લખાણ પર જાઓ

જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી

વિકિપીડિયામાંથી
જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી
સક્રિય૧૯૪૭–હાલ સુધી
દેશભારત
શાખાભૂમિસેના
પ્રકારપાયદળ
ભાગઈન્ફન્ટ્રી
કદ૧૫ પલટણ
મુખ્યમથકઅવંતીપુર, જમ્મુ અને કાશ્મીર
યુદ્ધ ઘોષ"બલિદાનમ્ વીર લક્ષણમ્" - બલિદાન એ વીરનું લક્ષણ છે
યુદ્ધઘોષભારત માતાની જય
Decorations૧ પરમવીર ચક્ર, ૨ અશોક ચક્ર, ૧૦ મહાવીર ચક્ર, ૩૪ વીર ચક્ર, ૪ શૌર્ય ચક્ર અને ૫૬ સેના મેડલ[]
સેનાપતિઓ
Colonel of
the Regiment
લેફ્ટ જન સતિષ દુઆ
Insignia
રેજિમેન્ટ ચિહ્નચોકડી ગોઠવણમાં બંદૂકની જોડી

જમ્મુ અને કાશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રી ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે.

તેનું મુખ્ય મથક એટલે કે રેજિમેન્ટલ કેન્દ્ર શ્રીનગર ના હવાઈ મથક, અવંતીપુર ખાતે છે અને જમ્મુ નજીક એક નાનું કેન્દ્ર છે. તેનું ચિહ્ન એકમેકને ચોકડી પર રહેલ બે બંદુકો છે. તેમનું સૂત્ર "બલિદાનમ્ વીર લક્ષણમ્" એટલે કે બલિદાન એ વીરનું લક્ષણ છે.

રેજિમેન્ટમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર રાજ્યના સ્વેચ્છાએ જોડાયેલા યુવાનો હોય છે. તેમાં ૫૦% મુસ્લિમ અને બાકી રાજ્યના અન્ય જાતિના લોકો હોય છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

પાકિસ્તાન દ્વારા કરાયેલા ૧૯૪૭ના આક્રમણ દરમિયાન ક્ષેત્ર અનુસાર સ્થાનિક સૈન્યો ઉભા કરાયા હતા, જેમ કે, જમ્મુ, લેહ, નુબ્રા વગેરે. આ સૈન્યો અર્ધલશ્કરી પ્રકારાના હતા અને ગૃહ મંત્રાલયના નેજા હેઠળ અંકુશ રેખા પર ફરજ બજાવતા હતા. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ બાદ ૧૯૬૩માં રેજિમેન્ટની સાતમી અને ચૌદમી પલટણને અલગ કરી અને લદ્દાખ સ્કાઉટ્સની રચના કરવામાં આવી.

આ હંગામી સૈન્યએ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સર્વોચ્ચ કામગીરી બજાવી અને ૧૯૭૧ના યુદ્ધમાં ત્રણ વીરતા પદક જીત્યા. સૈન્યના સભ્યોમાં કાયમી સૈન્યને મળતા સન્માન અને લાભો મેળવવા પ્રબળ ઈચ્છા જાગૃત થઈ હતી. ખાસ કરીને તત્કાલીન યુદ્ધોમાં તેમના કાર્યક્ષમતા અને બલિદાનને ધ્યાનમાં રાખીને તે વધુ પ્રબળ થઈ. આ વાતને ધ્યાનમાં લેતાં જમ્મુ અને કાશ્મીર સૈન્યના ગઢવાલ રાયફલ્સના તત્કાલીન વડા બ્રિગેડિયર લેખરાજ સિંઘ પુઆર, જેઓ ભારતીય ભૂમિસેનાથી ગૃહ મંત્રાલયમાં પ્રતિનિયુક્ત થયા હતા, તેમણે મંત્રાલયને આ બાબતે રજુઆત કરી. ૧૯૭૨માં તેઓ સફળ થયા અને સૈન્ય ભારતીય ભૂમિસેનામાં રેજિમેન્ટ તરીકે સામેલ થયું. ૧૯૭૬માં તેનું નામ બદલી અને જમ્મુ અને કાશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રિ કરાયું.

કાર્યવાહીઓ

[ફેરફાર કરો]

જેક લાઈ એ અનેક સૈન્ય કાર્યવાહીઓમાં સમ્માનપૂર્વક ફાળો આપ્યો છે.[]

સિઆચીન સંઘર્ષ

[ફેરફાર કરો]

૧૯૮૪ના ઓપરેશન મેઘદૂત દરમિયાન જેક લાઈની નિમણૂક સિઆચીન હિમનદી ખાતે થઈ. ૧૯૮૭માં જેક લાઈની આઠમી પલટણે ૨૧,૦૦૦ ફિટની ઉંચાઈએ પાકિસ્તાની ચોકી કબ્જે કરી મોટું સન્માન પ્રાપ્ત કર્યું. નાયબ સુબેદાર બાના સિંઘ, આઠમી જેક લાઈ, રેજિમેન્ટ માટે આ લડાઈમાં પરમવીર ચક્ર પ્રાપ્ત કર્યું. તેઓ રેજિમેન્ટ માટે આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ અને એકમાત્ર સૈનિક છે. આ જ લડાઈમાં વીરતા માટે મેજર મિન્હાસ અને સેકન્ડ લેફ્ટનન્ટ રાજીવ પાન્ડેને વીર ચક્ર એનાયત કરાયું.

ભારતીય શાંતિ સેના અને શ્રીલંકા

[ફેરફાર કરો]

૧૯૮૭માં ઓપરેશન પવન દરમિયાન જેક લાઈને શ્રીલંકા ખાતે ફરજ પર મૂકવામાં આવી હતી.

સોમાલિયા ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિ સેના

[ફેરફાર કરો]

૧૯૯૨-૯૩માં જેક લાઈની બીજી પલટણને સોમાલિયા ખાતે શાંતિ સેના તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘની સેનાના ભાગ રૂપે મોકલાઈ હતી.[]

કારગિલ યુદ્ધ

[ફેરફાર કરો]

૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં જેક લાઈને અનેક બહુમાન મળ્યાં. જૂન ૧૦-૧૧ની રાતમાં પોઇન્ટ ૫૨૦૩ની લડાઈ અને ૩૦ જૂન-૧ જુલાઈની રાતમાં બટાલિક ક્ષેત્રમાં પોઇન્ટ ૪૮૧૨ને કબ્જે કરવા માટે અદમ્ય સાહસ અને બહાદુરી બતાવવા માટે ભારતીય ભૂમિસેનાના વડાએ બારમી પલટણને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરી. ઓપરેશન વિજય દરમિયાન પલટણનું પ્રદર્શન અદમ્ય સાહસથી ભરેલું અને દુશ્મનની સામે વીરતા બતાવતું રહ્યું હતું.

પ્રશસ્તિ

[ફેરફાર કરો]

યુદ્ધ સન્માન

[ફેરફાર કરો]
  • લાલેઆલી, ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ[]
  • પિકેટ ૭૦૭, ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ[]
  • શિંગો નદી ખીણ, ૧૯૭૧
  • ગુત્રેણ, ૧૯૭૧

બહાદુરી પુરસ્કાર

[ફેરફાર કરો]
  • જેક લાઈ માટે અનુગામી સૈનિકોએ વીરતા પુરસ્કાર હાંસલ કર્યા
  • કેપ્ટન શશી કાંત શર્મા, ૧૨ જેક લાઈ મરણોપરાંત, સેના મેડલ, ઓપરેશન મેઘદૂત
  • નાયબ સુબેદાર બાના સિંઘ, ૮ જેક લાઈ, પરમવીર ચક્ર, ઓપરેશન મેઘદૂત
  • લેફ્ટ. ત્રિવેણી સિંઘ, ૫ જેક લાઈ, અશોક ચક્ર
  • કેપ્ટન કેશિંગ ક્લિફોર્ડ નોનગ્રુમ, ૧૨ જેક લાઈ, મરણોપરાંત, મહાવીર ચક્ર, કારગિલ યુદ્ધ[]
  • નાયબ સુબેદાર ચુની લાલ, અશોક ચક્ર, વીર ચક્ર, સેના મેડલ, મરણોપરાંત
  • બ્રિગેડિયર વરિન્દર સિંઘ મન્હાસ, વીર ચક્ર, સેના મેડલ
  • સેકન્ડ લેફ્ટ રાજીવ પાન્ડે, વીર ચક્ર
  • મેજર રોહિત શર્મા, ૮ જેક લાઈ, શૌર્ય ચક્ર
  • લેફ્ટ સુજય શેકર, ૧૩ જેક લાઈ, શૌર્ય ચક્ર

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-08-18 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-27. સંગ્રહિત ૨૦૦૯-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન
  2. Official Website of Indian Army.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળમાંથી અહીં સંગ્રહિત 2009-08-29. મેળવેલ 2016-05-27.CS1 maint: bot: original URL status unknown (link)
  4. http://www.globalsecurity.org/military/world/india/rgt-jakli.htm
  5. WAR MEMORIAL AT LALEALI : Honey Vinay blogs on sulekha, Current Affairs blogs, Honey Vinay blog from india સંગ્રહિત ૨૦૧૩-૦૨-૦૩ ના રોજ archive.today.
  6. Chand N. Das (૧૯૯૭). Hours of Glory: famous battles of the Indian army, 1801–1971. Vision Books. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૧.
  7. Official Website of Indian Army.