અબ્દુલ હમીદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ ભારતીય ભૂમિસેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટની ૪થી બટાલિઅનના સૈનિક હતા. તેઓ ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે અસલ ઉત્તરની લડાઈમાં ખેમ કરણ ખાતે શહીદ થયા હતા. તેમને ભારતનો યુદ્ધ સમયનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયો હતો.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

અબ્દુલ હમીદનો જન્મ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લો ના ધામુપુર ગામ ખાતે ૧ જુલાઈ ૧૯૩૩ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઉસ્માન હતું.[૧]

સૈન્ય[ફેરફાર કરો]

૨૭ ડિસેમ્બર ૧૯૫૪ના રોજ અબ્દુલ હમીદને ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ક્રમાંક ૨૩૯૮૮૫ તરીકે ભરતી કરવામાં આવ્યા. તેમને બાદમાં ૪થી બટાલિઅનમાં મુકવામાં આવ્યા જ્યાં તેમણે પોતાની બાકીની તમામ સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આગ્રા, અમૃતસર, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, નેફા અને રામગઢ ખાતે ફરજ બજાવી. ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ દરમિયાન તેમની બટાલિઅન ૭મી પાયદળ બ્રિગેડનો ભાગ હતી અને તેનું નેતૃત્વ બ્રિગેડિઅર જ્હોન દલવી કરી રહ્યા હતા. તેમની બ્રિગેડે ચીન સામે નામકા ચુ ની લડાઈમાં ભાગ લીધો હતો અને જ્યારે ચીનીઓએ તેમને ચારે તરફથી ઘેરી લીધા ત્યારે તેમની બ્રિગેડ લડતાં લડતાં આગળ વધી હતી અને ભૂતાન પહોંચી અને બાદમાં પગપાળા મિસામારી પહોંચી હતી. તે કાર્યવાહી દરમિયાન સેકન્ડ લેફ્ટનન્ટ જીવીપી રાવને મરણોપરાંત મહાવીર ચક્ર એનાયત કરાયું હતું જે બટાલિઅનનું આઝાદી બાદનું સર્વોચ્ચ સન્માન હતું જેને બાદમાં હમીદના પુરસ્કારે જ ઝાંખુ પાડ્યું હતું.[૨]

ભારત-પાક યુદ્ધ[ફેરફાર કરો]

રણગાડી વિરોધિ ટુકડીમાં પાંચ વર્ષના કાર્યકાળ બાદ તેમને બઢતી આપી અને તેમની કંપનીના ભંડારના ક્વાર્ટરમાસ્ટર બનાવાયા હતા. તેઓ ૧૦૬ મિમિની રિકોઈલ લેસ તોપ ચલાવવામાં નિપુણ હતા આથી યુદ્ધ ફાટી નીકળતાં તેમને ફરીથી બટાલિઅનના રિકોઈલ લેસ તોપ ચલાવતી ટુકડીના નેતા બનાવી દેવાયા.[૩]

લાહોર વિસ્તારમાં રહેલી ભારતની ૪થી માઉન્ટેન ડિવિઝન જ્યારે ઈચ્છોગિલ તરફ આગળ વધી રહી હતી ત્યારે પાકિસ્તાનના વળતા હુમલાએ તેને આગળ વધતી અટકાવી. જેથી, તેઓ ખેમ કરણ તરફ પાછળ હટી. નવી વ્યૂહ રચના અનુસાર ડિવિઝન, ૪થી ગ્રેનેડિઅર અને અન્ય ૩ બટાલિઅન મળી અને ખેમ કરણ-ભીખીવિન્ડ-અમૃતસર માર્ગ અને પટ્ટિ ધુરી પરના અસલ ઉત્તર અને ચીમા ગામ વચ્ચે રક્ષાત્મક હરોળ બનાવી. ૪થી ગ્રેનેડિયર ઉત્તર કિનારી પર ચીમા ગામ પાસેના વિસ્તારમાં હતી અને અન્ય બટાલિઅન દક્ષિણે અસલ ઉત્તર ગામ પાસે હતી જેમાં તેમની ભગિની ૭ ગ્રેનેડિયર પણ હતી.

આ પહેલાં તેમની બટાલિઅને ઈચ્છોગિલ નહેર પરના તેમના લક્ષ્યાંકને મેળવી લીધું હતું પરંતુ પાકિસ્તાનના વળતા હુમલામાં તેઓના ઘેરાઈ જવાની શક્યતાને ધ્યાનમાં લેતા તેમને પાછા હટી અને નવા સ્થાને ખસેડ્યા હતા. તેઓ જ્યારે રક્ષણાત્મક હરોળમાં હથિયારો માટે ખાડા અને સૈનિકો માટે ખાઈ ખોદી રહ્યા હતા ત્યારે પહેલેથી જ તેઓ ૨૪ કલાકથી વધુ સમયથી યુદ્ધ લડીને આવ્યા હતા. બટાલિઅને જે વિસ્તારની રક્ષા કરવાની હતી ત્યાં કપાસ અને શેરડીના ખેતરો હતાં જેમાં ખાઈ ખોદી અને તેઓ પોતાની ગોળીબાર કરવાના સ્થાનો છુપાવી શક્યા. ૧૦૬ મિમિની રિકોઈલલેસ તોપો ખેમ કરણ-અમૃતસર માર્ગ પર ગોઠવી દેવામાં આવી હતી. ૮ સપ્ટેમ્બરે દુશ્મને ૪થી ગ્રેનેડિયરના વિસ્તારમાં બળ માપવા અનેક નાના હુમલા કર્યા. બટાલિઅનના રિકોઈલલેસ હથિયાર તેમજ સ્વયંચલિત હથિયાર કંપનીના અફસરો લેફ્ટનન્ટ એચ. આર. જાહનુ અને સેકન્ડ લેફ્ટનન્ટ વી. કે. વૈદ્યએ અસરકારક રીતે ગોઠવ્યા હતા. તે જ દિવસે અબ્દુલ હમીદે બે પાકિસ્તાની પેટન રણગાડીઓનો નાશ કર્યો. તેમાંથી એકના આગેવાને રણગાડી નષ્ટ થતાં પહેલાં હમીદની પાસે દિશા માટે મદદ માગી.

૧૦ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ સવારે ૮ વાગ્યે એક પાકિસ્તાની બટાલિઅને તોપખાનની મદદ વડે ૪થી ગ્રેનેડિયરની ઉપર હુમલો કર્યો પરંતુ તેઓ ભારતીય રક્ષાત્મક સ્થાનોને પારખવામાં નિષ્ફળ રહ્યા. હુમલા પહેલાં ભારે માત્રામાં તોપમારો કરવામાં આવ્યો જેનાથી ભારતીય રક્ષાત્મક ચોકીઓ નબળી પડે. સવારે ૯ વાગ્યે દુશ્મન રણગાડીઓ આગળની ચોકીઓ ભેદવામાં સફળ રહી. આ ઝપાઝપીમાં હમીદે એક પેટનનું જૂથ પોતાની કંપની તરફ આગળ વધતું જોયું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ એક છેડા તરફ પોતાની રિકોઈલલેસ તોપ જીપ પર લઈને ગયા. મોટા પ્રમાણમાં દુશ્મન તરફથી કરાતી ગોળીબારી અને રણગાડીઓના ગોળાબારીએ પણ તેમને ડગાવ્યા નહી. તેમણે સતત ગોળીબાર ચાલુ રાખ્યો અને ત્રણ પેટન રણગાડીઓનો નાશ કર્યો. પરંતુ ચોથી રણગાડીનો નાશ કરી શકે તે પહેલાં તેના ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું.

ભારતીય તોપખાના, રણગાડીઓ અને પાયદળના રણગાડી વિરોધિ ટુકડીની સફળ કાર્યવાહીએ પેટન રણગાડી M-૪૮ ની છાપ બગાડી નાખી અને ૧૯૬૫ના યુદ્ધ બાદ તેની જગ્યાએ મોટાભાગે એમ-૬૦નો સમાવેશ કરવામાં આવ્યો.[૪] ભારતે ખેમ કરણ જિલ્લામાં "પેટન નગર" નામે સ્મારક બનાવ્યું જેમાં કબ્જે કરેલ પાકિસ્તાની રણગાડીઓ પ્રદર્શન માટે મૂકી.

લશ્કરી સન્માનો[ફેરફાર કરો]

ઢાંચો:Ribbon devices/alt
ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt ઢાંચો:Ribbon devices/alt
પરમવીર ચક્ર
[૫]
સમર સેવા સિતારો
રક્ષા ચંદ્રક
સૈન્ય સેવા ચંદ્રક

પરમવીર ચક્ર આપવાની જાહેરાત તેમની શહીદીના એક અઠવાડિઆ કરતા ઓછા સમયમાં ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ થઈ. તેમનો પુરસ્કાર તેમના પત્ની રસુલન બીબી એ સ્વીકાર્યો. તે તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે ૧૯૬૬ની ગણતંત્ર દિવસ પરેડમાં અપાયો.

સ્મૃતિ[ફેરફાર કરો]

તેમની યાદમાં ૪થી ગ્રેનેડિયર બટાલિઅને અસલ ઉત્તર ખાતે તેમની કબર પર એક મકબરો બાંધ્યો અને દર વર્ષે તેમના શહીદ દિવસે ત્યાં મેળાનું આયોજન કરાય છે. અસલ ઉત્તરના રહેવાસીઓએ ગામના દવાખાના, પુસ્તકાલય અને શાળાને તેમનું નામ આપ્યું છે. અબ્દુલ હમીદની યાદમાં આર્મી પોસ્ટલ સર્વિસે ૧૦ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ ખાસ કવર બહાર પાડ્યું હતું.

૧૯૮૮માં ચેતન આનંદ નિર્મિત ધારાવાહિક પરમવીર ચક્ર તેમનું પાત્ર કલાકાર નસીરુદ્દીન શાહએ ભજવ્યું છે.[૬]

૨૮ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ ભારતીય ટપાલ વિભાગે તેમની છબી ધરાવતી એક ટપાલ ટિકીટ બહાર પાડી જે વીરતા પુરસ્કાર જીતનારા પાંચ વીરોના ગણમાંથી એક હતી. ટિકીટ પર અબ્દુલ હમીદની મૂર્તિ અને સાથે એક રિકોઈલલેસ તોપ વાળી જીપ પણ હતી.[૭]

૨૦૦૮માં હામીદના વિધવા, રસુલન બીબી તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને લખનૌ ખાતે અનેક વિનંતી સાથે મળ્યા હતા. તેમણે હામીદના ગામમાં લશ્કરનું ભરતી કેન્દ્ર ખોલવા, તેમના દુલ્લાપુર ખાતેના ઘરને સ્મારકમાં બદલવા, તેમના શહીદ દિવસને રાષ્ટ્રિય સ્તરે મનાવવા અને તેમના પૌત્રોને સરકારી નોકરી અપાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.[૮]

અબ્દુલ હમીદના ગામમાં તેમનું સ્મારક બાંધવામાં આવ્યું પરંતુ બાદમાં તે અવગણનાનો ભોગ બન્યું. ૨૦૧૧માં તેની પુનઃસ્થાપના કરવામાં આવી અને તેમાં તેમની નવી મૂર્તિ મુકવામાં આવી.[૯]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gandhi, S. S., સંપા. (૨૦૦૬). Portraits of Valour – India's Gallantry Awards and their recipients (3= આવૃત્તિ). New Delhi: The Defence Review. p. 132. Check date values in: |year= (મદદ)
  2. Palsokar, R. D. (૧૯૮૦). The Grenadiers – A Tradition of Valour. Jabalpur: Grenadiers Regimental centre. pp. 337–338. Check date values in: |year= (મદદ)
  3. Praval, K. C. (જૂન ૧૯૮૭). Indian army after independence (1 આવૃત્તિ). Lancer International. pp. 380–381. ISBN 978-81-7062-014-3. Retrieved ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  4. The M47 and M48 Patton tanks. Osprey Publishing. ૧ જુલાઇ ૧૯૯૯. p. 35. ISBN 978-1-85532-825-9. Retrieved ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૨. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  5. Chakravorty 1995, p. 49.
  6. "The episode on Youtube".
  7. Unattributed. "જાન્યુઆરી ૨૦૦૦". Maharshtra Post. Retrieved ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  8. Pradhan, Sharat (૨૪ સપ્ટેમ્બર ૨૦૦૮). "War hero's widow beseeches President for a stamp". Rediff News. Retrieved ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
  9. Express News Service (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૧). "Param Vir Chakra Abdul Hameed Memorial restored". Express buzz. The New Indian Express group. Retrieved ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)