અરુણાચલ સ્કાઉટ્સ

વિકિપીડિયામાંથી

અરુણાચલ સ્કાઉટ્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે અરુણાચલ પ્રદેશમાં ભારતની તિબ્બત સરહદનું રક્ષણ કરવા માટે ઉભી કરવામાં આવી છે. તે પહાડી યુદ્ધમાં કુશળતા ધરાવે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

લદ્દાખ સ્કાઉટ્સની પ્રમાણે ચીન સરહદનું રક્ષણ કરવા માટે અરુણાચલ સ્કાઉટ્સની રચના કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ ભૂતપૂર્વ સૈન્ય વડા અને તત્કાલીન અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ જનરલ જે જે સિંઘ દ્વારા ૨૦૦૮માં મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને મંત્રીમંડળ દ્વારા ૨૦૦૯માં સ્વીકારવામાં આવ્યો.[૧] નવી પલટણ આસામ રેજિમેન્ટમાંથી ઉભી કરવામાં આવી. સૌપ્રથમ પલટણ ૨૦૧૦માં ઉભી કરવામાં આવી અને બીજી ૨૦૧૨માં ઉભી કરાઈ.[૨] ૧લી પલટણને પ્રાથમિક કાર્યક્ષેત્ર તરીકે વિસ્તારમાં તૈનાત અન્ય રેજિમેન્ટ અને ભારત-તિબ્બત સીમા પોલીસની મદદથી અરુણાચલ પ્રદેશની તિબ્બત સીમાની રક્ષાનું સોંપાયું.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Army open to ‘Arunachal Scouts’ plan | StratPost
  2. "Eye on China, Army focuses on mountain warfare - The Times of India". મૂળ માંથી 2012-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-22.
  3. Indo-China border now under Arunachal Scouts