ધ ગ્રેનેડિયર્સ

વિકિપીડિયામાંથી
ધ ગ્રેનેડિયર્સ
ગ્રેનેડિયર્સનું રેજિમેન્ટ ચિહ્ન
સક્રિય૧૭૭૮-હાલ સુધી
દેશભારત
શાખાભારતીય ભૂમિસેના
પ્રકારપાયદળ
કદઆશરે ૧૫,૨૦૦
રેજિમેન્ટલ મુખ્યાલયજબલપુર, મધ્ય પ્રદેશ
યુદ્ધ ઘોષસર્વદા શક્તિશાળી (હંમેશા શક્તિશાળી)
ચિહ્નસિંહ
યુદ્ધો
દ્વિતીય આંગ્લ-અફઘાન યુદ્ધ
ત્રીજું બર્મા યુદ્ધ
ત્રીજું આંગ્લ-અફઘાન યુદ્ધ
પ્રથમ વિશ્વયુદ્ધ
દ્વિતીય વિશ્વયુદ્ધ
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૬૫
ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧
૧૯૯૯ કારગિલ યુદ્ધ
Decorationsવિક્ટોરીયા ચંદ્રક - ૧  ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરીટ - ૧  પરમવીર ચક્ર - ૩  અશોક ચક્ર - ૨  મહાવીર ચક્ર - ૭  કીર્તિ ચક્ર - ૮  પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક - ૨  ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક - ૨  અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક - ૨ વીર ચક્ર - ૪૭ શૌર્ય ચક્ર  ૫૫  યુદ્ધ સેવા ચંદ્રક - ૩  વિશિષ્ટ સેવા ચંદ્રક - ૨૭  સેના ચદ્રક - ૭૧
Insignia
રેજિમેન્ટલ ચિહ્નહેનોવરના શ્વેત અશ્વ સાથે બ્રાસનો ગ્રેનેડ. તેને ગણવેશ પર સફેદ હેકલ સાથે પહેરવામાં આવે છે.

ગ્રેનેડિયર્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે ભૂતપૂર્વ બોમ્બે સેનાનો ભાગ હતી અને સ્વતંત્રતા સમયે તેને ભારતીય સેનામાં વિલિન કરવામાં આવી હતી. તે સમયે રેજિમેન્ટ ૪થી ગ્રેનેડિયર્સ તરીકે ઓળખાતી હતી. તેણે સ્વતંત્રતા પૂર્વે અને બાદમાં અનેક યુદ્ધોમાં ભાગ લીધો છે અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

કોમનવેલ્થ રાષ્ટ્રોમાં ભારત સૌથી જૂની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ ધરાવે છે. ગ્રેનેડિયર્સની પરિકલ્પના અતિ જોખમી કાર્યવાહીઓ માટે સમગ્ર સેનામાંથી સૌથી બહાદુર અને શક્તિશાળી સૈનિકોને પસંદ કરવામાં મૂળ ધરાવે છે. ભારતીય સેનામાં સૌથી લાંબા કાળ માટે અસ્તિત્ત્વ ધરાવવાનો વિક્રમ આ રેજિમેન્ટ ધરાવે છે.[૧]

ભારતીય ગ્રેનેડિયર્સનો ઈતિહાસ બોમ્બે પ્રેસિડેન્સિ માટે ભરતી કરાતા સૈનિકો સાથે જોડાયેલો છે. ગ્રેનેડિયર્સનો સૌપ્રથમ ઉલ્લેખ ૧૬૮૪માં અંગ્રેજોએ બોમ્બેના ટાપુ પર કરેલ કબ્જા સમયે જાણવા મળે છે. પરંતુ, ત્યારબાદ ૧૭૧૦ સુધી કોઈ અન્ય ઉલ્લેખ નથી સિવાય કે યુરોપિયન સૈનિકોની ગ્રેનેડિયર્સ કંપની તરીકે. ત્યારબાદ ૧૭૫૭માં રોબર્ટ ક્લાઈવ દ્વારા બંગાળ સેનાની પ્રથમ રેજિમેન્ટ ઉભી કરાઈ જેની બે કંપની ગ્રેનેડિયર્સ હતી. ૧૭૭૯માં ગ્રેનેડિયર્સની એક પલટણ ઉભી કરવામાં અને આ સાથે રેજિમેન્ટનો ઉદ્ભવ થયો.

બાદમાં બોમ્બે સેનામાં અનેક સિપાહી પલટણો ઉભી કરવામાં આવી. તેના વડે પ્રખ્યાત બોમ્બે સિપાહી પલટણ બનાવાઈ જેણે ૧૭૭૮માં તલેગાંવની લડાઈમાં જીત હાંસલ કરી. આ પ્રદર્શનને ધ્યાનમાં લઈ અને તેને ગ્રેનેડિયર્સ નામ અપાયું, આ બહુમાન કોઈ અન્ય બ્રિટિશ પલટણને ૩૬ વર્ષ બાદ મળ્યું.

  • પ્રથમ સિપાહી પલટણ
  • દ્વીતીય સિપાહી પલટણ
  • ત્રીજી સિપાહી પલટણ
  • ચોથી સિપાહી પલટણ
  • પાંચમી સિપાહી પલટણ
  • છઠી સિપાહી પલટણ
  • મરીન પલટણ (બે ગ્રેનેડિયર્સ કંપની)

યુદ્ધ સન્માન[ફેરફાર કરો]

૧૯૧૦માં બ્રિટિશ સેવામાં બોમ્બે ગ્રેનેડિયર્સ

યુદ્ધ સન્માન (સ્વતંત્રતા પહેલાં)[ફેરફાર કરો]

ભારતની સ્વતંત્રતા પહેલાં રેજિમેન્ટને અનેક યુદ્ધ સન્માનો એનાયત કરાયાં હતાં.

પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે[ફેરફાર કરો]

  • મેંગલોર - ૧૭૮૪
  • મૈસુર - ૧૭૮૬
  • શ્રીરંગપટ્ટણમ - ૧૭૯૯
  • ઈજિપ્ત - ૧૮૦૨
  • કોરેગાંવ - ૧૮૧૮
  • બેની બુ અલી - ૧૮૨૧
  • કિર્કિ - ૧૮૨૭
  • હૈદરાબાદ - ૧૮૩૧-૪૩
  • મેઆને - ૧૮૪૩
  • પંજાબ - ૧૮૪૮
  • મધ્ય ભારત - ૧૮૫૮
  • એબિસિનિયા - ૧૮૬૮
  • અફઘાનિસ્તાન - ૧૮૭૮-૧૮૮૦
  • કંદહાર - ૧૮૮૦
  • બર્મા - ૧૮૮૫-૮૭
  • સોમાલિલેન્ડ - ૧૯૦૧-૦૪

પ્રથમ વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

૨૦૧૫માં મોસ્કો ખાતે યુરોપમાં વિજય દિનની ૭૦મી વર્ષગાંઠના અવસરે ભાગ લેતા ગ્રેનેડિયર્સ
  • પૂર્વ આફ્રિકા ૧૯૧૪-૧૬
  • ઈજિપ્ત ૧૯૧૬-૧૭
  • બગદાદ ૧૯૧૭
  • કુત અલ અમારા ૧૯૧૭
  • ગાઝા ૧૯૧૭
  • શરકાતની લડાઈ - ૧૯૧૮
  • મેગિડ્ડો
  • નાબ્લુસ ૧૯૧૮
  • પેલેસ્ટાઈન ૧૯૧૭-૧૮
  • મેસોપોટેમિયા ૧૯૧૫-૧૮
  • એડન ૧૯૧૪-૧૯
  • અફઘાનિસ્તાન ૧૯૧૯
  • ટાઇગ્રિસ ૧૯૧૯

દ્વિતીય વિશ્વયુદ્ધ[ફેરફાર કરો]

  • કોહિમા ૧૯૪૪
  • કાલેવા ૧૯૪૪
  • નાગા ગામ ૧૯૪૪
  • ફોર્ટ ડફરીન, મેન્ડેલે ૧૯૪૫
  • પવાવે ૧૯૪૫
  • મેગટિલાનો કબ્જો ૧૯૪૫
  • મેગટિલાનું રક્ષણ ૧૯૪૫
  • પેગુ ૧૯૪૫
  • તાઉંગઠા ૧૯૪૫

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

  • ગુરેઝ ૧૯૪૮
  • અસલ ઉત્તર ૧૯૬૫
  • જરપાલ ૧૯૭૧
  • ચક્રા ૧૯૭૧
  • તોલોલિંગ અને ટાઈગર હિલ ૧૯૯૯

પુરસ્કાર[ફેરફાર કરો]

ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ સૌથી વધુ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર રેજિમેન્ટ તરીકે ભારતીય સેનામાં અનોખું બહુમાન ધરાવે છે. આ સિવાય સ્વતંત્રતા પૂર્વે ચાર અંગ્રેજ અધિકારીઓ આ જ રેજિમેન્ટ સાથે કામ કરી અને વિક્ટોરીયા ચંદ્રક મેળવી ચૂક્યા છે.[૨] આ સિવાય ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરીટ પણ રેજિમેન્ટને મળી ચૂક્યો છે.

વિક્ટોરીયા ચંદ્રક[ફેરફાર કરો]

  • કેપ્ટન જ્યોર્જ મરે રોલાંડ, ૨૨ એપ્રિલ ૧૯૦૩, ડારાતોલેહ, સોમાલિયા

ઈન્ડિયન ઓર્ડર ઓફ મેરીટ[ફેરફાર કરો]

  • સુબેદાર રહીમ ખાન, પેલેસ્ટાઈન (તુર્કી વિરુદ્ધ), એપ્રિલ ૧૯૧૮[૩]
  • નાયક શિવલાલ દલાલ (૧૯૩૩)

પરમવીર ચક્ર વિજેતા[ફેરફાર કરો]

સંદર્ભ અને નોંધ[ફેરફાર કરો]

  1. Sharma, p. 75
  2. Sharma, p. 69
  3. Sharma, p. 73

પુસ્તકો[ફેરફાર કરો]

  • Barthorp, Michael; Burn, Jeffrey (1979). Indian infantry regiments 1860–1914. Osprey Publishing. ISBN 0-85045-307-0.Check date values in: 1979 (help)
  • Rinaldi, Richard A (2008). Order of Battle British Army 1914. Ravi Rikhye. ISBN 0-9776072-8-3.Check date values in: 2008 (help)
  • Sharma, Gautam (1990). Valour and sacrifice: famous regiments of the Indian Army. Allied Publishers. ISBN 81-7023-140-X.Check date values in: 1990 (help)
  • Sumner, Ian (2001). The Indian Army 1914–1947. Osprey Publishing. ISBN 1-84176-196-6.Check date values in: 2001 (help)
  • Moberly, J. F. (1923). સત્તાવાર ઇતિહાસ યુદ્ધ: મેસોપોટેમીયામાં ઝુંબેશ, શાહી યુદ્ધ મ્યુઝિયમ છે. આઇએસબીએન 1-870423-30-5
  • સિંઘ, રાજેન્દ્ર (1969) ઇતિહાસ Grenadiers
  • સિંઘ, રાજેન્દ્ર (1955) સંગઠન અને વહીવટ માં ભારતીય સેના

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]