેમના ભાઈબહેનોમાં તેઓ સૌથી મોટા હતા. તેમને શિક્ષણ ઉત્તર પ્રદેશ સૈનિક શાળા, ઉત્તર પ્રદેશ અને રાણી લક્ષ્મી બાઈ મેમોરિયલ ઉત્તર બુનિયાદી શાળા ખાતે મળ્યું હતું. તેમને રમતગમતમાં ખૂબ જ રુચિ હતી ખાસ કરી અને બોક્ષિંગ અને શારિરીક કસરતમાં. તેઓ રાષ્ટ્રિય સુરક્ષા અકાદમીના ૯૦મા બેચના ભાગરૂપે ઉત્તીર્ણ થયા. તેમને ગોરખા રાઈફલ્સમાં જોડાવામાં રુચિ હતી તેથી તેઓ ૧/૧૧ ગુરખા રાઈફલ્સમાં અફસર તરીકે જોડાયા.

પસંદગી સમયે તેમની મૌખિક પરીક્ષામાં જ્યારે તેમને ભૂમિસેનામાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તુરંત જ જવાબ આપ્યો કે "તેમને પરમવીર ચક્ર જીતવું છે." તેમના શબ્દોને સાર્થક કરતાં તેમણે હકીકતમાં દેશનું સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર મેળવ્યો.

કારગિલ[ફેરફાર કરો]

૩ જુલાઈ ૧૯૯૯ના રોજ બટાલિક વિસ્તારમાં તેમણે ઘૂસણખોરોને ખદેડી મુક્યા. તેમની દોરવણી હેઠળ તેમની સૈન્ય ટુકડીએ જુબેર ટોપ પર કબ્જો મેળવ્યો જે વ્યૂહરચનાની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું સ્થળ હતું. પરિસ્થિતિને પામીને યુવા અફસર પોતાના સૈનિકોને સાંકડી કેડી વાટે દુશ્મન સુધી દોરી ગયા અને ગોળીઓની ઝડી વચ્ચે પોતાના સૈનિકોથી આગળ વધી અને દુશ્મનો પર હુમલો કરી દીધો.

ખભા અને પગમાં ઈજાઓ થવા છતાં તેમનો એકલહથ્થો હુમલો દુશ્મનના પ્રથમ બંકર સુધી ન પહોંચ્યા ત્યાં સુધી દૃઢ નિશ્ચયથી ચાલુ રાખ્યો. ત્યારબાદ હાથોહાથની હિંસક લડાઈમાં તેમણે બે દુશ્મનોને મારી નાખ્યા અને પ્રથમ બંકર કબ્જે કર્યું. લડાઈમાં આ ક્ષણ મહત્ત્વની સાબિત થઈ. તેમના નેતાની તાત્ક્ષણિક બહાદુરી જોઈ અને સૈનિકો પણ જુસ્સાભેર આગળ વધ્યા અને દુશ્મનો પર હુમલો કરી દીધો. પોતાને થયેલ ગંભીર ઈજાઓને અવગણીને પાંડે એક થી બીજા બંકર સુધી પોતાના સૈનિકોને પ્રોત્સાહિત કરતા ભાગતા રહ્યા. ગંભીર ઈજાઓને કારણે તેઓ છેલ્લા બંકર પાસે પડી ગયા અને શહીદ થઈ ગયા. પરંતુ આ સમય દરમિયાન તેમણે બંકર પર તેમના સૈનિકોની મદદથી કબ્જો મેળવી લીધો હતો.

ઑપરેશન વિજય[ફેરફાર કરો]

ઑપરેશન વિજય દરમિયાન કેપ્ટન પાંડે એ સંખ્યાબંધ સાહસભર્યા હુમલાઓની આગેવાની કરી હતી.

તેમની ડાયરી[ફેરફાર કરો]

  • કવિતાના અંતમાં તેમણે નોંધ્યું છે કે "મારા રક્તને સાબિત કરું તે પહેલાં જો મોત આવશે તો હું વાયદો (સોગંદ) કરું છું કે હું મોતને મારી નાખીશ"
  • તેમણે માતાની યાદમાં નોંધ્યું કે "તેણી સિતારો છે જે હંમેશા કાજળઘેરા અંધકારમાં તેજપૂર્વક ચળકે છે, જે ફક્ત આપવામાં અને આશિર્વાદ જ આપે છે."
  • તેમની ખાનગી ડાયરીમાં તેમણે નોંધ્યું કે "કેટલાક લક્ષ્યો એટલા સન્માનનીય હોય છે કે તે મેળવતાં નિષ્ફળ જવું પણ યશકર છે."

ચલચિત્રમાં[ફેરફાર કરો]

ચલચિત્ર એલઓસી કારગિલમાં તેમના પાત્રનો અભિનય અજય દેવગણે કર્યો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]