લખાણ પર જાઓ

૫ ગુરખા રાઇફલ્સ

વિકિપીડિયામાંથી

૫ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાલ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે ઈસ ૧૮૫૮માં ઉભી કરવામાં આવી હતી. તેણે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી છે. તે ઈસ ૧૯૪૭માં આઝાદી સમયે ભારતના ફાળે આવી હતી. ત્યારબાદ તેણે ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને ૧૯૭૧માં ફરજ બજાવી હતી. તેણે શ્રીલંકા ખાતેની શાંતિસેનામાં નિયુક્તિ મેળવી હતી.

ઈતિહાસ

[ફેરફાર કરો]

૧૯મી સદી

[ફેરફાર કરો]

૧૮૫૮માં રેજિમેન્ટ હઝારા ગોરખા રેજિમેન્ટ તરીકે ઉભી કરવામાં આવી હતી[૧] અને ૧૮૬૧માં તેને ગોરખા રેજિમેન્ટ નામ આપવામાં આવ્યું[૨]પ્રથમ મોટી લડાઈ તેણે દ્વિતીય અફઘાન યુદ્ધ દરમિયાન લડી હતી અને આ માટે તેમને પેવાર કોટલ યુદ્ધ સન્માન અપાયું અને રેજિમેન્ટના અફસર કેપ્ટન જોન કુકને વિક્ટોરીયા ચંદ્રક અપાયો[૩]

રેજિમેન્ટ તે ગાળામાં એબોટાબાદ ખાતે મુખ્યાલય ધરાવતી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ

[ફેરફાર કરો]
૧૯૨૩માં વાયવ્ય સરહદે રેજિમેન્ટના સૈનિકો

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટ મધ્ય-પૂર્વમાં તૈનાત કરવામાં આવી. તેણે ૧૯૧૫માં ગેલિપોલિમાં સખત લડાઈનો સામનો કર્યો હતો. તેમાં તેણે સાત અફસરો અને ૧૨૯ સૈનિકો ગુમાવ્યા હતા. પીછેહઠ દરમિયાન સૌથી આખરે રહેવામાં ૫ ગુરખા રાઈફલ્સની એક કંપની હતી.[૪][૫]

૧૯૧૬-૧૭માં ખાન બગદાદીની લડાઈમાં રેજિમેન્ટની પ્રથમ અને બીજી પલટણે ભાગ લીધો હતો. ત્રીજી પલટણ વાયવ્ય સરહદે તૈનાત હતી. તેને ૧૯૨૧માં વિખેરી નાખવામાં આવી હતી.[૬]

યુદ્ધ વચ્ચેનો ગાળો

[ફેરફાર કરો]

પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવાને મહત્ત્વની ગણી અને રેજિમેન્ટને શાહી ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૯માં તૃતીય અફઘાન યુદ્ધ દરમિયાન રેજિમેન્ટને ત્રણ યુદ્ધ સન્માન એનાયત કરાયાં.

દ્વિતીય વિશ્વયુદ્ધ

[ફેરફાર કરો]
મે ૧૯૪૬માં જાપાન ખાતે આગમન બાદ તુરંત જ કુરે ખાતે કુચ કરતા ૨/૫ પલટણના સૈનિકો

દ્વિતીય વિશ્વયુદ્ધમાં ૧/૫ પલટણ ભૂમધ્ય સમુદ્ર અને મધ્ય-પૂર્વ ખાતે ફરજ પર હતી. તેણે ઈટલી કબ્જે કરવાની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. તે અભિયાનમાં રાઇફલમેન થમન ગુરુંગને વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયો હતો.[૭]

૨/૫ પલટણ બર્મા ખાતે તૈનાત હતી અને તેણે બ્રિટીશ ભારતીય સેનાની પીછેહઠમાં ભાગ લીધો હતો. તે સિટ્ટાંગ નદી ખાતે પાછળ રહી અને લડવાનું પસંદ કરનારી ચાર પલટણોમાંની એક હતી. જ્યારે જાપાનીઓને ભારતમાં પ્રવેશતા રોકવા નદી પરનો પુલ ઉડાવવામાં આવ્યો ત્યારે પલટણના ઘણા સૈનિકો સામા કાંઠે હતા. ૧૯૪૩માં બર્મા ખાતે ફરીથી પ્રવેશ કરવામાં પલટણ મોખરે રહી અને ત્રણ સૈનિકોને વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયો. યુદ્ધ બાદ પલટણને ટોક્યો, જાપાન ખાતે તૈનાત કરવામાં આવી હતી.[૮]

૪/૫ પલટણ ઈસ ૧૯૪૧માં ઉભી કરાઈ અને તે બર્મા ખાતે તૈનાત કરાઈ હતી. તેણે દંતકથા સમાન પાંચ લડાઈઓ ઉત્તર આરાકાન, બુથીડાંગ, કોહિમા, ઈરાવદી અને સિટ્ટાંગમાં ભાગ લીધો. તેને પાંચ લડાઈઓમાંથી ચાર માટે યુદ્ધ સન્માન એનાયત કરાયાં. પલટણના મેજર બ્રાઉનને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ત્રણ વખત મિલિટરી ક્રોસ એનાયત કરાયો.[૯]

સ્વતંત્રતા બાદ

[ફેરફાર કરો]
યુદ્ધ અભ્યાશ ૨૦૧૩ દરમિયાન ૨/૫ ગુરખા રાઈફલ્સ, ૯૯મી પહાડી બ્રિગેડના જવાનો

સ્વતંત્રતા સમયે ભારતીય ભૂમિસેનામાં સામેલ થનારી છ ગુરખા રેજિમેન્ટ પૈકીની એક હતી. તેણે તમામ મોટા યુદ્ધોમાં ભાગ લીધો છે જેમાં ૧૯૭૧ના યુદ્ધમાં  પ્રથમ હેલિકોપ્ટર વડે કરાયેલ લડાઈ પણ સામેલ હતી. રેજિમેન્ટ નિમ્ન લિખિત લડાઈઓનો ભાગ બની છે:

 • ભારત-પાકિસ્તાન યુદ્ધ 1947–48
 • ભારત-પાકિસ્તાની યુદ્ધ 1965
 • ટોપાની લડાઈ (જમ્મુ અને કાશ્મીર)
 • અતગ્રામની લડાઈ(પૂર્વ પાકિસ્તાન) 1971
 • સ્યાલહેતની લડાઈ (પૂર્વ પાકિસ્તાન) 1971
 • ગાઝીપુરની લડાઈ (પૂર્વ પાકિસ્તાન—બાંગ્લાદેશ) 1971

૧લી અને ૪થી પલટણ શ્રીલંકા ખાતેની ભારતીય શાંતિસેનાનો ભાગ હતી. તેણે તમિળ વિદ્રોહીઓ સાથે લડાઈ લડી હતી. આ અભિયાનમાં ૪થી પલટણનું નેતૃત્વ સંભાળી રહેલ લેફ્ટ કર્નલ બાવા શહીદ થયા હતા. રેજિમેન્ટનું હાલનું મુખ્યાલય ઉત્તર પૂર્વ ભારતમાં શિલોંગ ખાતે છે.

વિક્ટોરીયા ચંદ્રક વિજેતા

[ફેરફાર કરો]

૧૯૪૭ પહેલાં રેજિમેન્ટના સાત અફસર અને સૈનિકોને વિક્ટોરીયા ચંદ્રક એનાયત કરાયા છે.[૧૦]

 • કેપ્ટન જોન કુક (1 લી બટાલિયન): અફઘાનિસ્તાન, 2 ડિસેમ્બર 1878
 • લેફ્ટનન્ટ ગાય બોઇરાગોન (1 લી બટાલિયન): Hunza, 2 ડિસેમ્બર 1891
 • લેફ્ટનન્ટ જ્હોન મેનર્સ-સ્મિથ (1 લી બટાલિયન): Hunza, 20 ડિસેમ્બર 1891
 • હવાલદાર ગજે ઘાલે (2 બટાલિયન): બર્મા, 27 મે, 1943
 • નાયક અગનસિંગ રાય (2 બટાલિયન): બર્મા, 26 જૂન, 1944
 • જેમાદાર નેત્રા બહાદુર થાપા(2 બટાલિયન): બર્મા, 26 જૂન, 1944
 • રાઇફલમેન થમન ગુરુંગ (1 લી બટાલિયન): ઇટાલી, 10 નવેમ્બર 1944

મહાવીર ચક્ર વિજેતા

[ફેરફાર કરો]
 • લેફ્ટનન્ટ કર્નલ અનંત સિંહ પઠાણિયા, એમસી (1 લી બટાલિયન)
 • હવાલદાર રામ પ્રસાદ ગુરુંગ (1 લી બટાલિયન)
 • મેજર જનરલ એચ કે સિબ્બલ
 • બ્રિગેડિયર (પછી લેફ્ટનન્ટ. જન) ઝોરાવર ચાંદ બક્ષી
 • બ્રિગેડિયર એમ એલ વ્હિગ
 • લેફ્ટનન્ટ કર્નલ (પાછળથી બ્રિગેડિયર) અરુણ ભીમરાવ હારોલિકર(4 બટાલિયન)
 • રાઇફલમેન (પાછળથી હવાલદાર) દિલ બહાદુર છેત્રી(4 બટાલિયન)
 • લેફ્ટનન્ટ કર્નલ ઇન્દર બાલ સિંહ બાવા {મરણોત્તર} (4 બટાલિયન)
 1. Gaylor 1992, પીપી 232–234
 2. Britishempire.co.યુકે 5 Gurkha રાઇફલ
 3. Gaylor, પી.233
 4. પાર્કર 2005, પી. 118
 5. પાર્કર 2005, પી. 126.
 6. Gaylor, પી.234
 7. પાર્કર 2005, પીપી 212–213
 8. પાર્કર 2005, પી. 219.
 9. એમ. આર. રોબર્ટ્સ, ગોલ્ડન એરો, Aldershot, ગેલ અને Polden લિમિટેડ, 1952
 10. પાર્કર 2005, પીપી 391-393.

સંદર્ભ

[ફેરફાર કરો]
 • Anon. (1956). History of the 5th Royal Gurkha Rifles (Frontier Force), 1858–1947 (2 vols.), Aldershot, UK: Gale & Polden.
 • Gaylor, John (1992). Sons of John Company: A History of the Indian and Pakistan Armies. London, UK: Spellmount Press.
 • Palsokar, Col. R. D. (1990). History of the 5th Gorkha Rifles. Shillong: 9 Regt Centre.
 • Parker, John (2005). The Gurkhas: The Inside Story of the World's Most Feared Soldiers. Headline Book Publishing. ISBN 978-0-7553-1415-7.