પાલમપુર

વિકિપીડિયામાંથી
પાલમપુર
पालमपुर
ઉત્તર ભારતની ચા રાજધાની
—  નગર  —
પાલમપુરથી દેખાતી ધૌલધર પર્વતમાળા
પાલમપુરથી દેખાતી ધૌલધર પર્વતમાળા
પાલમપુરનું
હિમાચલ પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 32°07′00″N 76°32′00″E / 32.1167°N 76.5333°E / 32.1167; 76.5333
દેશ ભારત
પ્રદેશ ઉત્તર ભારત
રાજ્ય હિમાચલ પ્રદેશ
જિલ્લો કાંગડા
વસ્તી ૪,૦૦૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) કાંગડી ભાષા, હિન્દી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,472 metres (4,829 ft)

આબોહવા

તાપમાન
• ઉનાળો
• શિયાળો



     34 °C (93 °F)
     −0–0 °C (32–32 °F)

કોડ
  • • પીન કોડ • ૧૭૬૦૬૧
    • ફોન કોડ • +૯૧-૧૮૯૪
    વાહન • HP37

પાલમપુર એ ભારતના હિમાચલ પ્રદેશના કાંગડા ક્ષેત્રમાં આવેલું એક રમણિય લીલુંછમ ગિરિમથક છે. આ નગર ચારે તરફથી ચાના બગીચા અને પાઈન ના જંગલોથી ઘેરાયેલું છે. આગળ જતાં તે જંગલો ધોળાધારની પર્વતમાળામાં વિલિન થાય છે. પાલમપુરને ઉત્તર ભારતની ચા રાજધાની કહે છે, જો કે ચાના બગીચા તો પાલમપુરના ઘણાં આકર્ષણમાંનું એક છે. પાણીની બહુતાયત અને પર્વતોથી સમીપતાને કારણે અહીંનું વાતાવરણ મૃદુ છે.

આ નગરનું નામ સ્થાનીય શબ્દ"પુલુમ' પરથી પડ્યું છે. તેનો અર્થ છે ઘણું બધું પાણી. પર્વતોમાંથી વહેતા ઘણાં ઝરણાં પાલમપુર થઈ મેદાન પ્રદેશ તરફ વહે છે. હરિયાળી અને પાણીનો સમન્વય આ સ્થળને રમણિય બનાવે છે. પાલમપુર મેદાન પ્રદેશ અને પહાડી પ્રદેશના સંગમ સ્થળ પર છે આને કારણે અહીં એકતરફ મેદાન અને એક તરફ પર્વતો બનેંનું સૌંદર્ય નિહાળી શકાય છે. આ નગરની પાછળ ધોળાધાર પર્વતમાળા આવેલી છે, જેની ટોચ વર્ષના મોટા ભાગના સમયે હિમાચ્છાદિત રહે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બ્રિટિશ રાજ હેઠળ આવતા પહેલાં પાલમપુર સ્થાનીય શીખ રાજ્યનો ભાગ હતું. આ એક આગળ પડતું પર્વતીય રાજ કાંગડા અને એક સમયે જાલંધર રાજ્યનો પણ ભાગ હતો. આ ક્ષેત્રમાં અગણીત ઝરનાઓ એક બીજાને છેદતા વહે છે. તેમના જાળાઓની વચ્ચે ચાના બગીચા અને ડાંગરના ખેતરો આવેલા છે. બોટેનીકલ ગાર્ડન સુપ્રીટેંડેંટ ડો જેમ્સન જ્યારે અલમોડાથી ૧૮૪૯ માં અહીં ચાનો છોડ લઈ આવ્યાં ત્યાર પછી અહીં નગર નિર્માણ થયું. તે છોડ વધ્યું અને તે સાથે શહેર નોપણ વિકાસ થતો ચાલ્યો. આ શહેરમાં યુરોપીય ચા બગીચા વાવેતરકારોની રૂચી વધી. તે સમયથી પાલમપુરની કાંગડા ચા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી છે.

આ શહેર તેના મંદિરો અને વસાહત સમયની ઈમારતો માટે પણ પ્રસિદ્ધ છે. અહીં પ્રકૃતિ પ્રેમી શાંત વાતાવરણમાં લટાર મારી શકે છે અને આંખોને પ્રકૃતિની સુંદરતા નીહાળવામાં રત કરી શકે છે વળી બહારનો પ્રવાસ પસંદ કરનાર સાહસવીરો અહીં હેંડ ગ્લાઈડિંગ કે પર્વતારોહણનો આનંદ પણ લઈ શકે છે. અહીં સૌ પ્રકારની રૂચિ ધરાવનાર માટે કંઈક ને કઈંક છે આને કારણે આ સ્થળ એક આદર્શ રજા ગાળવાનું સ્થળ બને છે.

વસતિ[ફેરફાર કરો]

૨૦૦૧ની ભારતીય વસતિ ગણતરી અનુસાર અહીંની વસતિ ૪૦૦૬ હતી. અહીં ૮૬૮ ઘરો હતાં. અહીં સરાસરી સાક્ષરતા ૭૮% હતી. જે રાસ્ટીય સ્તર ૫૯.૫% કરતાં વધુ હતી.

ભૂગોળ[ફેરફાર કરો]

પાલમપુર૩૨.૧૨° N ૭૬.૫૩° E,[૧] અક્ષાંશ રેખાંશ પર સ્થિત છે. સમુદ્ર સપાટીથી અહીંની ઊંચાઈ ૧૨૨૦ મી છે. આ સ્થળ ધૌલધર પર્વતમાળાની નજીક આવેલું છે. જાણીતા ગિરિમથક ધર્મશાલાથી આ સ્થળ માત્ર ૩૦ કિમી દૂર છે

આ નગરની પાછળ ધૌલધર પર્વતમાળા આવેલી છે જેનો અર્થ થાય છે સફેદ ટોચ ધરાવતી પર્વતમાળા. આ સ્થળ એક વિશાળ પર્યટન સ્થળ તરીકે વિકસિત કરાઈ રહ્યું છે. અહીં રોપ વે અને મનોરંજન ઉદ્યાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. અહીં એક ખેતીવાડી વિશ્વવિદ્યાલય પહેલેથી અસ્તિત્વમાં છે. અહીં એક આયુર્વેદિક હોસ્પીટલ અને કોલેજ પણ આવેલી છે.

આ શહેરની આસપાસ લટાર મારવા માટે રસ્તા પણ છે. અહીંથી થોડાક અંતરે ચાલતા ન્યૂગલ પાર્ક પહોંચી શકાય છે. અહીં વાતા ઠંડા પવન સાથે પ્રકૃતિનો આનંદ માણતા ગરમ કૉફીનો આનંદ લઈ શકાય છે. અહીંથી થોડે દૂર બુંદલા ખાઈ છે જે ૧૦૦ મીટર ઊંડી છે અને બુંદલા ઝરણાંમાં મળે છે. આ ઝરણું ખૂબ પાતળું છે જે પથ્થર પર ગબડતું કોતર નીચેના પથ્થરો પર અફડાય છે. ચોમાસાના સમયમાં આ ઝરણું આખી કોતરને રોકી લે છે. વહેણ સથે તે પથ્થરોને ઘસડે છે જે ધોધ નીચે પટકાતા જોરદાર અવાજો સાંભળવા મળે છે.

પાલમપુરથી અમુક પગદંડી ધૌલધર પર્વત થઈ નજીકના શહેર ચંબા સુધી જાય છે. અમુક પગદંડીઓ સંઘાર ઘાટ દ્વારા હોલી થઈ ભરમૌર પહોંચી શકાય છે. આ સિવાય અમુક રસ્તા છે જંગલ વાટે મેકલીયોઈડ ગંજથી ટ્રોંડ અને બૈજનાથ થી જલસુ ઘાટ થઈ ભરમૌર. ચાર દિવસની પહાડી રસ્તે વરુલા થઈ હોલી પહોંચી શકાય છે. પાલમપુરથી ૨૮ કિમી દૂર બીર નામના શહેર નજીક બિલિંગ નામનું સ્થળ છે. આ સ્થળ સાહસિક ખેલ - પૅરાગ્લાઈડિંગ માટે મહત્ત્વનું સ્થળ છે. પૅરાગ્લાઈડરો પ્રાયઃ તેમની ઉડાન પૂરી કરી પાલમપુર નજીક ઉતરે છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારકો પણ છે. આ સ્થળ તેના તિબેટી હસ્તકળા માટે પ્રસિદ્ધ છે.

સંપર્ક[ફેરફાર કરો]

વાયુમાર્ગે[ફેરફાર કરો]

કિંગફીશર રેડ નામની વિમાન સેવા કંપની નવી દીલ્હીથી કાંગડા એયર પોર્ટ સુધી સેવા આપે છે. જ્યાંથી પાલમપુર ૩૦ કિમીના અંતરે છે. આ સેવા વાતાવરણની પરિસ્થિતિને આધારિત છે. શિયાળામાં ઓછી દ્રશ્યતાને કારણે ઉડાન રદ્દ પણ થઈ શકે છે.

રેલ્વે દ્વારા[ફેરફાર કરો]

પાલમપુર નેરોગેજ રેલ્વે દ્વારા પઠાણકોટ શહેર સાથે જોડાયેલું છે. અંદાજે આ અંતર ૧૧૨ કિમી છે. આપ્રવાસમાં ૭ કલાક લાગે છે જેમાં બે બોગદા આવે છે. તેમાં એક ૨૫૦ ફૂટનો છે અને બીજો ૧૦૦૦ ફૂટ લાંબો છે.

રસ્તા માર્ગે[ફેરફાર કરો]

પાલમપુર આ રાજ્યના સર્વ શહેરો સાથે રસ્તા માર્ગે સારી રીતે જોડાયેલો છે. હિમાચલ રાજ્ય પરિવહન નિગમ પોતાની એસી ડીલક્સ અને સેમી ડિલ્ક્સ એવી બસ સેવા દીલ્હી અને ચંદીગઢથી ચલાવે છે. અહીંથી મુખ્ય શહેરોનું અંતર આ મુજબ છે. દીલ્હી (૫૩૦ કિમી), ચંદીગઢ(240 કિમી), શિમલા(૨૫૯ કિમી), મનાલી(૨૦૫ કિમી), ધર્મશાલા(35 કિમી). આ બસ સેવાની ટિકીટો હિમાચલ રાજ્ય પરિવહન નિગમ ની વેબસાઈટ પર ઓંલાઈન બુક કરી શકાય છે.[૧]

આકર્ષણો[ફેરફાર કરો]

પાલમપુરના પ્રવાસી આકર્ષણો આ પ્રમાણે છે:

  1. નુગલ કેફે એ પાલમપુરની સૌથી જાણીતી જગ્યા છે. આ સ્થળેથી ધૌલધર પર્વતમાળા અને નુગલ ખાડ બનેં જોઈ શકાય છે.
  2. સૌરભ વન વિહાર એ ફરવાની સારી જગ્યા છે અને એજ હરિયાળું ઉદ્યાન છે.
  3. The village of ગીચ જંગલો ધરાવતી ટેકરી નીચે વસેલું એન્દ્રેત્તા નામનું ગામડું, એ તેની આર્ટ ગેલેરી માટે જાણીતું છે. આ ગામડું સરદાર શોભા સિંહ અને નાટ્ય લેખક નોરાહ રિચાર્ડનું નિવાસ હતું.[સંદર્ભ આપો]

ખરીદી[ફેરફાર કરો]

પાલમપુર માં તમે તમારા મિત્રો માટે ફરસાણ અને સ્થાનીય હસ્તકળાની વસ્તુઓ લઈ શકો છો. તમી અહીં તાજા ચાના પાંદડા, તિબેટિયન કારપેટ અને શિયાળુ પરિધાન ખરીદી શકો છો.

સાહસિક ખેલ[ફેરફાર કરો]

જો તમે પર્વતા રોહણ અને પૅરાગ્લાઈડિંગમાં રૂચિ ધરાવતા હોવ તો પાલમપુર એક આદર્શ સ્થળ છે. અહીં પર્વતા રોહણના ઘણા રસ્તાઓ છે સૌથી મહત્ત્વનું છે સાંઘર ઘાટ થી હોલી થઈ ભરમૌર.

પાલમપુરથી ૨૮ કિમી દૂર હેંગ/ પૅરાગ્લાઈડિંગનું કેંદ્ર છે. બિઇલિંગ નામનું શહેર અહીંથી ૪૨ કિમી દૂર છે તે પણ હેંડગ્લાઈડિંગ માટે પ્રસિદ્ધ છે.

પર્યટન[ફેરફાર કરો]

પાલમપુરના પ્રસિદ્ધ સ્થળો :

બીર અને બીલિંગ : (૩૫ કિમી દૂર) આ ગામડું તેના બૌદ્ધ મઠ માટે પ્રસિદ્ધ છે. હેંગ ગ્લાઈડિંગ પાયલોટ આને લેંડિગ સ્થળ તરીકે પસંદ કરે છે. ચાના બગીચા થી ઘેરાયેલ એમ્ફ્લીથિયેટર સમાન આ બીર એપૅરા ગ્લઈડર્સ માટે આદર્શ લેંડિંગ સ્થળ છે. બીરના બૌદ્ધ મઠ ખાસ જોવા લાયક છે. અહીં મહિમ તિબેટિ હસ્તકલા પણ નિર્માણ કરવામાં આવે છે. બીલિંગ એ ઉપર ટેકરીમાં ૧૪ કિમી દૂર છે. બીરનીચે ૨૦૦ કિમીનું ક્ષેત્ર આવેલ હોવાથી હવાઈ ખેલમટે તે ઉત્તમ સ્થળ છે.

બૈજનાથ : (૧૬ કિમી દૂર) અહીંનું શિવ મંદિર સમસ્ત કાંગડા ખીણનું એક યાદગાર સ્મારક છે. આ નગરનું પ્રાચીન નામ 'કિરગ્રામ' હતું. બૈજનાથને તેનું નામ શિવ વૈદ્યાંત પરથી મળ્યું છે. આ મંદિરમાં એક અદ્યુતમ છે જે શંકુ આકારના શિખરોથી ઘેરાયેલું છે. તેના પર મંડપ બનેલું છે જેનું છાપરું હલકા પિરામિડ આકારનું છે. 'અદ્યુતમ' માં લિંગ આવેલું છે. અહીં રાવણનું એક સરસ પુતળું છે. કહે છે કે આ સ્થળે રાવણે શિવની સાધના કરી અમરત્વ પ્રાપ્ત કર્યું. આ સ્થળ ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં શિવરાત્રિના તહેવારે જામતો મેલો પ્રસિદ્ધ છે.

ન્યૂગલ ખાડ : (૨ કિમી દૂર) ન્યુગલ ખાડથી ધૌલધર પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે. અહીં ચોમાસામાં ગર્જના સંભળાય છે અને આખા વર્ષમાં સુસવાટા સંભળાય છે. હિમાચલ પર્યટન નિગમની રેસ્ટોરંટમાં સારું ખાવાનું અને સુંદર દ્રશ્ય માણી શકાય છે. આ એક આદર્શ પિકનીક સ્થળ છે.

બુંદલા ઝરણું : (૨ કિમી દૂર) બુંદલા ઝરણું ચોમાસા દરમ્યાન તેની કોતરની પૂર્ણ ૧૦૦ મીટરની પહોળાઈ માં વહે છે. તે સાથે પથ્થરોને ઘસડી લાવી ધોધ માંથી પાડે છે. આથે ખૂબ ધડકા જેવા અવાજો સંભળાય છે. પાલપુરથી બુંદલા સુધી આ એક સુંદર સરસ્તો છે.

અન્દ્રેતા : (૧૩ કિમી દૂર ) આ ગામડું સરદાર શોભા સિંહ અને નાટ્ય લેખક નોરાહ રિચાર્ડનું નિવાસ હતું. અહીંથી ધૌલપુર પર્વતમાળાનું સુંદર દ્રશ્ય દેખાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: