ટપાલ ટિકિટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પેની બ્લૈક, વિશ્વની પહેલી ટપાલ ટિકિટ

ટપાલ ટિકિટ ચોંટાડી શકાય તેવી કાગળ વડે બનાવવામાં આવેલ એક પ્રમાણ છે, જે એમ દર્શાવે છે કે, ટપાલ સેવાઓ માટેના શુલ્કની ચૂકવણી થઇ ચુકી છે. સામાન્ય રીતે આ એક નાના કદના આયાત કરવામાં આવેલા કાગળનો ટુકડો હોય છે, જે એક પત્ર પર ચિપકાવવાનું રહે છે, આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્તકર્તાને પહોંચાડવા માટે ટપાલ સેવાઓની પૂર્ણ રીતે અથવા આંશિક રૂપે ચૂકવણી કરેલ છે. ટપાલ ટિકિટ, એ શુલ્ક ચૂકવવા માટેની સૌથી સરળ અને લોકપ્રિય નીવડેલ પદ્ધતિ છે; આ ઉપરાંત આનો અન્ય વિકલ્પ છે, પોસ્ટકાર્ડ, હવાઈ પત્ર વગેરે. ટપાલ ટિકીટોને ટપાલ કચેરી ખાતેથી ખરીદ કરી શકાય છે. ટપાલ ટિકિટના સંગ્રહને ફિલાટેલી કહે છે અને ટપાલ ટિકિટ એકઠી કરવી એ એક શોખ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]