જાટ રેજિમેન્ટ
જાટ રેજિમેન્ટ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. રેજિમેન્ટને ૧૮૩૯ થી ૧૯૪૭ વચ્ચે ૪૧ યુદ્ધ સન્માન મળેલ છે.[૧] આઝાદી બાદ તેમને ૯ યુદ્ધ સન્માન, ૧૦ પલટણ પ્રશસ્તિ પત્ર મળેલ છે. આ ઉપરાંત તે ૨ વિક્ટોરીયા ક્રોસ, ૪ ઇન્ડિયન ઓર્ડર ઓફ્ મેરિટ, ૨ જ્યોર્જ ક્રોસ, ૩ અશોક ચક્ર, ૧૦ મહાવીર ચક્ર, ૮ કીર્તિ ચક્ર, ૩૫ શૌર્ય ચક્ર, ૪૦ વીર ચક્ર અને ૧૭૦ સેના ચંદ્રક મેળવેલ છે.[૨]
૨૦૦ વર્ષના સેવાકાળમાં રેજિમેન્ટ ભારતમાં અને વિદેશમાં અનેક લડાઈઓમાં ભાગ લીધેલ છે. જેમાં પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ પણ સામેલ છે.[૩]
ઈતિહાસ
[ફેરફાર કરો]જાટ સમુદાય
[ફેરફાર કરો]જાટ સમુદાય મુખ્યત્ત્વે ખેડૂતો અને પશુપાલકોનો સમુદાય છે અને તે શ્રેષ્ઠ સૈનિક બનવાની ગુણવત્તા ધરાવે છે. તે પંજાબ, સિંધ, હરિયાણા, જમ્મુ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા હતા. જાટ રેજિમેન્ટમાં મોટાભાગના સૈનિકો હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હિંદુ જાટ હોય છે. દિલ્હીની મુઘલ સલ્તનતના આટલા નજીક હોવા છતાં તેમણે સ્વતંત્રતા જાળવી રાખી હતી. તેઓ સાદગી ભરેલા, સખત મહેનતુ, પ્રામાણિક અને વફાદાર હોય છે.
રેજિમેન્ટનો ઉદ્ભવ ૧૭૯૫માં કલકત્તા સ્થાનિક સેનામાં શોધી શકાય છે. ૧૮૫૭માં જાટની પ્રથમ પલટણ ઉભી કરવામાં આવી. ૧૮૯૭માં તમામ જાટને એક પાયદળ રેજિમેન્ટમાં એકઠા કરાયા અને બાદમાં ૧૯૨૨માં સત્તાવાર રીતે ૯મી જાટ રેજિમેન્ટ ઉભી કરાઈ જેમાં ચાર પલટણો અને એક તાલીમી પલટણ હતી.
જાટની પ્રથમ પલટણ ૧૮૦૩માં ઉભી કરવામાં આવી. બીજી અને ત્રીજી અનુક્રમે ૧૮૧૭માં અને ૧૮૨૩માં ઉભી કરાઈ. ત્રણે પલટણોએ ઉત્કૃષ્ટ સેવા આપી અને ખાસ કરીને પ્રથમ પલટણે પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ અને ઈરાક ખાતે શ્રેષ્ઠ કામગીરી કરી.
રેજિમેન્ટએ ઉત્તર આફ્રિકા, ઇથોપિયા, બર્મા, મલાયા, સિંગાપુર અને જાવા-સુમાત્રા ખાતે લડાઈમાં ભાગ લીધો. મોટી સંખ્યામાં વીરતા પુરસ્કાર મેળવ્યા જેમાં એક વિક્ટોરીયા ક્રોસ અને બે જ્યોર્જ ક્રોસ હતા.
સોમનાથ મંદિરના દરવાજા
[ફેરફાર કરો]કાબુલની લડાઈ (૧૮૪૨) દરમિયાન ગવર્નર જનરલ ઍલેનબરોએ મેજર જનરલ વિલિયમ નોટને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે અફઘાનોએ ભારતથી લૂંટી અને મહમૂદ બીજાના મકબરા પર લગાવેલા સોમનાથ દરવાજા પાછા લાવવા. એક ૪૩મી બેંગાલ સ્થાનિક પાયદળને, આ દરવાજા ઉંચકી અને પાછા લાવવાની જવાબદારી સોંપાઈ હતી. આ પાયદળ બાદમાં ૬ઠી જાટ તરીકે ઓળખાઈ.[૪][૫]
આઝાદી બાદ
[ફેરફાર કરો]આઝાદી બાદ જાટ રેજિમેન્ટએ દરેક યુદ્ધમાં ભાગ લીધો છે. ૩જી જાટએ લેફ્ટ કર્નલ ડેસમન્ડ હાઇડના નેતૃત્વ હેઠળ ઇચ્છોગિલ નહેર પાર કરી અને ડોગરાઈ પર કબ્જો કર્યો હતો અને તે ૧૯૬૫માં લાહોરના દરવાજા સુધી પહોંચી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહીમાં કોરિયા અને કોંગો ખાતે મહત્ત્વનો ફાળો આપ્યો. ભારતીય સેના એ ભાગ લીધેલ તમામ આતંકવાદ વિરોધિ કાર્યવાહીમાં જાટ રેજિમેન્ટનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.[૬]
યુદ્ધ ઘોષ
[ફેરફાર કરો]૧૯૫૫માં યુદ્ધઘોષ, જાટ બલવાન, જય ભગવાન અપનાવવામાં આવ્યો.
રેજિમેન્ટના રંગરૂટો
[ફેરફાર કરો]જાટ રેજિમેન્ટમાં મુખ્યત્ત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના હિંદુ જાટ સૈનિકો હોય છે. માત્ર ત્રણ પલટણો અન્ય સમુદાયની બનેલી છે જે નીચે મુજબ છે:[૭]
૧૨મી પલટણ: તે દરેક ભારતીય સમુદાયમાંથી સૈનિકો લે છે.
૧૫મી પલટણ: તે આહિર, જાટ, ગુર્જર અને રાજપૂત સૈનિકો લેવામાં આવે છે.
૨૦મી પલટણ: તેમાં જાટ, ડોગરા, ગઢવાલી અને મરાઠા સૈનિકો લેવાય છે.
હાલનું સંખ્યાબળ
[ફેરફાર કરો]હાલમાં રેજિમેન્ટ ૧૯ પલટણ ધરાવે છે.
- 2 બટાલિયન (ભૂતપૂર્વ 15 જાટ)
- 3 જી બટાલિયન (ભૂતપૂર્વ 10 જાટ)
- 4 થી બટાલિયન
- 5 બટાલિયન
- 6 ઠ્ઠી બટાલિયન
- 7 બટાલિયન (ભૂતપૂર્વ 11 જાટ)
- 8 બટાલિયન
- 9 બટાલિયન
- 11 બટાલિયન
- 12 બટાલિયન (ભૂતપૂર્વ 31 જાટ)
- 14 બટાલિયન
- 15મી બટાલિયન
- 16 બટાલિયન
- 17 બટાલિયન
- 18 બટાલિયન
- 19 બટાલિયન
- 20 બટાલિયન
- 21 બટાલિયન
- 22 બટાલિયન
- 23 બટાલિયન
- 24 બટાલિયન
- 114 પાયદળ બટાલિયન (તા) જાટ
- 151 પાયદળ બટાલિયન (તા) જાટ
૧૯૭૯માં ૧લી પલટણને ૨જી યાંત્રિક રેજિમેન્ટ પલટણ તરીકે બદલવામાં આવી હતી.
વીરતા પુરસ્કાર
[ફેરફાર કરો]યુદ્ધ સન્માન
[ફેરફાર કરો]૧૯૪૭ પહેલાં: નાગપુર, અફઘાનિસ્તાન, ગઝની, અલી મસ્જિદ, કંદહાર, કાબુલ, મહારાજપુર, સોબરાઓન, મુલતાન, ગુજરાત, પંજાબ, ચીન, કંદહાર (૧૮૮૦) બર્મા, અફઘાનિસ્તાન, ચીન (૧૯૦૦), લા બસ્સી, ફેસ્ટ્યુબર્ટ, શૈબા, ખાન બગદાદી, કુત અલ અમારા, ફ્રાન્સ, ટાઇગ્રિસ, મેસોપોટેમિયા, વાયવ્ય ભારત, અફઘાનિસ્તાન (૧૯૧૯), રઝાબિલ, કામપર, બર્મા, જિત્રા, મલાયા, ઉત્તર આફ્રિકા.
આઝાદી પછી:[૮]
- ઝોજી લા
- રાજૌરી
- જમ્મુ અને કાશ્મીર 1947-48,
- લડાખ
- ફિલોરા
ડોગરાઈ
પંજાબ 1965 - જમ્મુ અને કાશ્મીર 1971
- પૂર્વ પાકિસ્તાન 1971.
પલટણને પ્રશસ્તિ ત્યારે આપવામાં આવે છે, જ્યારે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં કામગીરી કરે છે. તે યુદ્ધ સન્માનને તુલ્ય હોય છે.
- 4 થી બટાલિયન નાગાલેન્ડ 1995
- 7 બટાલિયન જમ્મુ અને કાશ્મીર 1997 અને જમ્મુ અને કાશ્મીર 2003 અને ઓપરેશન રાઈનો 2016
- 11 બટાલિયન ઓપરેશન રક્ષક 2011
- 34 બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ જમ્મુ અને કાશ્મીર 1997 (આરઆર)
- 17 બટાલિયન ઓપરેશન વિજય 1999
- 16 જાટ બટાલિયન ઓપરેશન રક્ષક 2005/2011 [ બે વખત]
- 21 બટાલિયન ઓપરેશન રાઈનો 2009
વિક્ટોરિયા ક્રોસ વિજેતા
[ફેરફાર કરો]- હવાલદાર અબ્દુલ હાફિઝ 9 જાટ રેજિમેન્ટ, એનાયત 6 એપ્રિલ 1944, બર્મા.[૯]
- રિસાલદાર બદલુ સિંઘ, ૧૪મી જાટ 23 સપ્ટેમ્બર 1918, પેલેસ્ટાઇન (મરણોત્તર).[૯][૧૦]
મહા વીર ચક્ર
[ફેરફાર કરો]- કેપ્ટન અનુજ નૈય્યર, ૧૭મી જાટ, કારગિલ યુદ્ધ
- મેજર આશા રામ ત્યાગી, ૩જી જાટ, ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ.
- લેફ્ટ કર્નલ ડેસમંડ હાઇડ, ૩જી જાટ, ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
વીર ચક્ર
[ફેરફાર કરો]- હવાલદાર શીશ રામ, ૮મી જાટ, કારગિલ યુદ્ધ
- બ્રિગેડિયર ઉમેશ સિંઘ બાવા, મેજર દીપક રામપાલ, હવાલદાર કુમાર સિંઘ સોગરવાલ, ૧૭મી જાટ, કારગિલ યુદ્ધ
અન્ય
[ફેરફાર કરો]- ઈન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર-૨૦૧૦ ૨૧મી જાટ પલટણને એનાયત કરાયો.[૧૧]
- જાટ રેજિમેન્ટ મુખ્યાલય દ્વારા 'મૌજીરામ હેલ્પલાઈન' જૂન ૨૦૧૩માં શરૂ કરી.[૧૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Army's Jat Regiment Best Marching Contingent in Republic Day 2007 Parade | India Defence http://www.dsalert.org/gallantry-awards/shaurya-chakra સંગ્રહિત ૨૦૧૫-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.
- ↑ The Times History of the War: The Battlefield of Europe.
- ↑ Dalrymple (2013), pp.444–445
- ↑ "britishbattles.com". મૂળ સંગ્રહિત માંથી ૧૨ ઓક્ટોબર ૨૦૦૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૦૭.
- ↑ http://www.globalsecurity.org/military/world/india
- ↑ Martial castes of India by Mandeep Singh pg256
- ↑ "Official Website of Indian Army". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
- ↑ ૯.૦ ૯.૧ "We Were There - Medals and Awards - Victoria Cross Winners". મૂળ માંથી 2008-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.
- ↑ "Risaldar Badlu Singh, VC". મૂળ માંથી 2007-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-04.
- ↑ Press Trust of India (૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪). "Jat Regiment's battalion gets environment award". મેળવેલ ૨૬ નવેમ્બર ૨૦૧૪.
- ↑ http://timesofindia.indiatimes.com/india/National-helpline-for-soldiers-Army-widows/articleshow/29729885.cms